Ambajiમાં ભારે ઉકળાટ અને બફારા બાદ અચાનક વાતાવરણમાં આવ્યો પલટો, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શક્તિપીઠ અંબાજી અને તેના આસપાસના વિસ્તારોમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભારે ઉકળાટ અને બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદથી ભક્તો અને સ્થાનિક લોકોને ગરમીથી મોટી રાહત મળી હતી. આ વરસાદની અસર અંબાજીના બજારમાં સ્પષ્ટ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે બજારના રસ્તાઓ પર પાણી નદીની જેમ વહેવા લાગ્યા હતા. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.
અંબાજી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ
જોકે ભક્તો વરસાદનો આનંદ લેતા જોવા મળ્યા હતા. હાલમાં મોટી સંખ્યામાં ભક્તો અંબાજી માતાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. અને તેમને આ વરસાદથી હાશકારો થયો છે. વરસાદ માત્ર અંબાજી પૂરતો સીમિત ન રહેતા દાંતા તાલુકાના અનેક ગામોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી.
પહાડી વિસ્તારોમાં ઝરણાઓ વહેતા થયા
આ વરસાદથી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલી નદીઓમાં પાણીની આવક વધી હતી અને પહાડી વિસ્તારોમાં નાના-મોટા ઝરણાઓ પણ વહેતા થયા હતા. જે દૃશ્ય મનમોહક લાગી રહ્યું છે. આમ અંબાજી ખાતેનો આ વરસાદ વાતાવરણને ખુશનુમા બનાવી ગયો છે. ભક્તોને ગરમીથી રાહત મળવાની સાથે કુદરતી સૌંદર્યનો પણ અનુભવ થયો છે.
What's Your Reaction?






