Ahmedabad:નિવૃત્ત શિક્ષક સહિત આખા પરિવારને 10 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ઠગ 39 લાખ લઈ ગયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાયબર ઠગો નિવૃત્ત શિક્ષક સહિત આખા પરિવારને દસ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી 39 લાખ લઈ ગયાની ઘટના મંગળવારે પ્રકાશમાં આવી છે. નકલી કોર્ટ, સુપ્રિમકોર્ટના જજ, મુંબઈ ક્રાઈમબ્રાંચના આઈપીએસ અને ટ્રાઈના અધિકારી તરીકે કોલ કરી વૃદ્ધને ઠગોએ ડરાવ્યા હતા.
તમારા આધારકાર્ડથી ખરીદેલા સીમકાર્ડ નંબરથી લોકોને પોર્ન વીડિયો મોકલી હેરાન કર્યાની ફરિયાદ તેમજ તમારા નામે ખુલેલા બેંક ખાતામાં રોકાણના નામે લાલચ આપી બે કરોડ ભરાવી ફ્રોડ થયાની બીજી ફરિયાદ એમ બે ફરિયાદ તમારા વિરૂદ્ધ છે. તમે નિદોર્ષ છો, તો તમારે પીસીસી અને એનઓસી સર્ટી લેવું પડશે. આ સિક્રેટ મિશન બાબતે કોઈને કહેશો તો તમે આરોપી બનશો. આ રીતે નિવૃત્ત શિક્ષક અને તેમના પરિવારને ડિજિટલ એરેસ્ટ કરી ઠગોએ બેંક ખાતાની અને મ્યુચ્યુઅલ ફંડની રકમ વિડ્રો કરાવી ઠગોએ તેઓના ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. ડિજિટલ એરેસ્ટ થયાનું ધ્યાને આવતા નિવૃત્ત શિક્ષકે સાયબર હેલ્પલાઈન પર કોલ કરી ફરિયાદ આપી હતી.
નિવૃત્ત શિક્ષકે ખોટી ઓળખ આપનાર ટ્રાય અધિકારી અજય મહેતા, મુંબઈ ક્રાઈમબ્રાંચના આઈપીએસ સંદિપ રોય, વિજય ખન્ના અને સુપ્રિમ કોર્ટના જજ તરીકે ઓળખ આપનાર સહિતના લોકો વિરૂદ્ધ સાયબર સેલમાં ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદી પર ગત તા.12-9ના રોજ કોલ શરૂ થયા જેમાં ટ્રાઈના અધિકારી, આઈપીએસ અને સુપ્રિમ કોર્ટના જજ તરીકે ઓળખ આપી આરોપીઓએ વીડિયો કોલ પર ફરિયાદીને તેઓ સામે નરેશ ગોયલે તમારા ખાતામાં 24 લોકોને પોન્ઝી સ્કીમ હેઠળ છેતરી બે કરોડ ભરાવ્યા તેમજ તમારા નામે લેવાયેલા સીમકાર્ડથી પોનોગ્રાફી વીડિયો લોકોને મોકલી હેરાન કરવામાં આવ્યા છે. આ મામલે બે ફરિયાદ થઈ છે, તમે નિદોર્ષ છો તમારે પીસીસી (પોલીસ કલીયરન્સ સર્ટી) અને એનઓસી (નો ઓબ્જેકશન સર્ટી) લેવું પડશે. આ સિક્રેટ મિશન હોવાથી તમે કોઈને વાત કરશો તો નરેશ ગોયલની ટોળકી પૂરાવાનો નાશ કરી નાંખશે અને તમે આરોપી બની જશો. તમારા અને પરિવારના બેંકની વિગતો અને રોકાણની વિગતો આપો જે નાણાં અમે કહીએ તે ખાતામાં જમા કરાવો.ખરાઈ કરી તમને નાણાં પરત આપીશું તેમ કહી આરોપીઓએ ફરિયાદી સહિતના બેંક ખાતામાં રહેલી રકમ તેમજ મ્યુચ્યુઅલ ફંડ રોકેલી રકમ વિડ્રો કરાવી કુલ રૂ.38.70 લાખ ઠગોએ ટ્રાન્સફર કરાવ્યા હતા. ફરિયાદીને ગત તા.22-9ના રોજ દસ દિવસે તેઓ સાયબર ફ્રોડના ડિજિટલ એરેસ્ટ નો ભોગ બન્યાની જાણ થતા સાયબર હેલ્પ લાઈન પર કોલ કર્યો હતો. ઠગો એ વીડિયો કોલમાં કોર્ટ રૂમ બતાવ્યો તેમજ ઈન્સ્ટા, સ્નેપચેટ અને ટેલીગ્રામ એપ પરિવાર પાસે અનઈન્સ્ટોલ કરાવી હતી.
પુત્રીને એક્ઝામ આપવા બહાર જવાનું હોઈ સાયબર ઠગ પાસે મંજૂરી લીધી
નિવૃત્ત શિક્ષક પર સાયબર ઠગોના કોલની શરૂઆત ગત તા.12-9થી થઈ અને પરિવાર એટલો ડરી ગયો કે બે દિવસ પછી પુત્રીને એક્ઝામ આપવા બહાર જવાનું હતું. પરિવારે નકલી આઈપીએસ બનેલા સાયબર ઠગને કોલ કરી પરીક્ષા આપવા બહાર જવાનું મંજૂરી માંગી હતી. તે સમયે આરોપીએ ફરિયાદીની પુત્રીનો નંબર લઈ સતત લોકેશન આપતા રહેવાનું તેમ જણાવ્યું હતું.
What's Your Reaction?






