Ahmedabadની પોલીસ રાક્ષસ બની કે શું ? યુવકને બેરહેમીપૂર્વક લાકડીથી ઢીબી નાખ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ પોલીસનો એક મીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં બે પોલીસકર્મી એક યુવકને માર મારી રહ્યા છે અને ખુલ્લા મેદાનમાં બે પોલીસકર્મી યુવકને માર મારે છે અને લાકડીના મારથી યુવકને નીચે પાડી છે, સંદેશ ન્યૂઝ ડિજીટલ આ વાયરલ વીડિયોની પૃષ્ઠી નથી કરતુ, પરંતુ વીડિયોમાં દેખાય છે કે સાઈડમાં પીસીઆર વાન ઉભી છે.
અમદાવાદમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ
અમદાવાદમાં પોલીસની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં પર વાયરલ થયો છે, જેમાં યુવકને લાકડીથી માર મારતા 2 પોલીસકર્મીઓ દેખાયા અને સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો રોંગ સાઈડમાં આવવા બાબતે રકઝક થતા માર માર્યો હોવાની વાત સામે આવી છે, હીરાભાઈ માર્કેટ દીવાન બલ્લુભાઈ રોડ પર આ બનાવ બન્યો છે અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે.
શું પોલીસકર્મી સામે ભરાશે કોઈ પગલા ?
વીડિયો જોઈને આપણા પણ રૂવાડા ઉભા થઈ જાય એવો યુવકને માર મારવામાં આવે છે, પોલીસ તેમના પાવરનો ખોટો ઉપયોગ આમ નાગરિકો પર કરી રહી છે તેવું લાગી રહ્યું છે, કોઈ આરોપીને માર મારતા હોય તેવું લાગી રહ્યું છે, આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી અને શું પોલીસ આ વીડિયોના આધારે કોઈ કાર્યવાહી કરશે કે નહી તે જોવાનું રહેશે, જે બે પોલીસ યુવકને માર મારી રહી છે તે કોન્સ્ટેબલને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખાલી સસ્પેન્ડ કરીને સંતોષ માનશે કે શું ?
આવી પોલીસને પણ સજા પડવી જોઈએ
સામાન્ય માણસોની સામે રોફ જમાવતી પોલીસના અનેક વાર વીડિયો વાયરલ થયા છે, ત્યારે નાના માણસોને ખિસ્સામાં રાખીને પોતાની જાતને આઈપીએસ અધિકારી સમજતા આ પોલીસ કર્મી સામે ફરિયાદ થવી જોઈએ અને તેમને કડકમાં કડક સજા થાય તેવું ઉદાહરણ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બેસાડવું જોઈએ, જો આવા પોલીસ સામે ફરિયાદ નહી થાય તો અન્ય પોલીસ કર્મીઓ પણ આવું કરી શકે છે અને આવા ઘણા કિસ્સાઓ અગાઉ પણ બનેલા છે.
What's Your Reaction?






