Ahmedabad: વધુ 3 ભૂતિયા શિક્ષકોનું રજા મંજૂરી સાથે વિદેશ ગમન

3 મહિના કરતા વધુ સમયથી શિક્ષકો ગેરહાજર જાસ્મિના પટેલ 177 દિવસથી વિદેશમાં છે શિક્ષકોનો હેતુ જાણવા DEOએ આપ્યા તપાસના આદેશ અમદાવાદ શહેરના વધુ ત્રણ શિક્ષકો રજા લઇ વિદેશ જતા રહ્યા છે. ત્રણ માસ કરતા વધુ સમયથી શિક્ષકો ગેરહાજર છે. જસ્મીનાબેન બાબુભાઈ પટેલ 177 દિવસની રજા લઇ વિદેશમાં છે. શિક્ષક દંપતી અરવિંદ પટેલ અને અનિતા પટેલ પણ વિદેશ જતા રહ્યા છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ભૂતિયા શિક્ષકોની વિગતો એક પછી એક બહાર આવી રહી છે. જેમાં અમદાવાદ જિલ્લો પણ પાછળ રહ્યો નથી. અમદાવાદમાંથી પણ વધુ 3 ભૂતિયા શિક્ષકો રજા મંજૂરી સાથે 3 મહિના કરતા વધુ સમયથી વિદેશ પ્રવાસે છે. જસ્મીનાબેન બાબુભાઈ પટેલ 177 દિવસથી રજા લઈ વિદેશમાં છે. જ્યારે શિક્ષક દંપતી અરવિંદ પટેલ અને અનિતા પટેલ પણ વિદેશ જતા રહ્યા છે. જસ્મીના પટેલ અગાઉ પણ રજા લઇ વિદેશ જતા રહ્યા હતા. વારંવાર રજા લેતા શિક્ષકોનો હેતુ જાણવા માટે DEO એ તપાસના આદેશ આપ્યા છે. બનાસકાંઠામાં પણ વધુ એક ભૂતિયા શિક્ષક ચાલુ નોકરીએ પરદેશમાં જતા રહ્યા હોય તેવી માહિતી પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદની જેમ બનાસકાંઠામાં પણ વધુ એક શિક્ષક ચાલુ નોકરીએ વિદેશ જતા રહ્યા છે. ભાભરની સુથારનેસડી શાળાના શિક્ષક વિદેશમાં હોવાની માહિતી સામે આવી રહી છે. આ ભૂતિયા શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં છે. ભાભરની સુથારનેસડી શાળાના શિક્ષક વગર NOCએ કપાત પગાર સાથે 10 મહિનાથી ગેરહાજર છે. વિપુલ પટેલ મૂળ મહેસાણાના હિરાપુરના વતની છે અને 1 જૂન 2023થી એનઓસી વિના શાળાને જાણ કર્યા વિના કપાત પગારની રજા ઉપર ઉતરી ગયા છે. આ તરફ તાલુકા શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરીને 2 મહિના પહેલા જ નોટિસ મોકલી હતી. જિલ્લામાં આવા ભૂતિયા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ સતર્ક થયું છે. જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે.

Ahmedabad: વધુ 3 ભૂતિયા શિક્ષકોનું રજા મંજૂરી સાથે વિદેશ ગમન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 3 મહિના કરતા વધુ સમયથી શિક્ષકો ગેરહાજર
  • જાસ્મિના પટેલ 177 દિવસથી વિદેશમાં છે
  • શિક્ષકોનો હેતુ જાણવા DEOએ આપ્યા તપાસના આદેશ

અમદાવાદ શહેરના વધુ ત્રણ શિક્ષકો રજા લઇ વિદેશ જતા રહ્યા છે. ત્રણ માસ કરતા વધુ સમયથી શિક્ષકો ગેરહાજર છે. જસ્મીનાબેન બાબુભાઈ પટેલ 177 દિવસની રજા લઇ વિદેશમાં છે. શિક્ષક દંપતી અરવિંદ પટેલ અને અનિતા પટેલ પણ વિદેશ જતા રહ્યા છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ભૂતિયા શિક્ષકોની વિગતો એક પછી એક બહાર આવી રહી છે. જેમાં અમદાવાદ જિલ્લો પણ પાછળ રહ્યો નથી. અમદાવાદમાંથી પણ વધુ 3 ભૂતિયા શિક્ષકો રજા મંજૂરી સાથે 3 મહિના કરતા વધુ સમયથી વિદેશ પ્રવાસે છે. જસ્મીનાબેન બાબુભાઈ પટેલ 177 દિવસથી રજા લઈ વિદેશમાં છે. જ્યારે શિક્ષક દંપતી અરવિંદ પટેલ અને અનિતા પટેલ પણ વિદેશ જતા રહ્યા છે. જસ્મીના પટેલ અગાઉ પણ રજા લઇ વિદેશ જતા રહ્યા હતા. વારંવાર રજા લેતા શિક્ષકોનો હેતુ જાણવા માટે DEO એ તપાસના આદેશ આપ્યા છે.

બનાસકાંઠામાં પણ વધુ એક ભૂતિયા શિક્ષક

ચાલુ નોકરીએ પરદેશમાં જતા રહ્યા હોય તેવી માહિતી પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદની જેમ બનાસકાંઠામાં પણ વધુ એક શિક્ષક ચાલુ નોકરીએ વિદેશ જતા રહ્યા છે. ભાભરની સુથારનેસડી શાળાના શિક્ષક વિદેશમાં હોવાની માહિતી સામે આવી રહી છે. આ ભૂતિયા શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં છે. ભાભરની સુથારનેસડી શાળાના શિક્ષક વગર NOCએ કપાત પગાર સાથે 10 મહિનાથી ગેરહાજર છે.

વિપુલ પટેલ મૂળ મહેસાણાના હિરાપુરના વતની છે અને 1 જૂન 2023થી એનઓસી વિના શાળાને જાણ કર્યા વિના કપાત પગારની રજા ઉપર ઉતરી ગયા છે. આ તરફ તાલુકા શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરીને 2 મહિના પહેલા જ નોટિસ મોકલી હતી. જિલ્લામાં આવા ભૂતિયા શિક્ષકો સામે શિક્ષણ વિભાગ સતર્ક થયું છે. જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે.