Ambaji Bhadarvi Poonam 2025 : અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત ST નિગમની અંદાજિત 5500 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત

Sep 4, 2025 - 09:30
Ambaji Bhadarvi Poonam 2025 : અંબાજી ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત ST નિગમની અંદાજિત 5500 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દૂર દૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા અંદાજિત 5500 જેટલી બસો મુકવામાં આવી છે. યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી રહ્યા છે અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે.

હિમતનગર અને અમદાવાદ એમ ૪ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે

વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસ. ટી. તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાઓ અંગે માહિતી આપતાં વિભાગીય નિયામક વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તા.૦૧ સપ્ટેમ્બર થી ૦૭ સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિમતનગર અને અમદાવાદ એમ ૪ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. અંદાજે ૫૫૦૦ જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં ૨૪ કલાક એસ.ટી. વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. આ માટે અલગ અલગ ૧૦ બુથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એસ. ટી. વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈપણ તકલીફ ના પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

ગુજરાત એસટી નિગમ દ્વારા બસોનું સંચાલન કરાય છે

વધુમાં તેમણે જણાવ્યું કે, આસોપાલવ બુથથી દાંતા અને બોરીવલી સર્કલથી વિવિધ બસો દ્વારા યાત્રાળુઓને વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ પરથી ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા,પાટણ, મહેસાણા આ તમામ બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે. અંબાજી મહામેળામાં આવનાર પદયાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે પાણી તેમજ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મેળામાં યાત્રાળુઓની ખૂબ કાળજી રાખીને તકલીફ ન પડે તેવી સગવડ ઊભી કરવામાં આવી છે

માં અંબાના ધામે દર્શન કરવા આવેલ યાત્રાળુ અશોકભાઈએ જણાવ્યું હતું કે,આ મેળામાં રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહામેળાની અંદર કોઈ પણ પ્રકારની યાત્રાળુઓને અગવડ ન પડે તે માટે રાજ્ય સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે. તે બદલ ગુજરાત સરકાર અને સ્થાનિક પ્રશાસનનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છુ, માઁ અંબાના દર્શન કરવા આવેલ કલોલના યાત્રાળુ ક્રિષ્નાબેને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા એસટીની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ યાત્રાળુઓની ખૂબ કાળજી રાખીને તકલીફ ન પડે તેવી સગવડ ઊભી કરવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0