Ahmedabadમાં ભારે પવનથી સ્ટ્રીટ પોલ ધરાશાયી, વીજ પુરવઠો ખોરવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા અને ભારે પવન ફૂંકાતા ઠેર ઠેર નુકસાનના અહેવાલો સામે આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા દૂરદર્શન ટાવર નજીક ભારે પવનના કારણે એક મોટો સ્ટ્રીટ પોલ ધરાશાયી થયો હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ ઘટના દૂરદર્શન ટાવર પાસેના રોડ પર બની હતી.
શહેરમાં ભારે પવનના કારણે નુકશાન
ભારે પવનના કારણે સ્ટ્રીટ પોલ તૂટીને રોડ પર પડતા આસપાસની તમામ લાઈટો બંધ થઈ ગઈ હતી. આ ઘટનાને કારણે રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે અંધકારને કારણે રસ્તા પરની વિઝિબિલિટી ઘટી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે રોડ પર પોલ પડવાથી થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
સ્ટ્રીટ પોલ ધરાશાયી થવાના કારણે તમામ લાઈટો બંધ
ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપનીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી હતી. આ ઘટના દર્શાવે છે કે શહેરમાં ભારે પવન કે વરસાદ જેવી કુદરતી આફતો સમયે માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચી શકે છે. તંત્ર દ્વારા આવા સ્ટ્રીટ પોલ અને અન્ય માળખાની નિયમિત જાળવણી અને મજબૂતીકરણ પર ધ્યાન આપવું જરૂરી છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય. વીજ પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે.
What's Your Reaction?






