Ahmedabad: સીટીએમ પાસેથી 50 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ સાથે બે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળી તહેવારના ટાણે શહેર પોલીસ સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં કરતી હોય છે.
આ દરમ્યાન રામોલ પોલીસે સીટીએમ એક્સપ્રેસ હાઈવેની બહાર વાહન ચેકિંગમાં હતી. ત્યારે મુંબઈથી આવતી લક્ઝરી બસને ઊભી રાખીને તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન બે યુવકો પાસે રહેલા થેલામાંથી બિનહિસાબી રૂ.50 લાખ રોકડા મળી આવ્યા હતા. આ અંગે રામોલ પોલીસે બંને યુવકો વિરુદ્ધ જાણવાજોગ ગુનો નોંધીને આઇટી વિભાગને જાણ કરી કાર્યવાહી કરી છે.
મૂળ દિલ્હીના ગ્રેટર નોઈડાના રહેવાસી દિપકકુમાર કશ્યપ અને રવિકુમાર લોધા દિલ્હીમાં રેપિડો ચલાવીને ગુજરાન ચલાવતા હતા. બંને યુવકોનો ભેટો દિલ્હીમાં રહેતી સરિતા ચૌહાણ નામની મહિલા સાથે થયો હતો. સરિતાએ બંને યુવકોને લાખો રૂપિયાની લાલચ આપીને ડિલિવરી કરવાનું કામ સોંપ્યું હતુ. લાલચમાં આવી ગયેલા દીપકકુમાર કશ્યપ અને રવિકુમાર મહિલાના કહ્યા પ્રમાણે દિલ્હીથી મુંબઈ ફ્લાઈટમાં ગયા અને મુંબઈથી બિનહિસાબી રોકડા રૂ.50 લાખ ભરેલી બેગ લઈને જયપુર ડિલિવરી આપવા માટે લક્ઝરી બસમાં બેસીને નીકળી ગયા હતા. ત્યારે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પાસે વાહન ચેકિંગમાં ઊભેલી રામોલ પોલીસે લક્ઝરી બસમાં ચેકિંગ હાથ ધરતા બે વ્યક્તિઓ પાસે રહેલ બેગ અને બંને યુવકોની હિલચાલ શંકાસ્પદ લાગતા તપાસ હાથ ધરવામાં આવી અને યુવકો પાસે રહેલી બેગમાંથી રોકડા રૂપિયા 50 લાખ મળી આવ્યા હતા. રોકડ રકમ અંગે યોગ્ય જવાબ નહીં મળતા રામોલ પોલીસે બંને સામે જાણવાજોગનો ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરીને આઇટી વિભાગને જાણ કરી છે. જ્યારે સરિતાએ અગાઉ પણ બંને યુવકો સાથે રૂપિયાની હેરાફેરી કરાવી હતી. જેમાં એક વખત ડિલિવરીના રૂ. બેથી અઢી લાખ આપવાની ઓફર કરી હતી.
What's Your Reaction?






