Ahmedabad: સરદારનગરમાં પાણીની લાઈનની કામગીરી કરાશે

Nov 28, 2025 - 01:00
Ahmedabad: સરદારનગરમાં પાણીની લાઈનની કામગીરી કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉત્તર ઝોનમાં આવેલા વિસ્તારોમાં છેલ્લા ઘણાં સમયથી પીવાના પાણીના માટેની સમસ્યા ઉદ્ભવી છે. આ માટે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે.

સરદારનગર ટાઉનશીપ અને તેના આસપાસના વિસ્તારોમાં પાણીની લાઈનમાં જોડાણના નવીનીકરણની કામગીરી કરવામાં આવશે. જેના માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.10 લાખના ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. આ કામગીરીથી જેતે વિસ્તારમાં પુરતા ફોર્સ સાથે પીવાનું પાણી મળી રહેશે. જ્યારે સરદારનગરમાં આવેલા નાના ચિલોડા, નોબલનગર સહિતના જુદા જુદા વિસ્તારોમાં હયાત પાણીની લાઈનમાં જોડાણ કરવા અને લાઈનમાં રહેલા ફોલ્ટના રિપેરિંગની ઘણાં લાંબા સમયથી આવશ્યકતા રહેલી છે. આ માટેની કામગીરી રૂ.20 લાખના ખર્ચે કરવામાં આવશે. જેના પરિણામે લોકોને શુધ્ધ પીવાનું પાણી પુરતા પ્રેશરથી મળી રહેશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0