Ahmedabadમાં બગોદરા હાઈવે પર રસ્તા પર ઉભેલ મોટી ટ્રકની પાછળ બીજી ટ્રક ભયંકર રીતે અથડાઈ, અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત, 1 ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં બગોદરા હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે આશરે ત્રણ વાગ્યાની આસપાસ અમદાવાદ રાજકોટ હાઇવેપર રોહિકા પાટીયા પાસે અકસ્માત સર્જાયો. હાઈવેપર એક ટ્રક ઉભી હતી અને તેની પાછળ અમદાવાદ તરફથી આવતી ટ્રક ધડાકાભેર અથડાઈ. ટ્રક વચ્ચેની અથડામણમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે.
બગોદરા અકસ્માતમાં 1 ઇજાગ્રસ્ત, 1નું મોત
શહેરમાં બગોદરા હાઈવે પર અનેક વખત અકસ્માતની ઘટના બનવા પામે છે. આજે ફરી બગોદરા હાઈવે અકસ્માતનો હાઈવે બન્યો. બગોદરા હાઈવે પર સામાન્ય રીતે મોડી રાત્રે ભારે વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે. દરમિયાન આજે રોહિકા પાટીયા પાસે વહેલી સવાર ત્રણ વાગ્યાની આસપાસ બાજરી ભરેલ એક ટ્રક રસ્તા પર ઉભી હતી. ત્યારે અમદાવાદ તરફથી આવતી એક ટ્રક રસ્તા પર ઉભેલ મોટી ટ્રકમાં ઘૂસી ગઈ. મોટી ટ્રક અને નાની ટ્રક વચ્ચેની ભયંકર અથડામણમાં 1નું મોત અને 1 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી.
રોડ અકસ્માતની સંખ્યામાં વધારો
પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. અને બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી અમદાવાદ સિવીલમાં રીફર કરાયો. અકસ્માતને લઈને પોલીસે વધુ તપાસ કરશે કે આખરે કોની બેદરકારીના કારણે આ ગમખ્વાર ઘટના બનવા પામી. અગાઉ પણ બગોદરા હાઈવે પર ગોઝારા અકસ્માતમાં મિની ટ્રક મોટી ટ્રકમાં ઘુસી જતા 10 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં રોડ અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ મોટાભાગના અકસ્માત વાહનચલાકની બેદરકારીના કારણે થાય છે.
What's Your Reaction?






