Dwarkaના દરિયા કિનારે સહેલાણીઓ ઉમટયા, પથ્થરો ઉપર ચઢીને લોકોએ લીધી સેલ્ફી

દ્રારકાના દરિયા કિનારે સહેલાણીઓ ઉમટયા છે,તહેવારોની રજા માણવા સહેલાણીઓ ઉમટી પડયા છે.સમુદ્ર નારાયણ મંદિરથી ગાયત્રી મંદિરના કિનારે લોકોની ભીડ જોવા મળી છે સાથે સાથે પથ્થરો ઉપર ઊભા રહી લોકો સેલ્ફી લેતા નજરે પડ્યા છે.દ્રારકા મંદિરમાં જગતના નાથના દર્શન કરીને લોકો દરિયા કિનારે પહોંચ્યા અને સ્નાનનો પણ આનંદ લઈ રહ્યાં છે. દરિયાના કિનારે યાત્રા ધામ દ્વારકાનાં અરબી સમુદ્ર કિનારે સહેલાણીઓ ઉમટી પડયા છે.સમુદ્ર નારાયણ મંદિરથી ગાયત્રી મંદિરના દરીયા કિનારે સહેલાણીઓ પરીવાર સાથે મોબાઈલ પર સેલ્ફી લેતા કેમેરામાં કેદ થયા છે.દિવાળી વેકેશનમાં દ્વારકાના અરબી સમુદ્ર કિનારે સહેલાણીઓ ટેટ્રા ફોર્ટ પથ્થર પર ઉભી જોખમી રીતે સેલ્ફી લેતા નજરે પડયા છે,સમુદ્ર નારાયણ મંદિરથી ગાયત્રી મંદિર સુધીના દરીયા કિનારે પથ્થરો પર લીલી સેવાળો જામી હોય છે તેમ છત્તા લોકો સેલ્ફીની મજા માણી રહ્યાં છે.આ પથ્થર પર લીલી સેવાળ જામી હોય જયારે સહેલાણીઓ આ પથ્થર પર ઉભી સેલ્ફી લેતા લપસી જવાનો પુરો ભય રહે છે.દ્વારકાનો રમણીય પંચકુઈ બીચ દ્વારકાધીશ મંદિરથી તદ્દન નજીક આવેલ સુદામા સેતુથી ગોમતી નદીના સામા કિનારે આવેલ રમણીય પંચકુઈ બીચ દ્વારકા આવતા યાત્રીકો તેમજ સહેલાણીઓની પ્રથમ પસંદગી બની રહ્યો છે. દ્વારકા આવતાં યાત્રાળુઓ દેવ દર્શનની સાથે સાથે પંચકુઈ બીચનો આહલાદક આનંદ લેવાનું ચૂકતા નથી. અહીંના રમણીય સાગરકાંઠે વર્ષ દરમ્યાન શિયાળામાં અને અમૂક અનુકૂળ દિવસોમાં દરીયાઈ જીવસૃષ્ટિને નિહાળવા તથા સમુદ્રની અંદર પણ અન્ડરવોટર એડવેન્ચરના શોખીનો માટે સ્કૂબા ડાઇવીંગ, સ્નોર્કલીંગની સુવિધા ખાનગી સંસ્થા દ્વારા ચાલી રહી છે. ઉંટની સવારી આ ઉપરાંત રમણીય બીચમાં ઉછળતાં મોજાંઓની સંગાથે ઊંટ સવારીની મજા માણવી એ આ બીચનો ઉત્તમ લાહવો છે. આ ઉપરાંત દ્વારકાના સંગમનારાયણ મંદિરથી લાઈટ હાઉસ વચ્ચે આવેલા બીચ ઉપર ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે અંદાજિત રૂપિયા વીસ કરોડના ખર્ચે વોક-વે, વિશ્રામ વ્યવસ્થા અને શોપ માર્કેટ, પાર્કીંગ તથા વિવિધ લાઈટીંગની સુવિધા વિકાસાવી છે.

