Ahmedabadના ગોદરેજ ગાર્ડન સિટી તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં ભારે રોષ

પાણી ભરાતા મીઠાખળી અંડરપાસ બંધ કરાયો ગોતા સ્મશાન સામે નદી જેવો માહોલ છવાયો પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ગુજરાતમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે,તેની વચ્ચે પાણી ભરાવાની સમસ્યા ઓછી નથી થઈ રહી,આજે અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે,તેની વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે,સાથે સાથે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભરાયા પાણી અમદાવાદ શહેરમાં સવારથી વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે,શહેરના ગોતા,ચાંદલોડિયા,રાણીપ વિસ્તારમાં પાણી ભરાયા છે,કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાન પર પાણી ફરી વળ્યું છે.ચાંદલોડિયાના સિલ્વરસ્ટાર વિસ્તારમાં ડ્રેનેજ પાણી બેક થયા છે જે વરસાદના પાણી સાથે ભળી ગયા છે.તો પાણીના અતિ ફોર્સથી મેઈન હોલનું ઢાંકણું ખુલી ગયું છે. થલતેજમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા થલતેજમાં SG હાઈવે તેમજ સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,પાણી ભરાતા લોકો વરસાદના પાણીમાંથી વાહન લઈને પસાર થઈ રહ્યાં છે અને હાલાકીનો સામનો કરી રહ્યાં છે,પોશ વિસ્તારમાં આવી સ્થિતિ છે તો બીજા વિસ્તારોમાં શું સ્થિતિ હશે તે વિચારી શકાય છે,અમદાવાદમાં વરસાદે કોર્પોરેશનની ઈજ્જતના ધજાગરા ઉડાવી દીધા છે. ગુજરાતના 100 તાલુકામાં મેઘ મહેર હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં સવારે 8થી 10 વાગ્યા સુધી 100 તાલુકામાં મેઘ મહેર થઇ છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વિજાપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ક્વાંટ અને પારડીમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Ahmedabadના ગોદરેજ ગાર્ડન સિટી તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાણી ભરાતા મીઠાખળી અંડરપાસ બંધ કરાયો
  • ગોતા સ્મશાન સામે નદી જેવો માહોલ છવાયો
  • પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી

ગુજરાતમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે,તેની વચ્ચે પાણી ભરાવાની સમસ્યા ઓછી નથી થઈ રહી,આજે અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે,તેની વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે,સાથે સાથે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદ શહેરમાં સવારથી વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે,શહેરના ગોતા,ચાંદલોડિયા,રાણીપ વિસ્તારમાં પાણી ભરાયા છે,કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન પ્લાન પર પાણી ફરી વળ્યું છે.ચાંદલોડિયાના સિલ્વરસ્ટાર વિસ્તારમાં ડ્રેનેજ પાણી બેક થયા છે જે વરસાદના પાણી સાથે ભળી ગયા છે.તો પાણીના અતિ ફોર્સથી મેઈન હોલનું ઢાંકણું ખુલી ગયું છે.

થલતેજમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા

થલતેજમાં SG હાઈવે તેમજ સર્વિસ રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે,પાણી ભરાતા લોકો વરસાદના પાણીમાંથી વાહન લઈને પસાર થઈ રહ્યાં છે અને હાલાકીનો સામનો કરી રહ્યાં છે,પોશ વિસ્તારમાં આવી સ્થિતિ છે તો બીજા વિસ્તારોમાં શું સ્થિતિ હશે તે વિચારી શકાય છે,અમદાવાદમાં વરસાદે કોર્પોરેશનની ઈજ્જતના ધજાગરા ઉડાવી દીધા છે.

ગુજરાતના 100 તાલુકામાં મેઘ મહેર

હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં સવારે 8થી 10 વાગ્યા સુધી 100 તાલુકામાં મેઘ મહેર થઇ છે. જેમાં સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા અને સુરતના ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વિજાપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ક્વાંટ અને પારડીમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.