Suratમાં આઈપીઓના નામે દંપતીએ યુવતી સાથે આચરી 39.26 લાખની છેતરપિંડી

સુરતમાં બંટી-બબલીએ યુવતી સાથે કરી ઠગાઈ યુવતી સાથે રૂ.39.26 લાખની કરી છેતરપિંડી IPO લોન્ચ કરી ભાગીદાર બનાવવાની કરી હતી વાત ગુજરાતમાં છેતરપિંડીના કિસ્સા વધી રહ્યાં છે,ત્યારે સુરતના સલાબતપુરમાં એક દંપતીએ યુવતીને આઈપીઓ લોન્ચ કરવાની વાતમાં રૂપિયા 39.26લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે જેમા સલાબતપુરા પોલીસે અનિલ વિરાણી અને ભારતી વિરાણી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે. આઈપીઓમા સારો નફો આપવાની કરી વાત શેરબજારના આઈપીઓમાં સારો નફો અપાવાની લાલચમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે.અવેલીયન્સ એન્ટરપ્રાઇઝ નામનો IPOની વાત કરી દંપતીએ રાજસ્થાનની યુવતી સાથે રૂપિયા 39.26 લાખની છેતરપિંડી કરી હતી.સમગ્ર ઘટનામાં થોડાક મહિનાઓ વિત્યાબાદ યુવતીએ જયારે રૂપિયા પરત માગ્યા ત્યારે દંપતીએ હાથ અધ્ધર કરી દેતા યુવતીના પગ જમીન પરથી સરકી ગયા હતા,તો આરોપીઓ સામે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. યુવતીએ આરોપીઓના ત્યા કરતી હતી નોકરી યુવતી આરોપીના ત્યાં નોકરી કરતી હતી,યુવતીએ ઘર વેચતા તેના રૂપિયા આવ્યા હતા તે વાતની ખબર આ દંપતીને હતી જેથી આઈપીઓ લોન્ચ કરવામાં રૂપિયાની જરૂર છે તેમ કહી યુવતી પાસે રૂપિયા ખંખેરી લીધા હતા,આરોપીઓ ઓફીસ બંધ કરીને હાલ ફરાર થઈ ગયા છે,જેના કારણે પોલીસને પણ આરોપી શોધવામાં તકલીફ પડી રહી છે,યુવતી હાલ એક જ માગ કરી રહી છે કે તેના રૂપિયા પોલીસ પરત અપાવે,ત્યારે અગામી સમયમાં પોલીસ વધુ શું કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું. પોલીસે નોંધ્યો ગુનો સમગ્ર ઘટનામાં દંપતીની સામે પોલીસે ગુનો નોંધ્યો છે,અને તેમને ઝડપવા માટે કાર્યવાહી હાથધરી છે,ત્યારે દંપતીએ અન્ય કોઈની સાથે પણ છેતરપિંડી કરી છે કે નહી તે દિશામાં આરોપીઓ ઝડપાશે પછી જ ખબર પડશે,લોકો પાસે રૂપિયા આવતા હોય છે અને તેને ઈનવેસ્ટ પણ કરવામાં આવતા હોય છે પરંતુ આવા આરોપીઓ બજારમાં ફરી રહ્યાં છે જે તમને ઉંચુ વળતર આપવાની લાલચે તમારા રૂપિયા લઈ ફરાર થઈ જતા હોય છે.  

Suratમાં આઈપીઓના નામે દંપતીએ યુવતી સાથે આચરી 39.26 લાખની છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરતમાં બંટી-બબલીએ યુવતી સાથે કરી ઠગાઈ
  • યુવતી સાથે રૂ.39.26 લાખની કરી છેતરપિંડી
  • IPO લોન્ચ કરી ભાગીદાર બનાવવાની કરી હતી વાત

ગુજરાતમાં છેતરપિંડીના કિસ્સા વધી રહ્યાં છે,ત્યારે સુરતના સલાબતપુરમાં એક દંપતીએ યુવતીને આઈપીઓ લોન્ચ કરવાની વાતમાં રૂપિયા 39.26લાખની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે જેમા સલાબતપુરા પોલીસે અનિલ વિરાણી અને ભારતી વિરાણી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

આઈપીઓમા સારો નફો આપવાની કરી વાત

શેરબજારના આઈપીઓમાં સારો નફો અપાવાની લાલચમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે.અવેલીયન્સ એન્ટરપ્રાઇઝ નામનો IPOની વાત કરી દંપતીએ રાજસ્થાનની યુવતી સાથે રૂપિયા 39.26 લાખની છેતરપિંડી કરી હતી.સમગ્ર ઘટનામાં થોડાક મહિનાઓ વિત્યાબાદ યુવતીએ જયારે રૂપિયા પરત માગ્યા ત્યારે દંપતીએ હાથ અધ્ધર કરી દેતા યુવતીના પગ જમીન પરથી સરકી ગયા હતા,તો આરોપીઓ સામે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.


યુવતીએ આરોપીઓના ત્યા કરતી હતી નોકરી

યુવતી આરોપીના ત્યાં નોકરી કરતી હતી,યુવતીએ ઘર વેચતા તેના રૂપિયા આવ્યા હતા તે વાતની ખબર આ દંપતીને હતી જેથી આઈપીઓ લોન્ચ કરવામાં રૂપિયાની જરૂર છે તેમ કહી યુવતી પાસે રૂપિયા ખંખેરી લીધા હતા,આરોપીઓ ઓફીસ બંધ કરીને હાલ ફરાર થઈ ગયા છે,જેના કારણે પોલીસને પણ આરોપી શોધવામાં તકલીફ પડી રહી છે,યુવતી હાલ એક જ માગ કરી રહી છે કે તેના રૂપિયા પોલીસ પરત અપાવે,ત્યારે અગામી સમયમાં પોલીસ વધુ શું કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું.

પોલીસે નોંધ્યો ગુનો

સમગ્ર ઘટનામાં દંપતીની સામે પોલીસે ગુનો નોંધ્યો છે,અને તેમને ઝડપવા માટે કાર્યવાહી હાથધરી છે,ત્યારે દંપતીએ અન્ય કોઈની સાથે પણ છેતરપિંડી કરી છે કે નહી તે દિશામાં આરોપીઓ ઝડપાશે પછી જ ખબર પડશે,લોકો પાસે રૂપિયા આવતા હોય છે અને તેને ઈનવેસ્ટ પણ કરવામાં આવતા હોય છે પરંતુ આવા આરોપીઓ બજારમાં ફરી રહ્યાં છે જે તમને ઉંચુ વળતર આપવાની લાલચે તમારા રૂપિયા લઈ ફરાર થઈ જતા હોય છે.