Ahmedabad: વિરમગામમાં પક્ષના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી કરનારા પર તવાઈ

Apr 22, 2026 - 05:00
Ahmedabad: વિરમગામમાં પક્ષના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી કરનારા પર તવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ જિલ્લામાં વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પક્ષના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી કરનારા ભાજપના 4 સભ્યોને શનિવારે અમદાવાદ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પક્ષમાંથી શિસ્ત ભંગ કારણે બરતરફ્ કરી દેવાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે વિરમગામ શહેર નગર પાલિકામાં ભાજપના સભ્યો દ્વારા સંગઠન સમક્ષ ભાજપના ઉમેદવાર માટે માંગણી કરાઈ હતી.જેમાં વર્ષો જુના કાર્યકર તેમજ ત્રણ ટર્મથી વધુ વાર ભાજપ માંથી ચુંટાઈ આવતા કેટલાક સભ્યોના પત્તા પક્ષે કાપી નવા ચહેરા ચુંટણી સંગ્રામમાં ઉતાર્યા છે.જેથી ભાજપ માંથી ઉમેદવાર તરીકે ટિકિટ નહિ મળતા નારાજ સભ્યોમાં ભરતભાઈ બબાજી ઠાકોર,ઉમેશ્કુમાર બિપીનચંદ્ર વ્યાસ,જયેશભાઈ વિઠલભાઈ જાદવે તથા જાવેદભાઈ યાસિનભાઈ તાઈએ પરિવાર જનને અપક્ષ ઉમેદવાર તરીકે પક્ષ સામે ઉમેદવારી કરતા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા શિસ્ત ભંગના ભાગરૂપે વિરમગામના ચાર સભ્યોને તેમજ બારેજા શહેરમાં પંકજભાઈ ભગવાનભાઈ, ઋતવિકભાઈ ભરતભાઈ ચુનારા અને સાણંદ તાલુકામાં (શેલા) પ્રદીપસિંહ ઈન્દુભા જાડેજાને પક્ષમાંથી બરતરફ્ કરવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0