Ahmedabad: વસ્ત્રાલમાં AMC સ્કૂલની બાંધકામ સાઈટ મચ્છર બ્રિડિંગ મળતા સીલ, અલગ અલગ 304 સ્થળોએ મનપાએ તપાસ કરી

Jul 8, 2025 - 20:30
Ahmedabad: વસ્ત્રાલમાં AMC સ્કૂલની બાંધકામ સાઈટ મચ્છર બ્રિડિંગ મળતા સીલ, અલગ અલગ 304 સ્થળોએ મનપાએ તપાસ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાજેતરમાં શહેરમાં વરસેલા વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાવાને કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. AMC સ્કૂલની બાંધકામ સાઈટ મચ્છર બ્રિડિંગ મળ્યા છે. મનપાએ વસ્ત્રાલમાં AMC સ્કૂલ બાંધકામ સાઈટ સીલ કરી છે. અન્ય 6 બાંધકામ સાઈટ પર બ્રિડિંગ મળી આવતા સિલ કરવામાં આવી છે. અલગ અલગ 304 સ્થળોએ મનપાએ તપાસ કરી છે. 304માંથી 163 એકમને નોટિસ, 8.52 લાખનો દંડ વસૂલ્યો છે.

વસ્ત્રાલમાં AMC સ્કૂલ બાંધકામ સાઈટ સીલ

AMCમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ જોવા મળી છે.  વસ્ત્રાલમાં AMC સ્કૂલ બાંધકામ સાઈટ પર જ મળી મચ્છર બ્રિડિંગ મળી આવ્યા છે. કુલ 304 સ્થળોએ ચેકીંગ કરી 163 એકમને નોટિસ ફટકારી 8 લાખ 52 હજારનો દંડ વસૂલ કર્યો છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જેના લઈને AMC હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરની કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મચ્છર બ્રિડીંગ લઈ થલતેજ ખાતે ચેકિંગ કરાયું છે. મચ્છર બ્રિડીંગ મળે તે સાઇટને સીલ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો 

શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.  રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. AMC હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળોએ મનપાએ તપાસ કરી મચ્છર બ્રિડિંગ મળે તેવી જગ્યાઓ સામે કાર્યવાહી કરી છે. AMC હેલ્થ વિભાગનું કન્સ્ટ્રક્શન સાઇટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મચ્છર બ્રિડીંગ મળે તે સાઇટ સીલ કરવામાં આવી રહી છે. શહેરમાં વધતા જતા રોગચાળાને રોકવા શહેર કોર્પોરેશન દ્વારા હાલ આ કામગીરી હાથ ધરવમાં આવી છે. જો કોઈ કન્સ્ટ્રક્શન સાઇટની આસપાસ મચ્છરની બ્રિડીંગ મળી આવશે તો તેમની સામે કાર્યવાહી થશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0