Ahmedabadના નિકોલમાં AMCનો સપાટો: સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો અને જાહેર માર્ગો પરના દબાણો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કડીમાં કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે નિકોલ વોર્ડમાં આવેલા એક જાણીતા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પર અચાનક ત્રાટકીને મોટા પાયે તોડફોડની કાર્યવાહી હાથ ધરી હતી. પૂર્વ ઝોનના અધિકારીઓ અને પોલીસ કાફલાની હાજરીમાં વહેલી સવારથી જ નિકોલ વિસ્તારમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા, જેનાથી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગેરકાયદે એકમો તોડી પડાયા
નિકોલ વોર્ડમાં આવેલા ‘સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક’માં કેટલાક એકમો દ્વારા મંજૂરી વિના અને નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે પાકા તેમજ કાચા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. આ બાબતે સ્થાનિક તંત્રને ફરિયાદો મળતાં, એસ્ટેટ વિભાગે કાયદેસરની નોટિસ ફટકાર્યા બાદ પણ બાંધકામ ન હટાવાતા આખરે જેસીબી મશીનો સાથે ઓપરેશન શરૂ કર્યું હતું. ટીમે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માર્જિન અને કોમન પ્લોટની જગ્યામાં ઉભા કરાયેલા ગેરકાયદે સેડ તેમજ દિવાલોના બાંધકામને તોડી પાડીને જમીનદોસ્ત કરી દીધા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાને દબાણમુક્ત કરાવી હતી.
નિયમભંગ કરનારા એકમોને રૂ.80 હજારથી વધુનો દંડ
એસ્ટેટ વિભાગે માત્ર ગેરકાયદેસર સ્ટ્રક્ચર તોડવા પૂરતી જ કાર્યવાહી સીમિત ન રાખી, પરંતુ નિયમોનો સરેઆમ ભંગ કરનારા જુદા-જુદા ઔદ્યોગિક એકમોને કડક આર્થિક દંડ પણ ફટકાર્યો હતો. તંત્ર દ્વારા અલગ-અલગ એકમો પાસેથી કુલ રૂપિયા 80 હજારથી વધુની માતબર રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એસ્ટેટ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ પૂર્વ ઝોનના નિકોલ સહિતના અન્ય વિસ્તારોમાં ગેરકાયદે કોમર્શિયલ કે રેસિડેન્શિયલ બાંધકામો સામે આ જ પ્રકારે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને સખત પગલાં લેવામાં આવશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

