Ahmedabad: હેવમોર આઈસક્રીમના ગોડાઉનમાં આગ લાગતા જીવ બચાવવા કર્મચારીઓ બાલ્કનીમાંથી કૂદ્યા

Jun 7, 2025 - 20:30
Ahmedabad: હેવમોર આઈસક્રીમના ગોડાઉનમાં આગ લાગતા જીવ બચાવવા કર્મચારીઓ બાલ્કનીમાંથી કૂદ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આગની ઘટના બનતાં લોકો બચવા માટે ઝઝૂમતા હોય છે. ત્યારે શહેરના કુબેરનગર વિસ્તારમાં સ્થિત હેવમોરના ગોડાઉનમાં આગ લાગી હતી. આજે વહેલી સવારે લાગેલી આગને કારણે કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. કર્મચારીઓ આગને કારણે મહા મુસીબતે બચ્યા હતાં.

ગોડાઉનમાં રહેલા 10 જેટલા કર્મચારીઓ ફસાયા હતાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલી રામા બિસ્કિટની ગલીમા સ્થિત હેવમોર આઈસ્ક્રિમના ગોડાઉનમાં આઈસક્રીમ વેચવાની ટ્રોલીના ફ્રિજમાં ચાર્જિંગ કરતી વખતે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. જેના કારણે ગોડાઉનમાં રહેલા 10 જેટલા કર્મચારીઓ ફસાયા હતાં. આગને કારણે ફસાયેલા કર્મચારીઓ જીવ બચાવવા માટે ગોડાઉનની બાલ્કનીમાં આવીને નીચે છલાંગ લગાવી હતી.

કર્મચારીઓમાં એકને માથામાં અને બીજાને કાનના ભાગે ઈજા

આગથી બચવા માટે બાલ્કનીમાંથી કૂદેલા કર્મચારીઓમાં એક કર્મચારીને માથામાં ઈજા પહોંચી હતી અને બીજાને કાનના ભાગે ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફસાયેલા કર્મચારીઓને કેસ્ક્યૂ કર્યા હતાં. બીજી તરફ પોલીસ અને એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ધોરણે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0