Ahmedabadના નરોડામાં પોલીસકર્મીના પત્ની-પુત્રએ કર્યો આપઘાત, પોલીસે હાથધરી તપાસ

અમદાવાદમાં 7 વર્ષીય દીકરા સાથે માતાએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે,જેમાં નરોડાના હંસપુરા વિસ્તારમાં આ ઘટના બની છે,મૃતકના પતિ કે જેઓ હિંમતનગરમાં ડોગ સ્કોર્ડ પોલીસમાં ફરજ બજાવે છે અને ત્રીજા માળેથી ઝંપલાવી મહિલાએ આપઘાત કર્યો છે,ઘટના બનતાની સાથે આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા પરંતુ માતા-પુત્રને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે તેમનું મોત થયું છે. ત્રીજા માળેથી દીકરા સાથે માતાએ ઝંપલાવ્યું નરોડાના હંસપુરા વિસ્તારમાં રહેતા પોલીસકર્મીની પત્નીએ દીકરા સાથે જીવન ટૂંકાવ્યું છે,માતાની માનસિક બીમારીની દવા ચાલતી હોવાનું આસપાસના સ્થાનિકોએ કહ્યું છે.તો માતાની સાથે બાળક પણ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે.મહિલાનો પતિ મિતેષ હિંમતનગરમાં ડોગ સ્ક્વોડનો કર્મી છે.પોલીસે પરિવારના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે,હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે,તો બીજી તરફ મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. અચાનક આપઘાતથી પતિ પણ મૂંઝાયા અચાનક પત્ની અને પુત્રએ આપઘાત કરી લેતા પતિ અને પરિવાર પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે,પત્ની અને પુત્ર માનસિક બિમાર હોવાની વાત સામે આવી છે પોલીસે પતિનું પણ નિવેદન લીધુ છે અને કાર્યવાહી શરૂ કરી છે,પોલીસે મૃતકના ફોન પણ જપ્ત કર્યા છે,આસપાસના લોકોના નિવેદન અને ફલેટના સીસીટીવી પણ લીધા છે,પોલીસને સવાલ થઈ રહ્યો છે કે જો માતા માનસિક બીમાર હોય તો તે પુત્રને શા માટે જોડે લઈને આપઘાત કરે તે પણ સવાલ છે. આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટેના પગલાં 01-માતા -પિતા, શિક્ષકો, શાળા તથા કોલેજના સંચાલકોમાં આત્મહત્યા અંગે જાણકારી આપીને બાળકો, યુવાનો માં થતી આત્મહત્યાના બનાવો ઘટાડી શકાય છે. 02-સમાજમાં વિવિધ સંસ્થાઓ, કલબો, આત્મહત્યા નિવારણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં જાગૃતિ લાવી શકાય, માનસિક 03-બીમારીઓ અને મનોવૈજ્ઞાનિક સમસ્યા એ આત્મહત્યાના અગત્યના કારણો છે જે માટે યોગ્ય પ્રોફેશનલ સલાહકાર ની સલાહ અને સારવાર લેવી જરૂરી છે. તે કોઈપણ શરમ, સંકોચ કે ડર વગર લેવાવા જોઈએ. આ અભિગમ સમાજમાં પ્રવર્તે તે ખુબ જરૂરી છે,જેથી માનસિક બીમારીઓ અને તેની સારવાર અંગેની ગેરમાન્યતા અને ડર ઓછા થાય તેવા પગલાં લેવા જરૂરી છે. 03-સરકાર પણ આત્મહત્યા નિવારણ માટે ઘણા પગલાઓ લઇ શકે જેમ કે અમુક જોખમકારક દવાઓ, પદાર્થો પર પ્રતિબંધ મૂકી શકાય, અમુક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના જ મળે, જોખમી જગ્યાઓ પર સલામતિના પગલા લઇ શકાય. જેમકે, ઊંચા પુલ-મકાનો પર રેલીંગ લગાડવી. યોગ્ય કાયદાઓ દ્વારા હથિયારો પાર પ્રતિબંધ, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ચાલુ કરી શકાય. 04-બાળકો-યુવાનોમાં થતી આત્મહત્યાના નિવારણના એક પગલા સ્વરૂપે આજની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારની જરૂરિયાત છે. સ્કૂલ, કોલેજના શિક્ષણની સાથે વ્યવસાયિક ટ્રેઇનિંગ આપવી જરૂરી છે.

