સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના મંદિર ટ્રસ્ટના મનસ્વી નિર્ણયો સામે સ્થાનિક પૂજારીઓએ CM ને લેખિત રજૂઆત કરી છે. પૂજારીઓએ મંદિરના વહીવટ સંબંધિત વિવિધ 9 મુદ્દાઓ પર ધ્યાન દોરીને પારદર્શિતા અને યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરવામાં આવી છે.
બ્રાહ્મણોના પ્રવેશ, પ્રસાદ, ધજા ચઢાવવા બાબતે રજૂઆત
પુજારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા મુદ્દાઓ જેવા કે, મંદિરમાં બ્રહ્મણોના પ્રવેશ અને તમના અધિકારો અંગે સ્પષ્ટતા અને યોગ્ય વ્યવસ્થાની માંગણી કરવામાં આવી છે. પ્રસાદ વિતરણ વ્યવસ્થામાં સુધારા અને પારદર્શિતા લાવવામાં આવે. મંદિરમાં ધજા ચઢાવવાની પરંપરા અને તે સંબંધિત નિયમોમાં એકરૂપતા જાળવવામાં આવે.
ટ્રસ્ટમાં ધારાસભ્ય, સરપંચનો સમાવેશ કરવા રજૂઆત
આ સિવાય સૌથી મહત્વનો મુદ્દો એ છે કે, મંદિર ટ્રસ્ટમાં સ્થાનિક ધારાસભ્ય અને સરપંચનો સમાવેશ કરવાની માંગણી જેથી સ્થાનિક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થઇ શકે અને સ્થાનિક મુદ્દાઓ પર યોગ્ય ધ્યાન આપવામાં આવે. પૂજારીઓ દ્વારા કરાયેલી આ રજૂઆતથી મંદિરના વહીવટ અને ભક્તોને પડતી મુશ્કેલીઓ પર પ્રકાશ પડ્યો છે. હવે જોવું એ રહ્યું કે, CM કાર્યાલય દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે.