Ahmedabad: શારદાબેન હોસ્પિટલમાં સ્ટાફ ઊંઘતો જોવા મળ્યો, હોસ્પિટલના CMOને નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં ડોક્ટર, સ્ટાફ અને સફાઈકર્મીઓ ઊંઘતા જોવા મળ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હોસ્પિટલમાં ઇમરજન્સી સેવામાં અનેક ફરિયાદો સામે આવી છે. વહેલી સવારે આવેલા દર્દીને સારવાર મળી ન હતી. શારદાબેન હોસ્પિટલનાં સુપ્રિ. હેતલ વોરાનું નિવેદન સામે આવ્યું છે. હોસ્પિટલનો વીડિયો મામલે તપાસ કરવામાં આવશે. પહેલી નોટિસ CMOને આપવામાં આવશે.
શારદાબેન હોસ્પિટલ વીડિયો વાયરલ
શારદાબેન હોસ્પિટલ સુપ્રિ. હેતલ વોરાએ કહ્યું કે બધી જગ્યાએ ત્યાં સીસીટીવી લગાવેલા છે. કોઈપણ સ્ટાફે ઊંઘવું ન જોઈએ. હાલ આ મામલે સમિતિ તપાસ કરશે, બાઉન્સર બાબતે પણ અમે તપાસ કરશું. વહેલી સવારના દુ:ખાવાની ફરિયાદ સાથે દર્દી ગયો હતો. ત્યા સૂતેલો સ્ટાફ હોવાનું જણાતા વીડિયો વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતા હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપવમાં આવ્યા હતા. હોસ્પિટલના CMO અને સ્ટાફને નોટિસ આપવામાં આવી છે. તેમની પાસેથી આ મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે.
સ્ટાફ અને સફાઈકર્મીઓ ઊંઘતા જોવા મળ્યા
શારદાબેન હોસ્પિટલમાં ડોક્ટર, સ્ટાફ અને સફાઈકર્મીઓ ઊંઘતા જોવા મળ્યા હોવાનો વીડિયો વાયરલ થતા હોસ્પિટલ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપવમાં આવ્યા હતા. હોસ્પિટલના CMO અને સ્ટાફને નોટિસ આપવામાં આવી છે. તેમની પાસેથી આ મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે. શારદાબેન હોસ્પિટલનાં સુપ્રિ. હેતલ વોરાનું નિવેદન સામે આવ્યું છે. હોસ્પિટલનો વીડિયો મામલે તપાસ કરવામાં આવશે. પહેલી નોટિસ CMOને આપવામાં આવશે.
What's Your Reaction?






