Ahmedabad : સિંધુભવન રોડ ખાતે યોજાશે 'સિંદૂર સ્વાભિમાન યાત્રા', વાહનોના અવરજવર પર મુકાયો પ્રતિબંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં 15મી ઓગસ્ટના રોજ સિંધુભવન રોડ ખાતે 'સિંદૂર સ્વાભિમાન યાત્રા' યોજાશે. જેમાં 1000 જેટલી કાર જોડાવવાની છે. ત્યારે કાર્યક્રમ દરમિયાન આ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે. જેના માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
મોન્ટેકીષ્ટો રીંગ રોડ ટીથી સિંધુભવન રોડ થઈ પકવાન ચાર રસ્તા સુધીનો એક તરફનો માર્ગ વાહનોની અવર-જવર પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
1. મોન્ટેક્રીષ્ટો રીંગ રોડ ટી થઈ શીલજ સર્કલથી જમણી બાજુ વળી આંબલી ઓવરબ્રિજ મધ્યભાગ થઈ બાગબાન ચાર રસ્તા થઈ ગુલમહોર પાર્ટી પ્લોટ ચાર રસ્તા થઈ હેબતપુર ચાર રસ્તા થઇ પકવાન ચાર રસ્તા તરફનો માર્ગ વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.
2. મોન્ટેકીષ્ટો ટી થી ઉમિયા ટેડસ ટી થી ડાબી બાજુ વળી કાલીબારી મંદિર રોડ થઈ રાજપથ ક્લબ કટ થઈ એસ.જી.હાઈવે તરફનો માર્ગ વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.
બપોરે 2 વાગ્યા શરૂ થશે કાર્યક્રમ
આ કાર્યક્રમ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-33ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને 15 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યાથી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહીતા (BNS) 2023ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.
What's Your Reaction?






