Ahmedabad:વડાપ્રધાનના જન્મદિનની પૂર્વ સંધ્યાએ મહારક્તદાન શિબિર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે, 16 સપ્ટેમ્બરે રાજ્યમાં મહારક્તદાન શિબિર યોજનાનું આયોજન કરાયું છે. રાજ્યનાં 300થી વધુ સ્થળોએ યોજાનારા આ રક્તદાન શિબિરમાં શિક્ષકોથી લઈ અન્ય કર્મચારીઓ પણ જોડાશે. આથી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં 16 સપ્ટેમ્બરના રોજ સવારનો સમય રાખવાની નિયામક કચેરી દ્વારા તમામ DEO, DPEO અને શાસન અધિકારીઓને સૂચના આપી છે.
પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ પરિપત્ર મારફતે જણાવ્યું છે કે, ભારત સરકારના ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાનના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ 16 સપ્ટેમ્બરના રોજ સવારે 8 થી સાંજના 4 કલાક સુધી મહારક્તદાન શિબિર યોજાશે. રાજ્યના પ્રાથમિક શિક્ષકો પણ આ શિબિરમાં જોડાઈ શકે એ માટે રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં 16 મી સપ્ટેમ્બરના રોજ શિક્ષણકાર્ય માટેનો સમય સવારે 8 થી 11નો રાખવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
What's Your Reaction?






