Ahmedabadમાં ધનતેરસની બજારમાં ધૂમ ખરીદી; વાહનોનું બમ્પર વેચાણ, શોરૂમ્સમાં જોવા મળી લાંબી કતારો

Oct 18, 2025 - 17:00
Ahmedabadમાં ધનતેરસની બજારમાં ધૂમ ખરીદી; વાહનોનું બમ્પર વેચાણ, શોરૂમ્સમાં જોવા મળી લાંબી કતારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તહેવારોની મોસમમાં ખરીદી માટે સૌથી શુભ ગણાતા ધનતેરસના પવિત્ર દિવસે અમદાવાદના બજારોમાં આજે ભારે ધમધમાટ જોવા મળ્યો. સોના-ચાંદીની સાથે સાથે આજે વાહનોની ખરીદીમાં ગ્રાહકોએ જબરદસ્ત ઉત્સાહ દર્શાવ્યો હતો. જેના કારણે શહેરના તમામ ઓટોમોબાઈલ શોરૂમ્સમાં વાહનોનું બમ્પર વેચાણ નોંધાયું છે. ધનતેરસના શુભ મુહૂર્તમાં પોતાના સપનાનું વાહન ઘરે લાવવા માટે લોકોએ મહિનાઓ પહેલાથી બુકિંગ કરાવ્યા હતા.

અમદાવાદમાં આજે ગાડીઓનું બમ્પર વેચાણ

આજે સવારથી જ શહેરના નાના-મોટા તમામ કાર અને ટુ-વ્હીલર શોરૂમ્સમાં ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. આજના એક જ દિવસમાં પ્રત્યેક મોટા શોરૂમમાં અંદાજે 70થી 80 ગાડીઓની ડિલિવરી કરવામાં આવી હોવાનું વેપારી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ આંકડો સામાન્ય દિવસોની તુલનામાં અનેકગણો વધુ છે. આ વર્ષે વાહનોની ખરીદીમાં થયેલા વધારા પાછળનું એક મુખ્ય કારણ GSTના દરોમાં ઘટાડો પણ છે. GST ઘટવાના કારણે વાહનોની કિંમતોમાં નોંધપાત્ર રાહત મળી છે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થયો છે.

GST ઘટતા વાહનની ખરીદીમાં ગ્રાહકોને ફાયદો

આ કિંમતમાં ઘટાડાએ ગ્રાહકોને ધનતેરસના શુભ અવસર પર નવું વાહન ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ઉત્સાહિત ગ્રાહકોએ જણાવ્યું હતું કે ધનતેરસ એ નવી શરૂઆત અને સમૃદ્ધિનું પ્રતીક છે અને આ દિવસે વાહન ખરીદવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વેપારીઓએ પણ આ વર્ષે તહેવારોની સિઝનને બિઝનેસ બૂસ્ટર ગણાવી છે અને આવનારા દિવસોમાં પણ સારી માંગ જળવાઈ રહેવાની આશા વ્યક્ત કરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0