Ahmedabad:એરપોર્ટ પર AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવશે

Sep 14, 2025 - 04:30
Ahmedabad:એરપોર્ટ પર AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશભરના એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને મુસાફરો માટે વધુ સરળ અને સુવિધાજનક બનાવવા માટે CISF દ્વારા કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે બે દિવસીય બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ એરપોર્ટના સુરક્ષા અધિકારીઓ હાજર રહ્યા હતા.

સુરક્ષા વધુ મજબૂર રહે પરંતુ મુસાફરોને ઓછી હાલાકી પડે, ચેકિંગમાં લાંબી લાઇનો ઘટે તે માટે નવા ઉપાયો અપનાવવા બાબતે ચર્ચા કરાઇ હતી. AI આધારિત સર્વેલન્સ સિસ્ટમ્સ, ફુલ-બોડી સ્કેનર્સ, એડવાન્સ ઇન્ટ્રૂઝન ડિટેક્શન સિસ્ટમ અને સાયબર સિક્યુરિટી અપગ્રેડ કરવા અંગે વિચારણા કરાઇ હતી. CISFના સ્પેશિયલ ડિરેક્ટર જનરલ જોસે મોહને સુરક્ષાને ડાયનેમિક અને લોકો કેન્દ્રિત રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. CISFએ ABET હેઠળ કાર્યરત માનસિક આરોગ્ય માટેનું સામાજિક કામ આગામી ત્રણ વર્ષ માટે ચાલુ રાખવાનો સમજૂતી કરાર કર્યો હતો. ગત વર્ષે 75 હજારથી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારને આ સેવાનો લાભ મળ્યો હતો. જેના થકી વર્ષ 2024-25માં CISFમાં આત્મહત્યાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઓછો નોંધાયો છે. સેવાનું વિસ્તરણ પટના, અમદાવાદ, પ્રયાગરાજ, ભોપાલ-ઇન્દોર, જમ્મુ, ચંદીગઢ, જયપુર અને કોચીન સહિતના શહેરમાં કરાશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0