Ahmedabad: વિરાટનગરમાં રોડ બન્યાને માંડ મહિનો થયો નથી અને રોડ બેસી ગયો

પૂર્વના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તામાં અધિકારીઓની બેદરકારી દાખવી હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. જેમાં વિરાટનગરમાં હજુ રોડ બન્યાને માંડ એક મહિનો થયો નથી અને રોડ બેસી ગયો છે.જ્યારે વિરાટનગરમાં લક્ષ્મણ બ્રિજ પર મેઈન હોલ ખુલ્લા છોડી દેવાના કારણે અકસ્માતની ઘટના બની રહી છે, તેમ છતાં અધિકારીઓ ધ્યાન આપી રહ્યા નથી. આ તરફ નિકોલમાં ખોડિયાર માતાના મંદિરે યોજાતા હોળી-ધુળેટીના પારંપરિક મેળા પહેલાં ગામની બહારનો એક પણ રસ્તો સરખો રહ્યો નથી. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ કુબેરનગર પાસે રવિ પાર્ક સોસાયટી નજીક છેલ્લા ઘણાં સમયથી ખોદકામ કરવામાં આવ્યું છે. પરંતુ તેનું પુરાણ સરખું ન કરવામાં આવતા લોકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં એક તરફ AMC બજેટમાં કરોડો રૂપિયાની રોડ રસ્તા માટે ફાળવણી કરવામાં આવે છે. ત્યારે આ તમામ સ્થાનો પર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના વલણના કારણે પ્રજાએ હાલાકી ભોગવવી પડી રહી છે. પૂર્વ ઝોનની ઓફિસ સામે જ એક મહિનામાં જ રોડ બેસી ગયો  વિરાટનગરમાં પૂર્વ ઝોનની મુખ્ય કચેરીથી ફુવારા સર્કલ સુધીનો રોડ લાંબા સમય બાદ બનાવવામાં આવ્યો હતો. જેના માટે રોડ અગાઉ બે મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો. આ પછી હજી રોડ ખુલ્લો કરવાને એક મહિનો પણ નથી થયો ત્યાં તો રોડ બેસી ગયો છે. જેના કારણે રોડ પર યોગ્ય પુરાણ કરવા અને તેના પર યોગ્ય સામાનનો ઉપયોગ ન કરવાનો સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક આગેવાને જણાવ્યું કે, રોડ બનતાં સમયે જ અધિકારીઓએ ધ્યાન આપ્યું હોત તો આ સમસ્યા હાલમાં ઉભી ન થતી. રોડ બનવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને તેની દૂર્દશા જોવા મળી રહી છે. આ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઇએ. તેમજ આ રોડ પરથી અવારનવાર ભારે વાહનોની અવરજવરમાં થતી રહે છે. ત્યારે લોકોની હાલાકી સામે અધિકારીઓએ પગલાં ભરવા જોઇએ. લક્ષ્મણ બ્રિજ પર ગટરનું ઢાંકણું ખુલ્લું : અકસ્માતનો ભય ! વિરાટનગરમાં ગરીબનગર ચાર રસ્તા પર આવેલા અજિત મિલના લક્ષ્મણ ઓવર બ્રિજ પર છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ લાઈનમાં ક્ષતિ હોવાના કારણે રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે બ્રીજ પર ગટરનું ઢાંકણું ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેથી 4 થી 5 અકસ્માતની ઘટના બની છે, છતાં તંત્ર દ્વારા ગટરનું ઢાંકણું ઢાંકવાની કામગીરી કરવામાં આવી રહી નથી. આ તરફ બ્રિજ પરથી હજારો લોકોની અવરજવર થતી રહે છે ત્યારે આ પ્રકારની બેકાળજીના કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે. કુબેરનગરમાં ખોદકામ કર્યાં બાદ પુરાણ કરાયું નથી આ તરફ કુબેરનગરમાં રવિ પાર્ક પાસેના મેઈન રોડ પર ઘણાં સમયથી ખોદકામ કર્યા બાદ પુરાણ કરીને સરખું કરવાની કામગીરી અધિકારીઓ દ્વારા સમયસર કરવામાં આવ્યું નથી. જેના કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે. આ માટે ત્યાં બેરિકેડ મુકી રાખવામાં આવ્યું છે પણ રોડ બનાવવાની કામગીરી કરવામાં તંત્ર નું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. જેના અંગે અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ પગલાં ન ભરતાં આસપાસના રહિશો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Ahmedabad: વિરાટનગરમાં રોડ બન્યાને માંડ મહિનો થયો નથી અને રોડ બેસી ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૂર્વના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તામાં અધિકારીઓની બેદરકારી દાખવી હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. જેમાં વિરાટનગરમાં હજુ રોડ બન્યાને માંડ એક મહિનો થયો નથી અને રોડ બેસી ગયો છે.

