Ahmedabad: વટવાની માધવ પબ્લિક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો ઢોર માર
અમદાવાદના વટવામાં માધવ પબ્લિક સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શિક્ષકે કોઈ પણ કારણ વગર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટના શાળાના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં ઘટનાની જાણ થતાં DEOએ માધવ પબ્લિક સ્કૂલને નોટિસ આપીને આ વીડિયો અંગે ખુલાસો માગ્યો હતો.માધવ પબ્લિક સ્કૂલના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો મળતી માહિતી અનુસાર, માધવ પબ્લિક સ્કૂલના આ શિક્ષકને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય કે આ ઘટના 24 સપ્ટેમ્બરે બની હતી જેની 28 સપ્ટેમ્બરના રોજ શિક્ષક વિરુદ્ધ વટવા પોલીસે ફરિયાદ નોંધી હતી. ત્યારે ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આ સમગ્ર ઘટના મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ઘટનાનો રિપોર્ટ પણ મંગાવ્યો છે. ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો આ ઘટના અમદાવાદના વટવામાં આવેલી માધવ પબ્લિક સ્કૂલની છે. જેમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો હતો. 24 સપ્ટેમ્બરે ઘટેલી આ ઘટના મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ ફરીયાદ દાખલ કરાવવામાં આવી હતી. સ્કૂલ દ્વારા શિક્ષકને કરવામાં સસ્પેન્ડ આવ્યા છે અને સ્કૂલના પ્રિન્સિપાલને પણ અયોગ્ય કામગીરી બદલ સસ્પેન્ડ કરાયા છે. વાલી દ્વારા સ્કૂલ સામે આક્ષેપ કરવામાં આવ્યા આ વિદ્યાર્થીના વાલીના જણાવ્યા અનુસાર, 24 તારીખથી CCTV માંગવામાં આવ્યા હતા પણ તે આપવામાં આવ્યા નથી. સાથે જ વાલી દ્વારા સ્કૂલ સામે આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે સ્કૂલ દ્વારા શિક્ષકને પરત લેવા માટે બાળકો પાસેથી જબરજસ્તી પત્ર લખવામાં આવ્યો છે. સ્કૂલના ટ્રસ્ટી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો આ ઘટના બાદ પણ શિક્ષકને સ્કૂલમાં બોલાવવામાં આવ્યો હતો. તેમ વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે સ્કૂલના ટ્રસ્ટી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે શિક્ષકને ક્યારેય પરત લેવામાં નહીં આવે. સાથે જ તેમણે જણાવ્યું કે, તેઓ કયારેય પણ વિદ્યાર્થીઓની સાથે આવું થાય તેમ ઈચ્છતા નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના વટવામાં માધવ પબ્લિક સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શિક્ષકે કોઈ પણ કારણ વગર માર માર્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટના શાળાના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં ઘટનાની જાણ થતાં DEOએ માધવ પબ્લિક સ્કૂલને નોટિસ આપીને આ વીડિયો અંગે ખુલાસો માગ્યો હતો.
માધવ પબ્લિક સ્કૂલના શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો
મળતી માહિતી અનુસાર, માધવ પબ્લિક સ્કૂલના આ શિક્ષકને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય કે આ ઘટના 24 સપ્ટેમ્બરે બની હતી જેની 28 સપ્ટેમ્બરના રોજ શિક્ષક વિરુદ્ધ વટવા પોલીસે ફરિયાદ નોંધી હતી. ત્યારે ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ આ સમગ્ર ઘટના મામલે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ ઘટનાનો રિપોર્ટ પણ મંગાવ્યો છે.
ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો
આ ઘટના અમદાવાદના વટવામાં આવેલી માધવ પબ્લિક સ્કૂલની છે. જેમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યો હતો. 24 સપ્ટેમ્બરે ઘટેલી આ ઘટના મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા 28 સપ્ટેમ્બરના રોજ ફરીયાદ દાખલ કરાવવામાં આવી હતી. સ્કૂલ દ્વારા શિક્ષકને કરવામાં સસ્પેન્ડ આવ્યા છે અને સ્કૂલના પ્રિન્સિપાલને પણ અયોગ્ય કામગીરી બદલ સસ્પેન્ડ કરાયા છે.
વાલી દ્વારા સ્કૂલ સામે આક્ષેપ કરવામાં આવ્યા
આ વિદ્યાર્થીના વાલીના જણાવ્યા અનુસાર, 24 તારીખથી CCTV માંગવામાં આવ્યા હતા પણ તે આપવામાં આવ્યા નથી. સાથે જ વાલી દ્વારા સ્કૂલ સામે આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા કે સ્કૂલ દ્વારા શિક્ષકને પરત લેવા માટે બાળકો પાસેથી જબરજસ્તી પત્ર લખવામાં આવ્યો છે.
સ્કૂલના ટ્રસ્ટી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો
આ ઘટના બાદ પણ શિક્ષકને સ્કૂલમાં બોલાવવામાં આવ્યો હતો. તેમ વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે સ્કૂલના ટ્રસ્ટી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે શિક્ષકને ક્યારેય પરત લેવામાં નહીં આવે. સાથે જ તેમણે જણાવ્યું કે, તેઓ કયારેય પણ વિદ્યાર્થીઓની સાથે આવું થાય તેમ ઈચ્છતા નથી.