Ahmedabadમાં પોલીસ પર હુમલા મુદ્દે કાર્યવાહી, CCTVના આધારે 6 આરોપીની ધરપકડ

અમદાવાદ: ગઈકાલે મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. DJ બંધ કરાવવા પહોંચેલી પોલીસ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. પોલીસ પર હુમલા મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. CCTVના આધારે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ગુલબાઈ ટેકરા પાસે લગ્ન પ્રસંગ હતો, 2 કલાક સુધીની પરવાનગી પૂર્ણ થયા બાદ પણ dj વગાડ્યું હતું. સ્થાનિકોએ ફોન કરીને પોલીસને જાણ કરી હતી. તકરાર કરતા હોય અન્ય પોલીસ મોબાઈલ વેનની જરુરિયાત પડી હતી. 30 જેટલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે ઉશ્કેરાયેલા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. પથ્થરમારાના વીડિયોના આધારે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ACP એચ.એમ.કણસાગરાએ સમગ્ર ઘટનાને લઇ જણાવ્યું હતું કે, અમદાવાદમાં પોલીસ પર હુમલા મુદ્દે પથ્થરમારાના વીડિયોના આધારે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આ સાથે ડીજે સંચાલકની પણ અટકાયત કરી છે. 13 જેટલા આરોપીઓની ઓળખ થઈ છે. 30 જેટલા લોકોએ પથ્થરમારો કર્યો હતો,  7 થી 8 આરોપીઓની રાઉન્ડ અપ કર્યા છે. અન્ય આરોપીઓની વીડિયો, CCTVના આધારે તપાસ ચાલી રહી છે. DJ બંધ કરાવતા ઉશ્કેલાયેલા ટોળાએ ગુલબાઈ ટેકરામાં બોલાચાલી બાદ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વહેલી સવારથી પોલીસનું ગુલબાઈ ટેકરામાં પેટ્રોલિંગ કરી રહી છે. સવારથી ગુલબાઈ ટેકરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

Ahmedabadમાં પોલીસ પર હુમલા મુદ્દે કાર્યવાહી, CCTVના આધારે 6 આરોપીની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ: ગઈકાલે મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. DJ બંધ કરાવવા પહોંચેલી પોલીસ પર પથ્થમારો કરવામાં આવ્યો હતો. પોલીસ પર હુમલા મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. CCTVના આધારે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ગુલબાઈ ટેકરા પાસે લગ્ન પ્રસંગ હતો, 2 કલાક સુધીની પરવાનગી પૂર્ણ થયા બાદ પણ dj વગાડ્યું હતું. સ્થાનિકોએ ફોન કરીને પોલીસને જાણ કરી હતી. તકરાર કરતા હોય અન્ય પોલીસ મોબાઈલ વેનની જરુરિયાત પડી હતી. 30 જેટલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે ઉશ્કેરાયેલા કેટલાક લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા હતા. પથ્થરમારાના વીડિયોના આધારે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

ACP એચ.એમ.કણસાગરાએ સમગ્ર ઘટનાને લઇ જણાવ્યું હતું કે, અમદાવાદમાં પોલીસ પર હુમલા મુદ્દે પથ્થરમારાના વીડિયોના આધારે 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આ સાથે ડીજે સંચાલકની પણ અટકાયત કરી છે. 13 જેટલા આરોપીઓની ઓળખ થઈ છે. 30 જેટલા લોકોએ પથ્થરમારો કર્યો હતો,  7 થી 8 આરોપીઓની રાઉન્ડ અપ કર્યા છે. અન્ય આરોપીઓની વીડિયો, CCTVના આધારે તપાસ ચાલી રહી છે. DJ બંધ કરાવતા ઉશ્કેલાયેલા ટોળાએ ગુલબાઈ ટેકરામાં બોલાચાલી બાદ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. વહેલી સવારથી પોલીસનું ગુલબાઈ ટેકરામાં પેટ્રોલિંગ કરી રહી છે. સવારથી ગુલબાઈ ટેકરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.