Ahmedabadના નારોલમાં ઝડપાયો નકલી DYSP, રોલા પાડવા કારમાં લગાવી હતી "લાલ લાઈટ"

અમદાવાદમાંથી ફરી નકલી પોલીસ ઝડપાઈ ગયો છે,નારોલની અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી જેલ હવાલે કર્યો છે,લાંભા રોડ પર નકલી પોલીસ કારની ઉપર પોલીસની લાઈટ અને પોલીસ લખીને ફરી રહ્યો હતો,પોતાની ગાડી પર પોલીસ જેવી લાઈટો રાખી અને લોકોની વચ્ચે રૌફ જમાવતો હતો,ત્યારે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે. નારોલ પોલીસે નકલી પોલીસને ઝડપી નારોલ પોલીસે નકલી પોલીસને ઝડપી પાડયો છે,નકલી પોલીસ અસલી પોલીસનો વહેમ રાખી લોકો સામે રૌફ જમાવતો હતો,પોલીસને આ બાબતની જાણ થઈ હતી અને બાતમીના આધારે તેને કાર સાથે ઝડપી પાડયો હતો,આરોપીનું નામ વિરાજ મેઘા છે અને તેની કારમાંથી એક છરી પણ મળી આવી છે,પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે,સાથે સાથે આરોપીએ પોલીસના નામે કયાંય તોડ તો નથી કર્યો તે દિશામાં તપાસ હાથધરી છે. આરોપીની ગાડીમાંથી છરી પણ મળી આવી પોલીસે આરોપીની કાર ચેક કરી તો તેની પાસેથી છરી પણ મળી આવી હતી,પોલીસે આરોપીને છરીને લઈ પૂછયુ પરતું તે પોલીસને સહકાર આપી રહ્યો નહી હોવાની વાત સામે આવી છે.આરોપી લોકોને ઓળખ આપતો હતો કે તે ડીવાયએસપી છે અને કંઈ પણ કામ હોય તો જણાવજો એમ કહીને લોકોમાં રોલો પાડતો હતો પરંતુ અસલી પોલીસે તેની ધરપકડ કરીને તેનો રોલો ઉતારી દીધો હતો,આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહી અને અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે. આરોપી વટવાનો રહેવાસી વટવા કેનાલ રોડ પાસે આવેલી વિનાયક રેસીડેન્સીમાં રહેતા વિરાજ નીતીનકુમાર મેઘા નકલી ડીવાયએસપી હોવાનો રોફ જમાવીને ફરતો રહેતો હતો. નારોલ પોલીસે લાંભા ટર્નિંગ પાસેથી ગાડીમાંથી તેની ધરપકડ કરી છે. આરોપી યુવકે તેની ગાડીની નંબર પ્લેટ પર ડીવાયએસપી તથા પોલીસના સિમ્બોલ લગાવેલા હતા. આ ઉપરાંત પોલીસને તેની તપાસ દરમિયાન કમરના ભાગેથી ધારદાર છરી મળી આવી હતી. 

Ahmedabadના નારોલમાં ઝડપાયો નકલી DYSP, રોલા પાડવા કારમાં લગાવી હતી "લાલ લાઈટ"

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાંથી ફરી નકલી પોલીસ ઝડપાઈ ગયો છે,નારોલની અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી જેલ હવાલે કર્યો છે,લાંભા રોડ પર નકલી પોલીસ કારની ઉપર પોલીસની લાઈટ અને પોલીસ લખીને ફરી રહ્યો હતો,પોતાની ગાડી પર પોલીસ જેવી લાઈટો રાખી અને લોકોની વચ્ચે રૌફ જમાવતો હતો,ત્યારે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

નારોલ પોલીસે નકલી પોલીસને ઝડપી

નારોલ પોલીસે નકલી પોલીસને ઝડપી પાડયો છે,નકલી પોલીસ અસલી પોલીસનો વહેમ રાખી લોકો સામે રૌફ જમાવતો હતો,પોલીસને આ બાબતની જાણ થઈ હતી અને બાતમીના આધારે તેને કાર સાથે ઝડપી પાડયો હતો,આરોપીનું નામ વિરાજ મેઘા છે અને તેની કારમાંથી એક છરી પણ મળી આવી છે,પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે,સાથે સાથે આરોપીએ પોલીસના નામે કયાંય તોડ તો નથી કર્યો તે દિશામાં તપાસ હાથધરી છે.


આરોપીની ગાડીમાંથી છરી પણ મળી આવી

પોલીસે આરોપીની કાર ચેક કરી તો તેની પાસેથી છરી પણ મળી આવી હતી,પોલીસે આરોપીને છરીને લઈ પૂછયુ પરતું તે પોલીસને સહકાર આપી રહ્યો નહી હોવાની વાત સામે આવી છે.આરોપી લોકોને ઓળખ આપતો હતો કે તે ડીવાયએસપી છે અને કંઈ પણ કામ હોય તો જણાવજો એમ કહીને લોકોમાં રોલો પાડતો હતો પરંતુ અસલી પોલીસે તેની ધરપકડ કરીને તેનો રોલો ઉતારી દીધો હતો,આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહી અને અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે.

આરોપી વટવાનો રહેવાસી

વટવા કેનાલ રોડ પાસે આવેલી વિનાયક રેસીડેન્સીમાં રહેતા વિરાજ નીતીનકુમાર મેઘા નકલી ડીવાયએસપી હોવાનો રોફ જમાવીને ફરતો રહેતો હતો. નારોલ પોલીસે લાંભા ટર્નિંગ પાસેથી ગાડીમાંથી તેની ધરપકડ કરી છે. આરોપી યુવકે તેની ગાડીની નંબર પ્લેટ પર ડીવાયએસપી તથા પોલીસના સિમ્બોલ લગાવેલા હતા. આ ઉપરાંત પોલીસને તેની તપાસ દરમિયાન કમરના ભાગેથી ધારદાર છરી મળી આવી હતી.