Ahmedabad રેલવે ડિવિઝનના 13 કર્મચારીઓને વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા

પશ્ચિમ રેલવેના 69મા રેલ્વે સપ્તાહની ઉજવણીના પ્રસંગે વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર (VRSP) 2024નું આયોજન 15મી જાન્યુઆરી, 2025ના રોજ યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ, મુંબઈમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રએ વર્ષ 2023-24 દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ પશ્ચિમ રેલવેના 92 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશેષ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. અધિકારીઓની કામગીરી પ્રમાણે એવોર્ડ અમદાવાદ ડિવિઝનના 5 અધિકારીઓ અને 8 રેલ્વે કર્મચારીઓને વર્ષ 2024માં પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કાર્યક્ષમતા મેડલ અને મેરિટ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.મહાપ્રબંધક,પશ્ચિમ રેલવે,અમદાવાદ ડિવિઝન દ્વારા જે અધિકારીઓને એવોર્ડ આપવામાં આવ્યા તેમાં રાષ્ટ્રદીપ-વરિષ્ઠ મંડળ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર,અનુરાગ સિંઘ - ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર,સૌમિત્ર સિંહા - ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, પંકજ તિવારી - ડિવિઝનલ પરિચાલન પ્રબંધક, સંજય પૂનમચંદ ચૌધરી - સહાયક સુરક્ષા આયુક્ત અને કર્મચારીઓમાં મુકેશ કુમાર બૈરવા - વરિષ્ઠ સેક્શન ઈજનેર, નિશાંત અનિલ કુમાર - વરિષ્ઠ સેક્શન ઈજનેર,મિહિર. ટાટુ - સિનિયર સેક્શન એન્જિનિયર અંજુ એન ગુલાટી-મુખ્ય કાર્યાલય અધિક્ષક,અંજની કુમાર-સિનિયર સેક્શન એન્જિનિયર, ઉપેન્દ્ર ત્રિપાઠી - ચીફ લોકો ઈન્સ્પેક્ટર,જીગર દિવાનજી - સિનિયર ગુડ્સ ટ્રેન મેનેજર, અમિત કુમાર વોરા –મુખ્ય નિયંત્રક સમાવેશ થાય છે. અમદાવાદ ડિવિઝન સતત વિકાસના માર્ગે આગળ વધતું રહ્યું આ એવોર્ડ સમારંભનું આયોજન પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણને માન્યતા આપવા માટે દર વર્ષે આયોજીત કરવામાં આવે છે. જે હંમેશા પડકારોનો સામનો કરવા તત્પર રહે છે આવા કુશળ અધિકારીઓ અને કર્મચારીઓમાંથી પસંદગીના કેટલાકને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે.ડિવિઝનલ રેલ્વે મેનેજર સુધીર કુમાર શર્માએ વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર મેળવનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતપોતાના ક્ષેત્રનું કામ પૂર્ણ સમર્પણ અને મહેનતથી કરવા અપીલ કરી છે જેથી વધુને વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે. ડિવિઝનના વધુથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ડિવિઝનલ, ઝોનલ અને રેલ્વે બોર્ડ કક્ષાએ સન્માન મળવું જોઈએ અને અમદાવાદ ડિવિઝન સતત વિકાસના માર્ગે આગળ વધતું રહે.

Ahmedabad રેલવે ડિવિઝનના 13 કર્મચારીઓને વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પશ્ચિમ રેલવેના 69મા રેલ્વે સપ્તાહની ઉજવણીના પ્રસંગે વિશિષ્ઠ રેલ સેવા પુરસ્કાર (VRSP) 2024નું આયોજન 15મી જાન્યુઆરી, 2025ના રોજ યશવંતરાવ ચવ્હાણ ઓડિટોરિયમ, મુંબઈમાં કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અશોક કુમાર મિશ્રએ વર્ષ 2023-24 દરમિયાન ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ પશ્ચિમ રેલવેના 92 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશેષ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

અધિકારીઓની કામગીરી પ્રમાણે એવોર્ડ

અમદાવાદ ડિવિઝનના 5 અધિકારીઓ અને 8 રેલ્વે કર્મચારીઓને વર્ષ 2024માં પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કાર્યક્ષમતા મેડલ અને મેરિટ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.મહાપ્રબંધક,પશ્ચિમ રેલવે,અમદાવાદ ડિવિઝન દ્વારા જે અધિકારીઓને એવોર્ડ આપવામાં આવ્યા તેમાં રાષ્ટ્રદીપ-વરિષ્ઠ મંડળ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર,અનુરાગ સિંઘ - ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર,સૌમિત્ર સિંહા - ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર, પંકજ તિવારી - ડિવિઝનલ પરિચાલન પ્રબંધક, સંજય પૂનમચંદ ચૌધરી - સહાયક સુરક્ષા આયુક્ત અને કર્મચારીઓમાં મુકેશ કુમાર બૈરવા - વરિષ્ઠ સેક્શન ઈજનેર, નિશાંત અનિલ કુમાર - વરિષ્ઠ સેક્શન ઈજનેર,મિહિર. ટાટુ - સિનિયર સેક્શન એન્જિનિયર અંજુ એન ગુલાટી-મુખ્ય કાર્યાલય અધિક્ષક,અંજની કુમાર-સિનિયર સેક્શન એન્જિનિયર, ઉપેન્દ્ર ત્રિપાઠી - ચીફ લોકો ઈન્સ્પેક્ટર,જીગર દિવાનજી - સિનિયર ગુડ્સ ટ્રેન મેનેજર, અમિત કુમાર વોરા –મુખ્ય નિયંત્રક સમાવેશ થાય છે.

અમદાવાદ ડિવિઝન સતત વિકાસના માર્ગે આગળ વધતું રહ્યું

આ એવોર્ડ સમારંભનું આયોજન પશ્ચિમ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની મહેનત અને સમર્પણને માન્યતા આપવા માટે દર વર્ષે આયોજીત કરવામાં આવે છે. જે હંમેશા પડકારોનો સામનો કરવા તત્પર રહે છે આવા કુશળ અધિકારીઓ અને કર્મચારીઓમાંથી પસંદગીના કેટલાકને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે.ડિવિઝનલ રેલ્વે મેનેજર સુધીર કુમાર શર્માએ વિશિષ્ટ રેલ્વે સેવા પુરસ્કાર મેળવનાર અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતપોતાના ક્ષેત્રનું કામ પૂર્ણ સમર્પણ અને મહેનતથી કરવા અપીલ કરી છે જેથી વધુને વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે. ડિવિઝનના વધુથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ડિવિઝનલ, ઝોનલ અને રેલ્વે બોર્ડ કક્ષાએ સન્માન મળવું જોઈએ અને અમદાવાદ ડિવિઝન સતત વિકાસના માર્ગે આગળ વધતું રહે.