Ahmedabad:નવા નરોડામાં યુવકસાથે લગ્ન કરી લૂંટેરીદુલ્હન અને દલાલ 1.60લાખ લઈને ફરાર

Jun 25, 2025 - 04:30
Ahmedabad:નવા નરોડામાં યુવકસાથે લગ્ન કરી લૂંટેરીદુલ્હન અને દલાલ 1.60લાખ લઈને ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નવા નરોડામાં 41વર્ષીય પ્રતીક બારોટને પત્ની વચ્ચે મનમેળ ન આવતા 2017 માં છૂટાછેડા થયા હતા. પ્રતીકને ભરત વસોયાએ કહ્યુ કે, મારા ધર્મની બહેન સ્વાતી ગણેશભાઇ હિરવાલે છે તેના લગ્ન બાકી છે. આ બાદ તા.11જાન્યુઆરી 2025એ સ્વાતી, ભરત બન્ને પ્રતીકના ઘરે આવ્યા હતા. ભરતે કહ્યુ કે,સ્વાતિ ગરીબ ઘરની છોકરી છે તેણે લગ્ન માટે 1.60લાખ રૂપિયા ખરીદી કરવા માટે આપવા પડશે. પ્રતીકે સ્વાતીને લગ્નની ખરીદી માટે 50-50હજાર આપ્યા હતા. ગત.16 જાન્યુઆરીએ બન્નેએ લગ્ન કર્યા હતા. સ્વાતીના લગ્ન થયા હોવાથી સગાસંબંધીઓને જમણવાર માટે પ્રતીકે ફરીથી 50 હજાર આપતા સ્વાતીએ કહ્યુ કે, હું આંગડીયુ કરીને આવુ તેમ કહીને તે ફરાર થઇ ગઇ હતી. આ અંગે પ્રતિકે લૂંટેરી દુલ્હન અને દલાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ ટીમ બનાવીને આરોપી ભરત વસોયાને સુરતથી ઝડપી પાડયો છે. યુવતીને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0