Ahmedabadના નરોડામાં પોલીસકર્મીના પત્ની-પુત્રએ કર્યો આપઘાત, પોલીસે હાથધરી તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં 7 વર્ષીય દીકરા સાથે માતાએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે,જેમાં નરોડાના હંસપુરા વિસ્તારમાં આ ઘટના બની છે,મૃતકના પતિ કે જેઓ હિંમતનગરમાં ડોગ સ્કોર્ડ પોલીસમાં ફરજ બજાવે છે અને ત્રીજા માળેથી ઝંપલાવી મહિલાએ આપઘાત કર્યો છે,ઘટના બનતાની સાથે આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા પરંતુ માતા-પુત્રને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે તેમનું મોત થયું છે.

ત્રીજા માળેથી દીકરા સાથે માતાએ ઝંપલાવ્યું

નરોડાના હંસપુરા વિસ્તારમાં રહેતા પોલીસકર્મીની પત્નીએ દીકરા સાથે જીવન ટૂંકાવ્યું છે,માતાની માનસિક બીમારીની દવા ચાલતી હોવાનું આસપાસના સ્થાનિકોએ કહ્યું છે.તો માતાની સાથે બાળક પણ માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું છે.મહિલાનો પતિ મિતેષ હિંમતનગરમાં ડોગ સ્ક્વોડનો કર્મી છે.પોલીસે પરિવારના નિવેદન લઈ તપાસ શરૂ કરી છે,હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે,તો બીજી તરફ મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

અચાનક આપઘાતથી પતિ પણ મૂંઝાયા

અચાનક પત્ની અને પુત્રએ આપઘાત કરી લેતા પતિ અને પરિવાર પણ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે,પત્ની અને પુત્ર માનસિક બિમાર હોવાની વાત સામે આવી છે પોલીસે પતિનું પણ નિવેદન લીધુ છે અને કાર્યવાહી શરૂ કરી છે,પોલીસે મૃતકના ફોન પણ જપ્ત કર્યા છે,આસપાસના લોકોના નિવેદન અને ફલેટના સીસીટીવી પણ લીધા છે,પોલીસને સવાલ થઈ રહ્યો છે કે જો માતા માનસિક બીમાર હોય તો તે પુત્રને શા માટે જોડે લઈને આપઘાત કરે તે પણ સવાલ છે.

આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટેના પગલાં

01-માતા -પિતા, શિક્ષકો, શાળા તથા કોલેજના સંચાલકોમાં આત્મહત્યા અંગે જાણકારી આપીને બાળકો, યુવાનો માં થતી આત્મહત્યાના બનાવો ઘટાડી શકાય છે.

02-સમાજમાં વિવિધ સંસ્થાઓ, કલબો, આત્મહત્યા નિવારણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં જાગૃતિ લાવી શકાય, માનસિક 03-બીમારીઓ અને મનોવૈજ્ઞાનિક સમસ્યા એ આત્મહત્યાના અગત્યના કારણો છે જે માટે યોગ્ય પ્રોફેશનલ સલાહકાર ની સલાહ અને સારવાર લેવી જરૂરી છે. તે કોઈપણ શરમ, સંકોચ કે ડર વગર લેવાવા જોઈએ. આ અભિગમ સમાજમાં પ્રવર્તે તે ખુબ જરૂરી છે,જેથી માનસિક બીમારીઓ અને તેની સારવાર અંગેની ગેરમાન્યતા અને ડર ઓછા થાય તેવા પગલાં લેવા જરૂરી છે.

03-સરકાર પણ આત્મહત્યા નિવારણ માટે ઘણા પગલાઓ લઇ શકે જેમ કે અમુક જોખમકારક દવાઓ, પદાર્થો પર પ્રતિબંધ મૂકી શકાય, અમુક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના જ મળે, જોખમી જગ્યાઓ પર સલામતિના પગલા લઇ શકાય. જેમકે, ઊંચા પુલ-મકાનો પર રેલીંગ લગાડવી. યોગ્ય કાયદાઓ દ્વારા હથિયારો પાર પ્રતિબંધ, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ચાલુ કરી શકાય.

04-બાળકો-યુવાનોમાં થતી આત્મહત્યાના નિવારણના એક પગલા સ્વરૂપે આજની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારની જરૂરિયાત છે. સ્કૂલ, કોલેજના શિક્ષણની સાથે વ્યવસાયિક ટ્રેઇનિંગ આપવી જરૂરી છે.