Ahmedabadમાં SOGએ 49 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી

Jul 27, 2025 - 21:00
Ahmedabadમાં SOGએ 49 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મધ્યપ્રદેશથી સપ્લાય થતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અમદાવાદ એસોજીએ 49 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ડ્રગ્સના આ નેટવર્કમાં નવા ખેલાડીઓ મેદાને આવ્યા છે. એટલે કે જે યુવકોનો કોઈ ગુનાહિત ભૂતકાળ ન હોય અથવા ડ્રગ્સનો ક્યારે સેવન પણ ન કર્યું હોય તેવા યુવકોનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. જોકે આ ડ્રગ્સ સિન્ડિકેટના સપ્લાયરો અન્ય રાજ્યમાં બેસી ગુજરાતમાં નેટવર્ક ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.


મધ્યપ્રદેશથી સપ્લાય થતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ 

અમદાવાદ એસઓજીએ બંને આરોપી પિયુષ પટેલ અને સચિન પુવારની 49 લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. એસઓજીને બાતમી મળી હતી કે નિકોલના રહેવાસી અને મૂળ મોડાસાના બંને યુવકો ડ્રગ્સનો જથ્થો વેચાણ માટે લઈને ફરી રહ્યા છે. તેવામાં નિકોલના ભક્તિ સર્કલ નજીકથી તેમની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા બંને આરોપી બે દિવસથી આ જથ્થો લઈ અમદાવાદમાં વેચાણ માટે ફરી રહ્યા હતા. તેવામાં પોલીસે બાતમીના આધારે તેમની ધરપકડ કરી. પરંતુ પોલીસ એ વાત જાણીને ચોંકી ગઈ કે ઝડપાયેલા બંને આરોપીઓમાંથી એક પણનો ગુનાહિત ઇતિહાસ અથવા ડ્રગ્સ નેટવર્ક સાથે કોઈ કનેક્શન નથી.

અમદાવાદ એસઓજીએ  49 લાખના ડ્રગ્સ સાથે ધરપકડ કરી

ઝડપાયેલ આરોપી પિયુષ પટેલ અને સચિન પુવારની ધરપકડ કરી ડ્રગ્સ અંગે તપાસ કરતા હકીકત સામે આવી કે અન્ય એક આરોપી જયેશ પટેલના કહેવાથી અલ્પેશ પટેલે આ જથ્થો મધ્યપ્રદેશ થી મોકલાવ્યો હતો. મોડાસાના રહેવાસી પિયુષ પટેલ અને સચિન પુવાર બંને અવારનવાર રાજસ્થાન જતા હોવાથી જયેશનો સંપર્ક થયો હતો અને ઝડપથી રૂપિયા કમાવવા તથા પિયુષના પિતાની સારવાર માટે રૂપિયાની જરૂર હોવાથી આ ડ્રગ્સનો જથ્થો મંગાવી વેચાણ કરી બે લાખ રૂપિયાનો નફો મેળવવાની તેમની તૈયારી હતી. સૌથી ચોકાવનારી વાત એ હતી કે, ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના ડ્રગ્સ સપ્લાયરો નિકોલ પોલીસ મથકથી માત્ર 500 મીટર દૂર સુધી ડીલેવરી આપવા આવ્યા હતા.

ડ્રગ્સ સપ્લાયરોની પણ એક નવી મોડસ ઓપરેન્ડી

ડ્રગ્સના ધંધામાં નવા ખેલાડીઓની એન્ટ્રી માટે ડ્રગ્સ સપ્લાયરોની પણ એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ડ્રગ્સનો જથ્થો વેચાણ થયા બાદ પોતાનું કમિશન મેળવી સપ્લાયરને રૂપિયા પહોંચાડવાના હોય છે એટલે કે એક પણ રૂપિયો રોક્યા વિના ડ્રગ્સનું મોટુ કમિશન મેળવવાની લાલચે યુવકો આ સિન્ડિકેટ સાથે જોડાઈ રહ્યા છે. જેથી પોલીસ ઝડપથી આવા આરોપીઓને પકડી કે રોકી શકતી નથી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0