Ahmedabadમાં વાડજ પોલીસને થાપ આપી પોક્સોનો આરોપી ફરાર, મેડિકલ તપાસ બાદ પોલીસ સ્ટેશનના દરવાજેથી જ છૂ મંતર!

May 8, 2026 - 17:00
Ahmedabadમાં વાડજ પોલીસને થાપ આપી પોક્સોનો આરોપી ફરાર, મેડિકલ તપાસ બાદ પોલીસ સ્ટેશનના દરવાજેથી જ છૂ મંતર!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસની સુરક્ષા અને કામગીરી પર સવાલો ઉભા કરતી ઘટના બની છે. પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનામાં પકડાયેલો આરોપી અશોક ડાભાણી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો છે. ગત મોડી રાત્રે આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ ટીમ તેને પરત પોલીસ સ્ટેશન લાવી, ત્યારે ગાડીમાંથી ઉતરતા સમયે દરવાજા પાસે જ પોલીસને ચકમો આપી તે ભાગી છૂટ્યો હતો.

સગીરાને ભગાડી જવાની ફરિયાદ બાદ થઈ હતી ધરપકડ

આરોપી અશોક ડાભાણી વિરુદ્ધ ગત 7મી મેના રોજ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તેના પર આરોપ હતો કે તે એક 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી આબુ ભગાડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, જેલના સળિયા પાછળ પહોંચે તે પહેલા જ તે ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસ સ્ટેશન જેવા સુરક્ષિત ગણાતા સ્થળ પાસેથી જ ગંભીર ગુનાનો આરોપી ફરાર થઈ જતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે.

ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ, અલગ-અલગ ટીમો મેદાને

કયા સંજોગોમાં અને કોની બેદરકારીથી આરોપી ભાગવામાં સફળ રહ્યો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં આરોપીને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. રેલવે સ્ટેશન, એસ.ટી. સ્ટેશન અને તેના સંભવિત રહેઠાણો પર વોચ ગોઠવવામાં આવી છે. આસપાસના CCTV ફૂટેજ તપાસી તેની દિશા જાણવા પ્રયાસો થઈ રહ્યા છે. સબસલામતના દાવા કરતી અમદાવાદ પોલીસના હાથેથી આરોપી આ રીતે છટકી જતાં પોલીસ બેડામાં પણ ભારે ચકચાર મચી ગઈ છે. હવે પોલીસ કેટલી ઝડપથી આ આરોપીને ફરી પાંજરે પૂરે છે તે જોવાનું રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0