Ahmedabadમાં મદરેસાની તપાસને લઈ ક્રાઈમ બ્રાન્ચે સીટી સરવે અને AMCની મદદ લીધી

મસ્જિદ અને મદરેસા કેટલા સમયથી કાર્યરત તે વિગત માંગી જમીન કોના માલિકીની, બાંધકામ ક્યારે થયું તે માહિતી મંગાઈ કેટલા લોકો મદરેસામાં રોકાયા અને ક્યાંથી આવ્યા ? અમદાવાદમાં મદરેસાની તપાસ દરમિયાન શિક્ષક પર થયેલા હુમલાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આકરા પાણીએ છે,મદરેસાની તપાસને લઈ ક્રાઈમ બ્રાન્ચે AMC પાસે કેટલીક માહિતી માંગી છે,જેમ કે મસ્જિદ અને મદરેસા કેટલા સમયથી કાર્યરત છે,તો જમીન કોના માલિકીની છે બાંધકામ ક્યારે થયું તે માહિતી મંગાવાઈ છે તો મદરેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે અને કેટલા સમયથી કરે છે તે સબબ માહિતી મંગાવામાં આવી છે.તો અગામી સમયમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે વધુ ઉંડાણપૂર્વક તપાસ કરશે. જિલ્લાવાર મદરેસામાં તપાસ સમગ્ર ઘટનામાં પોલીસ જિલ્લાવાર તપાસ કરશે જેમાં પંચમહાલમાં 68 મદરેસા.જુનાગઢમાં 66 મદરેસા,કચ્છમાં 51 મદરેસા,ભરૂચમાં 45 મદરેસા,સુરતમાં 40 મદરેસા,વલસાડમાં 36 મદરેસા,મહેસાણામાં 28 મદેરસા,દાહોદમાં 27 મદરેસા,જામનગરમાં 25 મદરેસા આવેલી છે,તમામ જગ્યાઓ પર તપાસ હાથધરાઈ છે. શું છે સમગ્ર કેસ મદરેસાઓમાં બિન મુસ્લિમ બાળકો ભણતા હોવાનો મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આદેશ બાદ રાજ્યના શિક્ષણ વિભાગમાં દોડધામ વધી ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ કરતા મદરેસાઓમાં મોટાપાયે ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદ જિલ્લા અને શહેર શિક્ષણાધિકારી ઉપરાંત સ્કૂલ બોર્ડના કર્મચારીઓની ટીમ બની હતી. શહેરમાં 150 થી વધુ શાળા મદરેસાઓમાં જુદી જુદી ટીમ દ્વારા તપાસ કામગીરી હાથ ધરાઈ છે. કેટલીક જગ્યાએ સર્વે પૂરો, કેટલાક સ્થળો પર કાર્યવાહી ચાલી રહી છે. મદરેસાનું મેપિંગ કરવા આદેશ મદરેસાઓમાં ભણતાં તમામ બાળકો સામાન્ય શાળામાં પણ શિક્ષણ મેળવે તે જરૂરી હોવાથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં ભણતા બિન-મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા અને અનમેડ મદરેસાઓનું મેપિંગ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા આદેશ કર્યો છે. ગુજરાતમાં નોંધાયેલ મદરેસા સરકાર દ્વારા અપાયેલી મદરેસાની યાદી મુજબ હાલ રાજ્યમાં નોંધાયેલા કુલ 1128 મદરેસા છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય સહિત જિલ્લામાં 130 અને અમદાવાદ શહેરમાં 75 સહિત 205 જેટલી મદરેસા આવેલા છે. ગાંધીનગર જિલ્લામાં છ જેટલા મસ્જિદોમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. તે વિદ્યાર્થીઓ હાલ મુખ્ય ધારામાં ક્યાં અભ્યાસ કરી રહ્યા છે તેનો સર્વે ચાલી રહ્યો છે. આ બાળકોને વિજ્ઞાન ટેકનોલોજી અને વર્તમાન પુરાવાઓ સાથે શિક્ષણ મળશે. વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે. સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર મોકલાશે બે દિવસમાં સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર મોકલાશે. તેમજ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના કર્મચારીઓ શહેર અને જિલ્લાના આશરે 50થી પણ વધુ મદરેસામાં તપાસ કરી રહ્યા છે. મદરેસામાં ભણતા બાળકોને નીતિ નિયમ મુજબ યોગ્ય અન્ય વિષયો પણ ભણાવવામાં આવી રહ્યા છે કે નહીં તે અંગેની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. 19 ટીમો અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ગુજરાત સરકારનો આશય શું છે મદરેસા પાછળ મદરેસાના બાળકો ધાર્મિક શિક્ષણની સાથે મુખ્ય પ્રવાહનું શિક્ષણ મેળવે તે માટે સરકારનો ઉમદા પ્રયાસ છે. તેના કારણે વિદ્યાર્થીઓ ટેકનિકલ શિક્ષણ મેળવી શકશે, આ અભ્યાસથી દુનિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે તેનાથી જાણ થશે. વિદ્યાર્થીઓને લાંબા ગાળે જીવન નિર્વાહ માટે આ શિક્ષણ ઉપયોગી બનશે.

