Ahmedabad: શાહપુરના લાલાકાકા હોલનો પ્રથમ માળ બે મહિનાથી બંધ

Sep 2, 2025 - 07:30
Ahmedabad: શાહપુરના લાલાકાકા હોલનો પ્રથમ માળ બે મહિનાથી બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMCના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ અને એન્જિનિયરિંગ વિભાગમાં ચાલતી લાલિયાવાડી અને આ વિભાગોના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવને કારણે શાહપુર વોર્ડમાં આવેલા લાલા કાકા કોમ્યુનિટી હોલમાં POPની છત અને સીલિંગ પંખો તૂટી પડવાની ઘટનાને બે મહિના વીતવા છતાં હજુ સુધી રિપેરિંગ કરવામાં આવ્યું ન હોવાને પગલે વિવાદ સર્જાયો છે.

ઉલ્લેખનીય છે કે, ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત માટે લાલાકાકા સેન્ટ્ર્લી AC હોલમાં પહેલા માળે પોલીસને રહેવા માટે જગ્યા આપવામાં આવી હતી ત્યારે POPની છત અને પંખો તૂટી પડવાની ઘટના સર્જાઈ હતી. ગત જુલાઈ મહિનામાં હોલના પ્રથમ માળ પર આવેલા સેન્ટ્રલી AC હોલમાં POPનો છતનો ભાગ તૂટી પડવાના કારણે પ્રથમ માળને બંધ કરી દેવામાં આવ્યો છે. આમ, AMCના નઘરોળ તંત્ર અને અધિકારીઓની બેદરકારીને કારણે બે મહિનાથી લાલા કાકા હોલનો પ્રથમ બંધ હાલતમાં છે તેમજ સારા- નરસા પ્રસંગો માટે લાલા કાકા હોલ ભાડે મળતો ન હોવાના કારણે શાહપુર, દૂધેશ્વર અને આસપાસના વિસ્તારોના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લાં બે મહિનાથી લાલા કાકા હોલના સેન્ટ્રલી AC હોલના પ્રથમ માળ પર ભાગ તૂટેલી હાલતમાં યથાવત જોવા મળ્યો હતો. જ્યાં સ્ટેજ બનાવવાની જગ્યા છે એ જ જગ્યા ઉપર છતનો ભાગ તૂટી પડવાની ઘટના બની છે. હોલની અંદર અને બહારના ભાગે લાગેલા CCTV કેમેરા પણ બંધ હાલતમાં અને ફયરના સાધનો પણ ચાલતા નથી તેમજ ધૂળ ખાતાં હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા રજુઆતો કરવા છતાં AMCના એસ્ટેટ અને ઈજનેર વિભાગોના અધિકારીઓ સાંભળતા નથી અને કોઈ પગલાં લેતા ન હોવાનું રહીશોનું કહેવું છે.

છેલ્લાં બે મહિનાથી લાલા કાકા હોલના પ્રથમ માળે તૂટી પડેલી છત અને ACનું રિપેરિંગ ન કર્યું હોવાના કારણે AC હોલ બંધ છે અને નાગરિકોને ફક્ત નીચેનો હોલ ભાડે આપવામાં આવે છે. લાલા કાકા હોલના ગ્રાઉન્ડ ફ્લોર - નીચેના ભાગમાં AC નથી અને માત્ર પંખા જ લગાવેલા છે. જેના કારણે પ્રસંગો માટે હોલ ભાડે લેનારને ગરમી, ઉકળાટ અને બફારાને કારણે ભારે હાલાકી વેઠવી પડે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0