Ahmedabadની વીએસ હોસ્પિટલને હેરિટેજ લુક અપાશે, કરોડોના બજેટની મળી મંજૂરી

અમદાવાદની વીએસ હોસ્પિટલને હેરિટેજ લુક અપાશે. હોસ્પિટલમાં હેરિટેજ પ્રકારના સમારકામ માટે કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી.વીએસ હોસ્પિટલમાં નવું સિટી સ્કેન મશીન, નવા સાધનો, નર્સિંગ સ્કૂલ, ડ્રેનેજ લાઈન જેવા વિવિધ કામો માટે 257.59 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું.શાસક પક્ષના 12.69 કરોડના સુધારા સાથે બજેટ મંજૂર કરવામાં આવ્યું. હોસ્પિટલને હેરિટેજ લુક અપાશેશહેરની વર્ષો જૂની હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. હોસ્પિટલની સ્થિતિ કથળતા દર્દીઓ સારી સારવારના અભાવથી વંચિત રહે છે. હોસ્પિટલનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે. આથી જ હોસ્પિટલનું નવીનીકરણ કરવાની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી. આર્થિક રીતે પછાત દર્દીઓને હોસ્પિટલની સુવિધાનો સારો લાભ મળે માટે નવા સાધનો સહિત હોસ્પિટલની જરૂરિયાતની વસ્તુઓમાં બદલાવ કરવા ભંડોળ પૂરું પાડવામાં આવશે. નવા સાધનો વસાવવા માટે રૂ.214 લાખ નસિંગ સ્કૂલ, હોસ્ટેલ રંગ, ડ્રેનેજ લાઈન માટે 50 લાખ નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે 150 લાખ શેઠ ચિનાઈ પ્રસૂતિ ગૃહના સમારકામ માટે 15 કરોડ નવું સિટી સ્કેન મશીન ખરીદવા 5 કરોડની ફાળવણી કરોડો રૂપિયાનું બજેટ મંજૂરAMC દ્વારા વિ.એસ.હોસ્પિટલ માટે વર્ષ 2025 -26માં 257.59 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું. હોસ્પિટલમાં નવા સાધનો વસાવવા માટે 214 લાખ ફાળવવામાં આવ્યા. તેમજ હોસ્પિટલની નસિંગ સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડીંગ રંગકામ તેમજ ડ્રેનેજ લાઈન માટે 50 લાખ ફાળવવામાં આવ્યા. હોસ્પિટલના હેરિટેજ પ્રકારનું સમારકામ માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા. જ્યારે શેઠ ચિનાઈ પ્રસૂતિ ગૃહના સમારકામ માટે 15 કરોડ ફાળવવામાં આવ્યા. સિટી સ્કેન મશીન આજે ગંભીર બીમારીમાં વધુ જરૂરિયાત માંગતું સાધન છે. આથી જ નવા સિટી સ્કેશ મશીનની ખરીદી માટે 5 કરોડ અને નવુ ઇકો મશીન ખરીદવા માટે 50 લાખ, તેમજ નવું સોનોગ્રાફી મશીન ખરીદવા 25 લાખની ફાળવણી કરાશે. વિવિધ કામગીરી માટે લાખો રૂપિયાની મંજૂરીનવુ એકસ રે મશીન ખરીદવા 90 લાખ, ટ્રોમા સેન્ટરના કલરકામ ફોલસ સિલીંગ અને પ્રૂફિંગ કામગીરી માટે 50 લાખ, હોસ્પિટલના એકાઉન્ટ તેમજ અન્ય વિભાગના સિસ્ટમ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે 100 લાખની મંજૂરી આપવામાં આવી. તેમજ નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે 150 લાખ ફાળવવામાં આવ્યા. જૂના વર્ષોમાં વીએસ હોસ્પિટલની પ્રતિષ્ઠા હતી. હોસ્પિટલમાં દૂર દૂરથી દર્દીઓ સારવાર માટે આવતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી બાજુમાં SVP જેવી નવા સાધનો અને સારા મશીન ધરાવતી હોસ્પિટલ શરૂ થતા વીએસ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો.પરંતુ હવે AMC દ્વારા વીએસ હોસ્પિટલનું નવીનકરણને લઈને કામગીરી તેજ કરાતા ભંડોળના બજેટ પર મહોર મારવામાં આવી. શાસક પક્ષ દ્વારા 25 કરોડ રૂપિયાના ભંડોળની ફાળવણી કરવામાં આવતા આગામી સમયમાં વીએસ હોસ્પિટલને હેરિટેજ લુક મળશે.