Ahmedabadમાં મદરેસાની તપાસને લઈ ક્રાઈમ બ્રાન્ચે સીટી સરવે અને AMCની મદદ લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મસ્જિદ અને મદરેસા કેટલા સમયથી કાર્યરત તે વિગત માંગી
  • જમીન કોના માલિકીની, બાંધકામ ક્યારે થયું તે માહિતી મંગાઈ
  • કેટલા લોકો મદરેસામાં રોકાયા અને ક્યાંથી આવ્યા ?

અમદાવાદમાં મદરેસાની તપાસ દરમિયાન શિક્ષક પર થયેલા હુમલાને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આકરા પાણીએ છે,મદરેસાની તપાસને લઈ ક્રાઈમ બ્રાન્ચે AMC પાસે કેટલીક માહિતી માંગી છે,જેમ કે મસ્જિદ અને મદરેસા કેટલા સમયથી કાર્યરત છે,તો જમીન કોના માલિકીની છે બાંધકામ ક્યારે થયું તે માહિતી મંગાવાઈ છે તો મદરેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે અને કેટલા સમયથી કરે છે તે સબબ માહિતી મંગાવામાં આવી છે.તો અગામી સમયમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે વધુ ઉંડાણપૂર્વક તપાસ કરશે.

જિલ્લાવાર મદરેસામાં તપાસ

સમગ્ર ઘટનામાં પોલીસ જિલ્લાવાર તપાસ કરશે જેમાં પંચમહાલમાં 68 મદરેસા.જુનાગઢમાં 66 મદરેસા,કચ્છમાં 51 મદરેસા,ભરૂચમાં 45 મદરેસા,સુરતમાં 40 મદરેસા,વલસાડમાં 36 મદરેસા,મહેસાણામાં 28 મદેરસા,દાહોદમાં 27 મદરેસા,જામનગરમાં 25 મદરેસા આવેલી છે,તમામ જગ્યાઓ પર તપાસ હાથધરાઈ છે.

શું છે સમગ્ર કેસ

મદરેસાઓમાં બિન મુસ્લિમ બાળકો ભણતા હોવાનો મામલો સામે આવ્યો છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના આદેશ બાદ રાજ્યના શિક્ષણ વિભાગમાં દોડધામ વધી ગઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે તપાસના આદેશ કરતા મદરેસાઓમાં મોટાપાયે ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદ જિલ્લા અને શહેર શિક્ષણાધિકારી ઉપરાંત સ્કૂલ બોર્ડના કર્મચારીઓની ટીમ બની હતી. શહેરમાં 150 થી વધુ શાળા મદરેસાઓમાં જુદી જુદી ટીમ દ્વારા તપાસ કામગીરી હાથ ધરાઈ છે. કેટલીક જગ્યાએ સર્વે પૂરો, કેટલાક સ્થળો પર કાર્યવાહી ચાલી રહી છે.

મદરેસાનું મેપિંગ કરવા આદેશ

મદરેસાઓમાં ભણતાં તમામ બાળકો સામાન્ય શાળામાં પણ શિક્ષણ મેળવે તે જરૂરી હોવાથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં ભણતા બિન-મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા અને અનમેડ મદરેસાઓનું મેપિંગ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા આદેશ કર્યો છે.

ગુજરાતમાં નોંધાયેલ મદરેસા

સરકાર દ્વારા અપાયેલી મદરેસાની યાદી મુજબ હાલ રાજ્યમાં નોંધાયેલા કુલ 1128 મદરેસા છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય સહિત જિલ્લામાં 130 અને અમદાવાદ શહેરમાં 75 સહિત 205 જેટલી મદરેસા આવેલા છે. ગાંધીનગર જિલ્લામાં છ જેટલા મસ્જિદોમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. તે વિદ્યાર્થીઓ હાલ મુખ્ય ધારામાં ક્યાં અભ્યાસ કરી રહ્યા છે તેનો સર્વે ચાલી રહ્યો છે. આ બાળકોને વિજ્ઞાન ટેકનોલોજી અને વર્તમાન પુરાવાઓ સાથે શિક્ષણ મળશે. વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે.

સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર મોકલાશે

બે દિવસમાં સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરીને ગાંધીનગર મોકલાશે. તેમજ સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના કર્મચારીઓ શહેર અને જિલ્લાના આશરે 50થી પણ વધુ મદરેસામાં તપાસ કરી રહ્યા છે. મદરેસામાં ભણતા બાળકોને નીતિ નિયમ મુજબ યોગ્ય અન્ય વિષયો પણ ભણાવવામાં આવી રહ્યા છે કે નહીં તે અંગેની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. 19 ટીમો અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

ગુજરાત સરકારનો આશય શું છે મદરેસા પાછળ

મદરેસાના બાળકો ધાર્મિક શિક્ષણની સાથે મુખ્ય પ્રવાહનું શિક્ષણ મેળવે તે માટે સરકારનો ઉમદા પ્રયાસ છે. તેના કારણે વિદ્યાર્થીઓ ટેકનિકલ શિક્ષણ મેળવી શકશે, આ અભ્યાસથી દુનિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે તેનાથી જાણ થશે. વિદ્યાર્થીઓને લાંબા ગાળે જીવન નિર્વાહ માટે આ શિક્ષણ ઉપયોગી બનશે.