Ahmedabad: શહેરના અનેક વિસ્તારમાં વરસાદ, અખબાર નગર અંડરપાસ બંધ

સામાન્ય વરસાદ વરસતાની સાથે જ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યોશહેરના નરોડા વિસ્તારમાં નવયુગ વિસ્તારમાં પાણી ભરાયા AMCનો પ્રિ-મોન્સૂન પ્લાન નિષ્ફળ આખરે લાંબી રાહ જોયા બાદ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલે બપોર બાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના ઘણા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. શહેરના જજીસ બંગલો રોડ, બોડકદેવ, એસજી હાઈવે, ગોતા, વસ્ત્રાપુર, મેમનગર, દાણાપીઠ, આસ્ટોડિયા, લાલદરવાજામાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા અમદાવાદમાં સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. સરસપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. હરીભાઈ ગોદાની દવાખાના માર્ગ પર પાણી ભરાયા છે. ત્યારે પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન થયા છે. ત્યારે તંત્રની કામગીરી પર પણ મોટા સવાલો થઈ રહ્યા છે. AMCનો પ્રિ-મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર જ હોય તેવુ વરસાદ બાદ લાગી રહ્યું છે. અખબાર નગર અંડરપાસ બંધ ત્યારે શહેરમાં સામાન્ય વરસાદ વરસતાની સાથે જ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે. શહેરનો અખબાર નગર અંડર પાસ બંધ થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. સામાન્ય વરસાદમાં જ અંડર પાસ બંધ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ટેક્સના પૈસા કોર્પોરેશન વેડફતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના નરોડા વિસ્તારમાં નવયુગ વિસ્તારમાં પાણી ભરાયા છે, થોડા જ વરસાદમાં નરોડા વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે સ્થાનિકો તેના કારણે હેરાન થઈ રહ્યા છે અને વાહનચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા 7 મહિનામાં OPD 6.36 લાખને પાર પહોંચી છે. 7 મહિનામાં શરદી, તાવ, ઉધરસના 2.41 લાખ કેસ નોંધાયા છે. ત્યારે 5 લાખથી વધારે લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ 1545 માઈનોર અને 671 મેજર ઓપરેશન કરવામાં આવ્યા છે.

Ahmedabad: શહેરના અનેક વિસ્તારમાં વરસાદ, અખબાર નગર અંડરપાસ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સામાન્ય વરસાદ વરસતાની સાથે જ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો
  • શહેરના નરોડા વિસ્તારમાં નવયુગ વિસ્તારમાં પાણી ભરાયા
  • AMCનો પ્રિ-મોન્સૂન પ્લાન નિષ્ફળ

આખરે લાંબી રાહ જોયા બાદ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. ગઈકાલે બપોર બાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને શહેરના ઘણા વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. શહેરના જજીસ બંગલો રોડ, બોડકદેવ, એસજી હાઈવે, ગોતા, વસ્ત્રાપુર, મેમનગર, દાણાપીઠ, આસ્ટોડિયા, લાલદરવાજામાં વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા

અમદાવાદમાં સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. સરસપુરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. હરીભાઈ ગોદાની દવાખાના માર્ગ પર પાણી ભરાયા છે. ત્યારે પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન થયા છે. ત્યારે તંત્રની કામગીરી પર પણ મોટા સવાલો થઈ રહ્યા છે. AMCનો પ્રિ-મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર જ હોય તેવુ વરસાદ બાદ લાગી રહ્યું છે.

અખબાર નગર અંડરપાસ બંધ

ત્યારે શહેરમાં સામાન્ય વરસાદ વરસતાની સાથે જ અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો છે. શહેરનો અખબાર નગર અંડર પાસ બંધ થતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે. સામાન્ય વરસાદમાં જ અંડર પાસ બંધ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ટેક્સના પૈસા કોર્પોરેશન વેડફતી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે.

અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના નરોડા વિસ્તારમાં નવયુગ વિસ્તારમાં પાણી ભરાયા છે, થોડા જ વરસાદમાં નરોડા વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે સ્થાનિકો તેના કારણે હેરાન થઈ રહ્યા છે અને વાહનચાલકો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો

અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા 7 મહિનામાં OPD 6.36 લાખને પાર પહોંચી છે. 7 મહિનામાં શરદી, તાવ, ઉધરસના 2.41 લાખ કેસ નોંધાયા છે. ત્યારે 5 લાખથી વધારે લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ 1545 માઈનોર અને 671 મેજર ઓપરેશન કરવામાં આવ્યા છે.