Ahmedabad: વટવામાં દોઢકરોડના ખર્ચે શાકમાર્કેટ બનાવ્યું પણ શાકભાજીની લારીઓનો રોડ પર અડિંગો

Oct 10, 2025 - 01:30
Ahmedabad: વટવામાં દોઢકરોડના ખર્ચે શાકમાર્કેટ બનાવ્યું પણ શાકભાજીની લારીઓનો રોડ પર અડિંગો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વટવા ગામતળ પાસે અને લુણેશ્વર સોસાયટીની સામે મ્યુનિ.કોર્પોરેશનને રૂપિયા દોઢ કરોડના ખર્ચે શાકમાર્કેટ બનાવ્યું હતું પણ શાકભાજીની લારીઓ રસ્તા પર ઊભી રહે છે.

મ્યુનિ. અધિકારીઓની ભૂલના લીધે હાલ ખાલી શાકમાર્કેટમાં દારૂની મહેફિલ અને લુખ્ખા તત્વોનો અડ્ડો બની ગયો છે. મ્યુનિ. કોર્પોરેશન સુવિધા ઊભી કરવા કરોડો ખર્ચે પણ જાળવણીના અભાવે ભંગાર હાલત જોવા મળી રહી છે.

મ્યુનિ. કોર્પોરેશનને વટવા ગામતળ વિસ્તારમાં થોડાક વખત પહેલા બનાવેલા શાકમાર્કેટમાં 100 જેટલા થડા બનાવ્યા હતાં. જેમાં માલસામાન મૂકવા ભોયરાં, લાઇટ, પંખા સહિતની વ્યવસ્થા હતી. પરંતુ શાકભાજીની ફેરિયાઓ શાકમાર્કેટનો ઉપયોગ કરતાં નથી. ફેરિયાઓ શાકમાર્કેટની નજીક મેઇન રોડ પર લારીઓ લઇને ઊભા રહે છે. જેના લીધે સમી સાંજે ટ્રાફિક જામ થાય છે. સતત ટ્રાફિક જામને લીધે અન્ય વાહનો ચાલકોને પણ તકલીફ પડે છે. આ અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. મ્યુનિ. અધિકારીઓની ફરજ છેકે, કરોડના ખર્ચે બનાવેલા શાકમાર્કેટના થડાનો ઉપયોગ નહીં કરી રસ્તા પર ઊભા રહેતા શાકના ફેરિયાઓ સામે વારંવાર કાર્યવાહી કરવી જોઇએ. જેથી કરીને શાકના ફેરિયાઓને ન છૂટકે શાકમાર્કેટના થડાનો ઉપયોગ કરવો પડે. પરંતુ સ્થાનિક મ્યુનિ. એસ્ટેટ અધિકારીઓ પોતાનો રોટલો શેકવા શાકના ફેરિયાઓને રોડ પર ઉભા રહેવાની મંજૂરી આપે છે. સ્થાનિક રાજકીય આગેવાનો પણ રસ લેતાં નથી. સ્થાનિકોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે.

કોઈ પગલાં નહી ભરાય તો દારૂનો અડ્ડો બનશે : સ્થાનિકો

બંધ શાકમાર્કેટ હવે અવાવરૂ બનતું જાય છે. જેનો સ્થાનિક લુખ્ખા તત્વો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. સાંજ પડતાંની સાથે જ આસપાસના નશેડીઓ દારૂની પોટલીઓ લઇને આવી જાય છે અને મોડી રાત સુધી દારૂની મહેફિલ માણે છે. કેટલાક તો ઘરે પણ જતાં નથી અને આખી રાત ત્યાં સુઇ જાય છે. કેટલાક ભિક્ષુકોએ ત્યાં ઘર બનાવી દીધું છે, કોઇ કહેનાર નહીં હોવાથી થડાના ભોયરાંમાં દારૂની પોટલીઓ સંતાડી રાખવામાં આવે છે. સ્થાનિકોએ કહ્યું કે, શાકમાર્કેટ દારૂનો અડ્ડો બનતો જશે. પોલીસ પણ કોઇ પગલાં ભરતું નથી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0