Ahmedabadના રામોલમાં પ્રેમ સંબંધ ન રાખતા જૂના પાડોશીએ મહિલાની કરી હત્યા

May 28, 2025 - 13:00
Ahmedabadના રામોલમાં પ્રેમ સંબંધ ન રાખતા જૂના પાડોશીએ મહિલાની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વસ્ત્રાલમાં ફરી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પ્રેમ સબંધ ના રાખતા 2 આરોપીએ મહિલાની હત્યા કરી હોવાની વાત સામે આવી છે, રામોલમાં ભોળાનાથ પાર્કમાં મહિલાની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જેમાં અશોક પટેલ નામના શખ્સે મહિલાની હત્યા કરી છે અને પોલીસે અશોકની ધરપકડ કરી છે,

પ્રેમ સંબંધ ન રાખતા છરીના ઘા ઝીંકી કરી હત્યા

રામોલમાં હર ભોળાનાથ પાર્કમાં મહિલાની હત્યા થઈ હોવાની વાત સામે આવી છે જેમાં અશોક પટેલ સહિત 2 આરોપીએ હત્યા કરી છે, જેમાં અગાઉ આરોપીએ મહિલાને સંબંધ રાખવા આપી હતી ધમકી અને મહિલાએ સબંધ રાખવાની ના પાડતા તેની હત્યા કરી નાખવામાં આવી છે, આરોપી અને મૃતક 2014થી પરિચયમાં હતા અને અગાઉ એક જ એપાર્ટમેન્ટમાં સાથે રહેતા હતા, આરોપીનો ગુનાની ઇતિહાસ પણ સામે આવ્યો છે અને આરોપી વિરુદ્ધ દારૂના ગુના નોંધાયેલા છે.

આરોપી અને મૃતકના પતિ વચ્ચે ઝઘડો થયો હતો : પોલીસ

આરોપી અને મૃતક અગાઉ ઉત્સવ સીટી બ્લોક નં. આઈ/૪૦૪ ખાતે ફ્લેટમાં રહેતા હતા ત્યારે અશોક સાથે મૃતક મહિલાની ઓળખ થઈ હતી ત્યારબાદ તેમનો સંબધ વધવા લાગ્યો હતો, મહત્વનું છે કે રાત્રે જૂના ફલેટમાં આરોપી મૃતક મહિલાના પતિ સાથે અવાર-નવાર મિત્રતાના નાતે બેસતો હતો અને તેમની સાથે બેસતો હતો અને પછી આરોપીએ ઘરે આવવાનું શરૂ કર્યુ હતુ. મુખ્ય આરોપી અશોક પટેલે ફરીયાદીના પત્નીને કોઇને કોઇ બહાને ફરીયાદીના ઘરે આવ જાવ કરતો હોય અને ફરીયાદીની પત્ની અંકિતાને પોતાની સાથે ફોન ઉપર વાત કરવા તથા પોતાની સાથે સંબંધ રાખવા આરોપી ફરીયાદીને તેના છોકરાઓને ઉપાડી તથા જાન મારી નાખવાની ધમકી આપતા હતા જેથી ફરીયાદીની પત્ની આરોપીના દબાણવશ થઈ આ રોપી સાથે વાતચીત કરતા હતા અને આરોપી સાથે ફરીયાદીની પત્ની મળવા કે ફોન ઉપર વાતચીત ન કરે ત્યારે આરોપી અવાર નવાર ફરીયાદીની પત્ની સાથે તથા ફરીયાદી સાથે મારપીટ તથા બોલાચાલી ઝગડો કરતો હતો

આરોપીએ ઘરે આવીને હત્યા કરી હોવાની માહિતી છે

તે બાબતે આરોપી ઉપર ફરીયાદી તથા તેઓની પત્નીએ અગાઉ પોલીસ ફરીયાદ કરેલ હોય તેમ છતા પણ આરોપી અશોક ફરીયાદીના પત્ની ને સબંધ રાખવા સારૂ ધમકીઓ આપી દબાણ કરતો હોય અને ફરીયાદીના પત્નીને આરોપી સાથે કોઇ સબંધ રાખવો ન હોય જેની અદાવત રાખી ગઇ તા ૨૭/૦૫/૨૦૨૫૨૦૨૫ના રોજ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ ફરીયાદીના પત્ની મરણજનાર અંકિતાબેન વા/ઓ ચંન્દ્રકાંતભાઇ ઉર્ફે ચિરાગભાઇ પ્રજાપતી ઉ.વ.૩૫ નાઓ પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન આ કામના મુખ્ય આરોપી અશોક મનસુખભાઇ પટેલ અને તેના મિત્રોએ ઘરે આવીને હત્યા કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0