Ahmedabadના સિંધુભવન રોડ પર આવેલી ‘ગ્વાલિયા રેસ્ટોરન્ટ’ના ઘેવરમાંથી નીકળ્યો વાળ, ગ્રાહકે વીડિયો કર્યો વાયરલ!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં ખાણી-પીણીની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને વધુ એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર આવેલી જાણીતી 'ગ્વાલિયા રેસ્ટોરન્ટ'માંથી એક ગ્રાહકે મંગાવેલા ઘેવરમાંથી અણગમતો વાળ નીકળવાની ઘટના બની છે. તહેવારોની સિઝનમાં ખરીદવામાં આવતી મીઠાઈ જેવી ખાધ્યચીજોમાં આ પ્રકારે ગંદકી જોવા મળતા ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે.
પાર્સલ ખોલતા જ ઘેવરમાંથી વાળ નીકળ્યો
ગ્રાહકે ગ્વાલિયા રેસ્ટોરન્ટમાંથી ઘેવરનું પાર્સલ મંગાવ્યું હતું. જો કે, જ્યારે ઘરે જઈને પાર્સલ ખોલવામાં આવ્યું ત્યારે ઘેવરની અંદરથી વાળ નજરે પડ્યો હતો. આ જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો અને તેણે તાત્કાલિક આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર તેમજ રેસ્ટોરન્ટના સ્ટાફને મોકલીને વિરોધ નોંધાવ્યો હતો, જે ભારે વાયરલ થયો છે.
ખોરાકની ગુણવત્તા સામે ગંભીર સવાલો
મામલો વિવાદમાં આવતા રેસ્ટોરન્ટના સ્ટાફે પણ ઘેવરમાંથી વાળ નીકળ્યા હોવાની વાત આખરે સ્વીકારી લીધી હતી. જો કે, આ ઘટના બાદ શહેરીજનો અને ખાધ્યરસિકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે પ્રખ્યાત અને મોંઘી રેસ્ટોરન્ટો દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કેવું ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવે છે. તંત્ર દ્વારા આવી બેદરકાર હોટલ-રેસ્ટોરન્ટો સામે કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