જ્યારે વિરાટનગરમાં લક્ષ્મણ બ્રિજ પર મેઈન હોલ ખુલ્લા છોડી દેવાના કારણે અકસ્માતની ઘટના બની રહી છે, તેમ છતાં અધિકારીઓ ધ્યાન આપી રહ્યા નથી. આ તરફ નિકોલમાં ખોડિયાર માતાના મંદિરે યોજાતા હોળી-ધુળેટીના પારંપરિક મેળા પહેલાં ગામની બહારનો એક પણ રસ્તો સરખો રહ્યો નથી. જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ કુબેરનગર પાસે રવિ પાર્ક સોસાયટી નજીક છેલ્લા ઘણાં સમયથી ખોદકામ કરવામાં આવ્યું છે. પરંતુ તેનું પુરાણ સરખું ન કરવામાં આવતા લોકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યાં એક તરફ AMC બજેટમાં કરોડો રૂપિયાની રોડ રસ્તા માટે ફાળવણી કરવામાં આવે છે. ત્યારે આ તમામ સ્થાનો પર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના વલણના કારણે પ્રજાએ હાલાકી ભોગવવી પડી રહી છે.

પૂર્વ ઝોનની ઓફિસ સામે જ એક મહિનામાં જ રોડ બેસી ગયો

 વિરાટનગરમાં પૂર્વ ઝોનની મુખ્ય કચેરીથી ફુવારા સર્કલ સુધીનો રોડ લાંબા સમય બાદ બનાવવામાં આવ્યો હતો. જેના માટે રોડ અગાઉ બે મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો. આ પછી હજી રોડ ખુલ્લો કરવાને એક મહિનો પણ નથી થયો ત્યાં તો રોડ બેસી ગયો છે. જેના કારણે રોડ પર યોગ્ય પુરાણ કરવા અને તેના પર યોગ્ય સામાનનો ઉપયોગ ન કરવાનો સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સ્થાનિક આગેવાને જણાવ્યું કે, રોડ બનતાં સમયે જ અધિકારીઓએ ધ્યાન આપ્યું હોત તો આ સમસ્યા હાલમાં ઉભી ન થતી. રોડ બનવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને તેની દૂર્દશા જોવા મળી રહી છે. આ માટે જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા જોઇએ. તેમજ આ રોડ પરથી અવારનવાર ભારે વાહનોની અવરજવરમાં થતી રહે છે. ત્યારે લોકોની હાલાકી સામે અધિકારીઓએ પગલાં ભરવા જોઇએ.

લક્ષ્મણ બ્રિજ પર ગટરનું ઢાંકણું ખુલ્લું : અકસ્માતનો ભય !

વિરાટનગરમાં ગરીબનગર ચાર રસ્તા પર આવેલા અજિત મિલના લક્ષ્મણ ઓવર બ્રિજ પર છેલ્લા એક મહિનાથી ડ્રેનેજ લાઈનમાં ક્ષતિ હોવાના કારણે રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. જેના કારણે બ્રીજ પર ગટરનું ઢાંકણું ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેથી 4 થી 5 અકસ્માતની ઘટના બની છે, છતાં તંત્ર દ્વારા ગટરનું ઢાંકણું ઢાંકવાની કામગીરી કરવામાં આવી રહી નથી. આ તરફ બ્રિજ પરથી હજારો લોકોની અવરજવર થતી રહે છે ત્યારે આ પ્રકારની બેકાળજીના કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે.

કુબેરનગરમાં ખોદકામ કર્યાં બાદ પુરાણ કરાયું નથી

આ તરફ કુબેરનગરમાં રવિ પાર્ક પાસેના મેઈન રોડ પર ઘણાં સમયથી ખોદકામ કર્યા બાદ પુરાણ કરીને સરખું કરવાની કામગીરી અધિકારીઓ દ્વારા સમયસર કરવામાં આવ્યું નથી. જેના કારણે લોકોને હેરાન થવું પડી રહ્યું છે. આ માટે ત્યાં બેરિકેડ મુકી રાખવામાં આવ્યું છે પણ રોડ બનાવવાની કામગીરી કરવામાં તંત્ર નું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. જેના અંગે અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ પગલાં ન ભરતાં આસપાસના રહિશો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.