Ahmedabadના ચાંદખેડામાં 30 વર્ષીય પરિણીતાનો આપઘાત!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં શરમજનક અને કરૂણ ઘટના સામે આવી છે. ચાંદખેડામાં રહેતી 30 વર્ષીય પરિણીતા જયા જાદવે સાસરિયાઓના અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ફ્લેટના ચોથા માળેથી નીચે કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આપઘાત કરતાં પહેલાં જયા જાદવે પોતાની બહેનને ફોન કરીને સાસરિયાઓ દ્વારા કરવામાં આવતા ભયાનક અત્યાચાર અને ત્રાસ અંગે રડતાં રડતાં જાણ કરી હતી.
પિયરમાંથી 2 લાખ દહેજની માંગણી
પોલીસ ફરિયાદમાં દર્શાવેલી વિગતો મુજબ લગ્ન બાદથી જ જયાબેનને સાસરિયાઓ દ્વારા દહેજ માટે ટોર્ચર કરવામાં આવતી હતી. સાસરિયાઓએ પિયરમાંથી રૂ.2 લાખ મંગાવવા માટે ભારે દબાણ કર્યું હતું. આ ઉપરાંત, પરિણીતાનો પતિ દારૂ પીવાની કૂટેવ ધરાવતો હતો અને દારૂના નશામાં જયાબેનને ઢોર માર મારતો હતો. જ્યારે પણ જયાબેન પતિને દારૂ છોડવાનું કહેતાં, ત્યારે પતિ તેમને જાનથી મારી નાખવાની સીધી ધમકીઓ આપતો હતો. એટલું જ નહીં, પરિણીતાના નોકરીના પગારને લઈને પણ સાસરિયાઓ સતત હેરાનગતિ કરતા હતા.

પતિ, સાસુ, સસરા અને નણંદ સામે ગુનો નોંધાયો
પરિણીતાના આપઘાતના આ ગંભીર કેસમાં ચાંદખેડા પોલીસે પરિણીતાના પતિ, સાસુ, સસરા અને નણંદ એમ કુલ 4 લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા (Abetment to Suicide) અને દહેજ ઉત્પીડનની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ચાંદખેડા પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તજવીજ અને સઘન તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

