Ahmedabad: સરખેજમાં પૂર્વ પ્રેમિકાના કાકાએ ઠપકો આપતા યુવકે છરી મારીને હત્યા કરી

છેલ્લા બે દિવસમાં ત્રણ હત્યા થતાં શહેરીજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે ત્યારે સરખેજમાં પૂર્વ પ્રેમિકાના ઘર પાસેથી અવાર નવાર બુલેટ લઇને આંટા મારીને હોર્ન વગાડતો હોવાથી યુવકને યુવતીના કાકાએ ઉભો રાખીને ઠપકો આપ્યો હતો.જેના પગલે યુવકે ઉશ્કેરાઇ જઇને છરી વડે પૂર્વ પ્રેમિકાના કાકા પર જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અંગે મૃતકના પરિવારજનોએ સરખેજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધમાં હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથધરી છે. સરખેજમાં મસ્તાન બાવાની દરગાહ સામે ઇલીયાસ સુમરા પરિવારજનો સાથે રહે છે. તે બુધવારે રાત્રે તેના પાડોશમાં રહેતી સાબીરના ગલ્લા પર બેઠયા હતા. આ દરમ્યાન ઇલીયાસના પાડોશમાં અરમાન સુમરાના ઘરે પ્રસંગ હોવાથી તેના બનેવી મુસ્તાક અને તેની બહેન નાજુ બન્ને આવ્યા હતા. મોડી રાત્રે મુસ્તાક સુમરા ત્યાંથી બુલેટ લઇને હોર્ન વગાડીને પસાર થઇ રહ્યો હતો. જેથી ઇલીયાસે બૂમ પાડીને મુસ્તાકને ઉભો રાખીને તારે અહીંયાથી બુલેટ લઇને નિકળવુ નહીં અને હોર્ન વગાડવો નહીં તેમ કહીને ઠપકો આપ્યો હતો. બાદમાં ઇલીયાસ અને મુસ્તાક વચ્ચે બોલાચાલી થઇ હતી. ઝઘડો વધે નહીં તે માટે પાડોશીઓ ત્યાં દોડી આવીને બન્નેને છૂટા પાડી રહ્યા હતા. આ દરમ્યાન મુસ્તાકે પોતાની પાસે રાખેલી છરી કાઢીને ઇલીયાસના છાતી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઇલીયાસને ગંભીર ઇજાઓ પહોંચતા તે ત્યાં જ ઢળી પડયો હતો. જ્યારે મુસ્તાકને તેની પત્ની અને સાળો બન્ને ત્યાંથી ઘરે લઇને જતા રહ્યા હતા. બીજી તરફ, લોહીલુહાણ હાલતમાં ઇલીયાસને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં હાજર તબિબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના ભાઇ હસને સરખેજ પોલીસ સ્ટેશનમાં મુસ્તાક વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ કરી હતી. આ અંગે પીઆઇ આર.કે.ધૂળીયાએ જણાવ્યુ કે, ઇલીયાસના સંબંધીની દિકરી સાથે મુસ્તાકને અનૈતિક સંબંધો હતા. જેના લીધે મુસ્તાક અને ઇલીયાસ, તેના ભાઇ હસન વચ્ચે લાંબાસમયથી ઝઘડો ચાલતો હતો. જેના પગલે ઇલીયાસે રોકીને ઠપકો આપતા મુસ્તાકે છરીથી હુમલો કરીને હત્યા કર્યાનું સામે આવ્યુ છે.

Ahmedabad: સરખેજમાં પૂર્વ પ્રેમિકાના કાકાએ ઠપકો આપતા યુવકે છરી મારીને હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છેલ્લા બે દિવસમાં ત્રણ હત્યા થતાં શહેરીજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે ત્યારે સરખેજમાં પૂર્વ પ્રેમિકાના ઘર પાસેથી અવાર નવાર બુલેટ લઇને આંટા મારીને હોર્ન વગાડતો હોવાથી યુવકને યુવતીના કાકાએ ઉભો રાખીને ઠપકો આપ્યો હતો.

જેના પગલે યુવકે ઉશ્કેરાઇ જઇને છરી વડે પૂર્વ પ્રેમિકાના કાકા પર જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ અંગે મૃતકના પરિવારજનોએ સરખેજ પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધમાં હત્યાનો ગુનો નોંધીને પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથધરી છે.

સરખેજમાં મસ્તાન બાવાની દરગાહ સામે ઇલીયાસ સુમરા પરિવારજનો સાથે રહે છે. તે બુધવારે રાત્રે તેના પાડોશમાં રહેતી સાબીરના ગલ્લા પર બેઠયા હતા. આ દરમ્યાન ઇલીયાસના પાડોશમાં અરમાન સુમરાના ઘરે પ્રસંગ હોવાથી તેના બનેવી મુસ્તાક અને તેની બહેન નાજુ બન્ને આવ્યા હતા. મોડી રાત્રે મુસ્તાક સુમરા ત્યાંથી બુલેટ લઇને હોર્ન વગાડીને પસાર થઇ રહ્યો હતો. જેથી ઇલીયાસે બૂમ પાડીને મુસ્તાકને ઉભો રાખીને તારે અહીંયાથી બુલેટ લઇને નિકળવુ નહીં અને હોર્ન વગાડવો નહીં તેમ કહીને ઠપકો આપ્યો હતો. બાદમાં ઇલીયાસ અને મુસ્તાક વચ્ચે બોલાચાલી થઇ હતી. ઝઘડો વધે નહીં તે માટે પાડોશીઓ ત્યાં દોડી આવીને બન્નેને છૂટા પાડી રહ્યા હતા. આ દરમ્યાન મુસ્તાકે પોતાની પાસે રાખેલી છરી કાઢીને ઇલીયાસના છાતી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ઇલીયાસને ગંભીર ઇજાઓ પહોંચતા તે ત્યાં જ ઢળી પડયો હતો. જ્યારે મુસ્તાકને તેની પત્ની અને સાળો બન્ને ત્યાંથી ઘરે લઇને જતા રહ્યા હતા. બીજી તરફ, લોહીલુહાણ હાલતમાં ઇલીયાસને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં હાજર તબિબોએ તેમણે મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના ભાઇ હસને સરખેજ પોલીસ સ્ટેશનમાં મુસ્તાક વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ કરી હતી. આ અંગે પીઆઇ આર.કે.ધૂળીયાએ જણાવ્યુ કે, ઇલીયાસના સંબંધીની દિકરી સાથે મુસ્તાકને અનૈતિક સંબંધો હતા. જેના લીધે મુસ્તાક અને ઇલીયાસ, તેના ભાઇ હસન વચ્ચે લાંબાસમયથી ઝઘડો ચાલતો હતો. જેના પગલે ઇલીયાસે રોકીને ઠપકો આપતા મુસ્તાકે છરીથી હુમલો કરીને હત્યા કર્યાનું સામે આવ્યુ છે.