Ahmedabad : લાખોની ક્રિપ્ટોકરન્સી માટે 3 લોકોએ યુવકનું કર્યુ અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે અપહૃત યુવકને સહી સલામત છોડાવ્યો

Jul 15, 2025 - 20:30
Ahmedabad : લાખોની ક્રિપ્ટોકરન્સી માટે 3 લોકોએ યુવકનું કર્યુ અપહરણ, ક્રાઈમ બ્રાન્ચે અપહૃત યુવકને સહી સલામત છોડાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લાખોની ક્રિપ્ટો કરન્સી માટે એક યુવકનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું, પરંતુ તે કરન્સી ટ્રાન્સફર નહીં થઈ શકવાના કારણે ઢોર માર મારવામાં આવ્યો હતો. પરંતુ હવે આ ઘટનાના ત્રણ આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે, અપહરણનો મેસેજ મળતા જ ક્રાઈમ બ્રાન્ચ સક્રિય થઈ અને 12 કલાકની જહેમત બાદ અપહૃત યુવકને છોડાવવામાં સફળતા મળી હતી.

અપહૃત યુવક પ્રિન્સ પાંડે લોહીલુહાણ હાલતમાં હતો

ગઈકાલે રાત્રે 2 વાગ્યાની આસપાસ અમદાવાદ પોલીસના કંટ્રોલ રૂમમાં પોલીસને મેસેજ મળે છે કે પ્રિન્સ પાંડે નામના યુવકનું અપહરણ થયું છે, જેથી રાત્રીના જ સમયે પોલીસે ક્રાઈમ બ્રાન્ચને મેસેજ આપ્યો હતો, જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ ટીમ બનાવી ટેક્નિકલ સર્વેલન્સ આધારે અલગ અલગ દિશામાં તપાસ શરુ કરી હતી. ત્યારે આજે બપોરે 12 વાગ્યા આસપાસ અપહૃત યુવકને છોડાવવામાં સફળતા મળી હતી. જ્યારે પોલીસ જગ્યા પર પહોંચી ત્યારે અપહૃત યુવક પ્રિન્સ પાંડે લોહીલુહાણ હાલતમાં હતો, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

બાપુનગર ટોલ નાકા ખાતેથી અપહરણ કરાયું

પોલીસની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે અપહૃત યુવક પ્રિન્સ પાંડે ક્રિપ્ટોકરન્સી USDTનું કામ કરે છે અને ત્રણ આરોપીઓ કરણ ઉર્ફે આકાશ નાયર , હર્ષ અને કૃણાલ વિહોલ તેના મિત્ર વિકાસની મદદથી પ્રિન્સને મળવા માટે બાપુનગર ટોલ નાકા ખાતે બોલાવ્યો હતો અને બાદમાં તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને અલગ અલગ જગ્યા પર ફેરવવામાં આવ્યો હતો અને તેને કહેવામાં આવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ કરવાની છે અને તેના બદલામાં તેને ભારતીય નાણાં આપવામાં આવશે.

શું હતો સમગ્ર મામલો?

પરંતુ અપહરણ કરી પ્રિન્સના એકાઉન્ટમાં રહેલા 50,000 ક્રિપ્ટો કરન્સી જેની ભારતીય બજારમાં કિંમત આશરે 43 લાખ થાય છે તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. જેનો પાસવર્ડ ટિપિકલ હતો, જેથી પ્રિન્સ આ પાસવર્ડ પોતાના ઘરે રાખતો હતો. જેથી આરોપીઓએ પ્રિન્સના પિતા ભારતીય સેનામાં કામ કરતા હતા અને તેમને ફોન કર્યો હતો પરંતુ ડર લાગવાના કારણે વધારે વાત કરવા દીધી નહોતી અને આ ટ્રાન્જેક્શન નહીં થઈ શકવાના કારણે પ્રિન્સને ઢોર માર મારવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં એ વાત પણ સામે આવ્યું છે કે પ્રિન્સનો મિત્ર વિકાસ કે જેણે પ્રિન્સને લાલચ આપી હતી અને સમગ્ર મામલે તેની પણ સંડોવણી હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવશે, સાથે જ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ સાંયોગિક પુરાવા એકત્ર કરવા કાર્યવાહી શરુ કરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0