Ahmedabadના સરદારનગરમાં બે યુવકો પર થયો હુમલો, એકનું સારવાર દરમિયાન મોત

Jan 30, 2025 - 16:01
Ahmedabadના સરદારનગરમાં બે યુવકો પર થયો હુમલો, એકનું સારવાર દરમિયાન મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરના નરોડા પાટીયા વિસ્તારમાં મોડીરાતે બે યુવકો પર ઘાતકી હુમલો થયો છે. જેમાં એકનું મોત થયુ તો અન્ય એક ઈજાગ્રસ્ત છે.યુવક નોકરી પૂરી કરીને ઘરે જઇ રહ્યો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી.જે અંગે 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી સરદારનગર પોલીસે તેની તપાસ હાથધરી છે.

હત્યાનો નોંધાયો ગુનો

શહેરના સરદાર નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નરોડા પાટીયા પાસે ગઈકાલે મોડી રાત્રે ભરત ઠાકોરની હત્યા કરવામા આવી તેમની સાથે શિવ પ્રસાદ ગોસાઈ નામના ઈસમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં શિવપ્રસાદને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.એકની હત્યા અને વધુ એકના હત્યાના પ્રયાસ મામલે સરદારનગર પોલીસે અભય અને અન્ય ત્રણ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોધી ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે.

લૂંટના ઈરાદે થઈ હોય હત્યા

હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ કરતા હકીકત સામે આવી કે, મૃતક ભરત ઠાકોર ખાનગી કંપનીમા લક્ઝરી બસ ચલાવે છે.અને બસ મૂકી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો, જેમાં તેનું મૃત્યુ થયુ તો અન્ય એક ઇજાગ્રસ્ત શિવ પ્રકાશ ગોસાઈ અગરબત્તી વેચવાનું છૂટક કામ કરે છે અને બંને વચ્ચે સીધી રીતે કોઈ સંપર્ક અથવા પરિચય નથી જેથી તેમના પર હુમલો કયા કારણોસર થયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ પોલીસ સૂત્રોનું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વો લૂંટના ઇરાદે આ છરી મારી હોઈ શકે છે જેને લઇ પોલીસે અભય અને તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ પકડથી આરોપીઓ દૂર

ભરત ઠાકોર પોતાના રોજિંદા સમય ઘરે ન આવતા પરિવાર તેમની શોધખોળ કરી રહ્યો હતો.અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.જેથી તેમની પાર્ક કરેલી બસથી ઘર તરફ તપાસ કરતા રસ્તામાં લોકોનું ટોળું હતું અને ત્યાં જ તેમની લાશ પડી હતી જે અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીઓ અને બનાવના મૂળ સુધી પહોંચવા તપાસ હાથધરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0