Dwarkaના દરિયા કિનારે સહેલાણીઓ ઉમટયા, પથ્થરો ઉપર ચઢીને લોકોએ લીધી સેલ્ફી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દ્રારકાના દરિયા કિનારે સહેલાણીઓ ઉમટયા છે,તહેવારોની રજા માણવા સહેલાણીઓ ઉમટી પડયા છે.સમુદ્ર નારાયણ મંદિરથી ગાયત્રી મંદિરના કિનારે લોકોની ભીડ જોવા મળી છે સાથે સાથે પથ્થરો ઉપર ઊભા રહી લોકો સેલ્ફી લેતા નજરે પડ્યા છે.દ્રારકા મંદિરમાં જગતના નાથના દર્શન કરીને લોકો દરિયા કિનારે પહોંચ્યા અને સ્નાનનો પણ આનંદ લઈ રહ્યાં છે.

દરિયાના કિનારે

યાત્રા ધામ દ્વારકાનાં અરબી સમુદ્ર કિનારે સહેલાણીઓ ઉમટી પડયા છે.સમુદ્ર નારાયણ મંદિરથી ગાયત્રી મંદિરના દરીયા કિનારે સહેલાણીઓ પરીવાર સાથે મોબાઈલ પર સેલ્ફી લેતા કેમેરામાં કેદ થયા છે.દિવાળી વેકેશનમાં દ્વારકાના અરબી સમુદ્ર કિનારે સહેલાણીઓ ટેટ્રા ફોર્ટ પથ્થર પર ઉભી જોખમી રીતે સેલ્ફી લેતા નજરે પડયા છે,સમુદ્ર નારાયણ મંદિરથી ગાયત્રી મંદિર સુધીના દરીયા કિનારે પથ્થરો પર લીલી સેવાળો જામી હોય છે તેમ છત્તા લોકો સેલ્ફીની મજા માણી રહ્યાં છે.આ પથ્થર પર લીલી સેવાળ જામી હોય જયારે સહેલાણીઓ આ પથ્થર પર ઉભી સેલ્ફી લેતા લપસી જવાનો પુરો ભય રહે છે.

દ્વારકાનો રમણીય પંચકુઈ બીચ

દ્વારકાધીશ મંદિરથી તદ્દન નજીક આવેલ સુદામા સેતુથી ગોમતી નદીના સામા કિનારે આવેલ રમણીય પંચકુઈ બીચ દ્વારકા આવતા યાત્રીકો તેમજ સહેલાણીઓની પ્રથમ પસંદગી બની રહ્યો છે. દ્વારકા આવતાં યાત્રાળુઓ દેવ દર્શનની સાથે સાથે પંચકુઈ બીચનો આહલાદક આનંદ લેવાનું ચૂકતા નથી. અહીંના રમણીય સાગરકાંઠે વર્ષ દરમ્યાન શિયાળામાં અને અમૂક અનુકૂળ દિવસોમાં દરીયાઈ જીવસૃષ્ટિને નિહાળવા તથા સમુદ્રની અંદર પણ અન્ડરવોટર એડવેન્ચરના શોખીનો માટે સ્કૂબા ડાઇવીંગ, સ્નોર્કલીંગની સુવિધા ખાનગી સંસ્થા દ્વારા ચાલી રહી છે.

ઉંટની સવારી

આ ઉપરાંત રમણીય બીચમાં ઉછળતાં મોજાંઓની સંગાથે ઊંટ સવારીની મજા માણવી એ આ બીચનો ઉત્તમ લાહવો છે. આ ઉપરાંત દ્વારકાના સંગમનારાયણ મંદિરથી લાઈટ હાઉસ વચ્ચે આવેલા બીચ ઉપર ગુજરાત સરકારના પ્રવાસન વિભાગે અંદાજિત રૂપિયા વીસ કરોડના ખર્ચે વોક-વે, વિશ્રામ વ્યવસ્થા અને શોપ માર્કેટ, પાર્કીંગ તથા વિવિધ લાઈટીંગની સુવિધા વિકાસાવી છે.