Ahmedabadની વીએસ હોસ્પિટલને હેરિટેજ લુક અપાશે, કરોડોના બજેટની મળી મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની વીએસ હોસ્પિટલને હેરિટેજ લુક અપાશે. હોસ્પિટલમાં હેરિટેજ પ્રકારના સમારકામ માટે કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી.વીએસ હોસ્પિટલમાં નવું સિટી સ્કેન મશીન, નવા સાધનો, નર્સિંગ સ્કૂલ, ડ્રેનેજ લાઈન જેવા વિવિધ કામો માટે 257.59 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું.શાસક પક્ષના 12.69 કરોડના સુધારા સાથે બજેટ મંજૂર કરવામાં આવ્યું.

હોસ્પિટલને હેરિટેજ લુક અપાશે

શહેરની વર્ષો જૂની હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. હોસ્પિટલની સ્થિતિ કથળતા દર્દીઓ સારી સારવારના અભાવથી વંચિત રહે છે. હોસ્પિટલનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે. આથી જ હોસ્પિટલનું નવીનીકરણ કરવાની તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી. આર્થિક રીતે પછાત દર્દીઓને હોસ્પિટલની સુવિધાનો સારો લાભ મળે માટે નવા સાધનો સહિત હોસ્પિટલની જરૂરિયાતની વસ્તુઓમાં બદલાવ કરવા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

  • નવા સાધનો વસાવવા માટે રૂ.214 લાખ
  • નસિંગ સ્કૂલ, હોસ્ટેલ રંગ, ડ્રેનેજ લાઈન માટે 50 લાખ
  • નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે 150 લાખ
  • શેઠ ચિનાઈ પ્રસૂતિ ગૃહના સમારકામ માટે 15 કરોડ
  • નવું સિટી સ્કેન મશીન ખરીદવા 5 કરોડની ફાળવણી

કરોડો રૂપિયાનું બજેટ મંજૂર

AMC દ્વારા વિ.એસ.હોસ્પિટલ માટે વર્ષ 2025 -26માં 257.59 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું. હોસ્પિટલમાં નવા સાધનો વસાવવા માટે 214 લાખ ફાળવવામાં આવ્યા. તેમજ હોસ્પિટલની નસિંગ સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડીંગ રંગકામ તેમજ ડ્રેનેજ લાઈન માટે 50 લાખ ફાળવવામાં આવ્યા. હોસ્પિટલના હેરિટેજ પ્રકારનું સમારકામ માટે 25 કરોડ ફાળવવામાં આવ્યા. જ્યારે શેઠ ચિનાઈ પ્રસૂતિ ગૃહના સમારકામ માટે 15 કરોડ ફાળવવામાં આવ્યા. સિટી સ્કેન મશીન આજે ગંભીર બીમારીમાં વધુ જરૂરિયાત માંગતું સાધન છે. આથી જ નવા સિટી સ્કેશ મશીનની ખરીદી માટે 5 કરોડ અને નવુ ઇકો મશીન ખરીદવા માટે 50 લાખ, તેમજ નવું સોનોગ્રાફી મશીન ખરીદવા 25 લાખની ફાળવણી કરાશે.

વિવિધ કામગીરી માટે લાખો રૂપિયાની મંજૂરી

નવુ એકસ રે મશીન ખરીદવા 90 લાખ, ટ્રોમા સેન્ટરના કલરકામ ફોલસ સિલીંગ અને પ્રૂફિંગ કામગીરી માટે 50 લાખ, હોસ્પિટલના એકાઉન્ટ તેમજ અન્ય વિભાગના સિસ્ટમ સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે 100 લાખની મંજૂરી આપવામાં આવી. તેમજ નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે 150 લાખ ફાળવવામાં આવ્યા. જૂના વર્ષોમાં વીએસ હોસ્પિટલની પ્રતિષ્ઠા હતી. હોસ્પિટલમાં દૂર દૂરથી દર્દીઓ સારવાર માટે આવતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી બાજુમાં SVP જેવી નવા સાધનો અને સારા મશીન ધરાવતી હોસ્પિટલ શરૂ થતા વીએસ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો.પરંતુ હવે AMC દ્વારા વીએસ હોસ્પિટલનું નવીનકરણને લઈને કામગીરી તેજ કરાતા ભંડોળના બજેટ પર મહોર મારવામાં આવી. શાસક પક્ષ દ્વારા 25 કરોડ રૂપિયાના ભંડોળની ફાળવણી કરવામાં આવતા આગામી સમયમાં વીએસ હોસ્પિટલને હેરિટેજ લુક મળશે.