Ahmedabad: રવિવારે રિવરફ્રન્ટ રોડ પર કે.ડી. મેરેથોન યોજાશે
શહેરમાં લોકોમાં આરોગ્ય તથા તંદુરસ્તીની જાગરૂકતા લાવવા સાબરમતી રિવરફ્રન્ટ પર કેડી અમદાવાદ મેરેથોન દોડનું રવિવારે આયોજન કરવામાં આવ્યુ છે. જેના કારણે સવારે 4 વાગ્યાથી મેરેથોન પૂરી ના થાય ત્યાર સુધી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.મેરેથોનને પગલે પશ્ચિમ રિવરફ્રન્ટનો રસ્તો બંધ રહેશે. જેમાં સ્મશાનગૃહ કટથી પશ્વિમનો રિવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધીનો માર્ગ, ઉપરાંત રાણીપ નવા ટીપી રોડ પાણીની ટાંકીથી વાડજ સ્મશાનગૃહ કટ તરફ્ જતો ડાબી બાજુનો રસ્તો અને ખોડીયાનગર ચાર રસ્તાથી આંબેડકર બ્રિજ મઘ્યભાગ થઈ ચંદ્રનગર ચાર રસ્તા તરફ્ જતા ડાબી બાજુનો રસ્તો અને આંબેડકરબ્રિજ ઘોબી ઘાટ પુર્વના રિવરફ્રન્ટ કટથી પિકનીક હાઉસ રીવરફ્રંટ સુધીનો રોડ બંધ રહેશે. ત્યારે વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ સ્મશાન ગૃહથી વાડજ સર્કલ, ઈન્કમેટક્ષ ઓવરબ્રિજ,ડિલાઈટ ચાર રસ્તા, નહેરુબ્રિજ, પાલડીથી મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈ અંજલી તરફ્ અવર જવર કરી શકાશે તેમજ ખોડીયાનગર ચાર રસ્તાથી આંબેડરબ્રિજ મધ્યભાગ થઈ ચંદ્રનગર ચાર રસ્તા સુધીના જમણી બાજુનો રોડનો ઉપરાંત પુર્વ રિવરફ્રન્ટ રોડ કટથી પિકનીક હાઉસ રિવરફ્રન્ટ ટી તરફ્નો રસ્તા પર વાહનચાલકો અવર જવર કરી શકશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેરમાં લોકોમાં આરોગ્ય તથા તંદુરસ્તીની જાગરૂકતા લાવવા સાબરમતી રિવરફ્રન્ટ પર કેડી અમદાવાદ મેરેથોન દોડનું રવિવારે આયોજન કરવામાં આવ્યુ છે. જેના કારણે સવારે 4 વાગ્યાથી મેરેથોન પૂરી ના થાય ત્યાર સુધી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.
મેરેથોનને પગલે પશ્ચિમ રિવરફ્રન્ટનો રસ્તો બંધ રહેશે. જેમાં સ્મશાનગૃહ કટથી પશ્વિમનો રિવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધીનો માર્ગ, ઉપરાંત રાણીપ નવા ટીપી રોડ પાણીની ટાંકીથી વાડજ સ્મશાનગૃહ કટ તરફ્ જતો ડાબી બાજુનો રસ્તો અને ખોડીયાનગર ચાર રસ્તાથી આંબેડકર બ્રિજ મઘ્યભાગ થઈ ચંદ્રનગર ચાર રસ્તા તરફ્ જતા ડાબી બાજુનો રસ્તો અને આંબેડકરબ્રિજ ઘોબી ઘાટ પુર્વના રિવરફ્રન્ટ કટથી પિકનીક હાઉસ રીવરફ્રંટ સુધીનો રોડ બંધ રહેશે. ત્યારે વૈકલ્પિક માર્ગ તરીકે વાડજ સ્મશાન ગૃહથી વાડજ સર્કલ, ઈન્કમેટક્ષ ઓવરબ્રિજ,ડિલાઈટ ચાર રસ્તા, નહેરુબ્રિજ, પાલડીથી મહાલક્ષ્મી પાંચ રસ્તા થઈ અંજલી તરફ્ અવર જવર કરી શકાશે તેમજ ખોડીયાનગર ચાર રસ્તાથી આંબેડરબ્રિજ મધ્યભાગ થઈ ચંદ્રનગર ચાર રસ્તા સુધીના જમણી બાજુનો રોડનો ઉપરાંત પુર્વ રિવરફ્રન્ટ રોડ કટથી પિકનીક હાઉસ રિવરફ્રન્ટ ટી તરફ્નો રસ્તા પર વાહનચાલકો અવર જવર કરી શકશે.