Air India Plane Crash: એન્જિન ફેઇલ કે ટેક્નિકલ ખામી? તપાસમાં મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ 12 જૂને થયુ. આ ઘટનાને ઘણો સમય વીતી ગયો પરંતુ આ ઘટના કેમ બની તેનું કારણ હજી સુધી જાણી શકાયુ નથી. પ્લેનમાં સવાર 242માંથી એકનો જીવ બચ્યો. બાકી તમામના મોત થયા. કારણો શોધવા માટે હાલ તપાસ ચાલી રહી છે. જેમાંથી એક વાત એ પણ સામે આવી રહી છે કે બંને એન્જિન ફેઇલ હોઇ શકે છે.
તપાસકર્તાઓ અને એર ઇન્ડિયાના પાઇલટ્સે તે અકસ્માતની પરિસ્થિતિઓને સિમ્યુલેટરમાં નકલ કરી. તેઓએ જોયું કે શું વિમાન લેન્ડિંગ ગિયર ખુલ્લું હોય અને ફ્લૅપ્સ બંધ હોય ત્યારે ક્રેશ થઈ શકે છે, પરંતુ સિમ્યુલેટર પરીક્ષણમાં જાણવા મળ્યું કે ફક્ત આ પરિબળોને જ કારણે પ્લેન ક્રેશ નથી થતુ.
તપાસમાં શું જાણવા મળ્યુ?
આ બનાવ બન્યો તે પહેલા જ ઇમરજન્સી પાવર ટર્બાઇન એની જાતે જ એક્ટિવ થઇ ગયું હતું. આ સિસ્ટમ ત્યારે જ ઓન થાય છે જ્યારે પ્લેનના બંને એન્જિન કામ કરતા બંધ થઇ જાય. આનાથી એ શંકા વધુ ગાઢ બને છે કે દુર્ઘટના વખતે વિમાનમાં વિજળી સપ્લાય બંધ થઇ ગઇ હતી.
ટેક્નિકલ ખામી કે પછી ?
એર ઇન્ડિયાના પાઇલટ્સે સિમ્યુલેટર પર પણ એ જ પરિસ્થિતિઓનું પુનરાવર્તન કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે વિમાન ફક્ત લેન્ડિંગ ગિયર બંધ થવાથી અને પાંખોના ફ્લૅપ્સ બંધ થવાથી ક્રેશ ન થઇ શકે. જે સૂચવે છે કે એન્જિન અથવા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં ટેકનિકલ ખામી હતી.
વીડિયો ફૂટેજથી ખબર પડી કે ટેકઓફ બાદ તરત જ પ્લેન ઊંચાઇ સુધી ઉડી ન શક્યુ નહી. સિમ્યુલેટર ટેસ્ટથી ખબર પડે છે કે લેન્ડિંગ ગિયર અડધી વળી ગઇ હતી પરંતુ તેના દરવાજા ખૂલ્લા ન હતા. કે જે હાઇડ્રોલિક ફેલિયર અથવા વિજળી સપ્લાય રોકાઇ જવાનો ઇશારો કરે છે.
શું છે સાચુ કારણ ?
અત્યાર સુધી એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્યૂરો અને એર ઇન્ડિયાએ સત્તાવાર રીતે કંઇ કહ્યું નથી પરંતુ સૂત્રો મુજબ ઘટનાનું કારણ ટેક્નિકલ ખામી તરફ લઇ જાય છે. બ્લેક બોક્સના ડેટાની હજી તપાસ ચાલી રહી છે. જે બાદ સાચુ કારણ સામે આવી શકે છે.
What's Your Reaction?






