Ahmedabad: મહિલા કોન્સ્ટેબલ પરિવારથી દૂર થયેલા વૃદ્ધ માતાનો બની સહારો, વાંચો અહેવાલ
જ્યારે એક દીકરાએ પોતાની વૃદ્ધ માતાને છોડી દીધી, ત્યારે સમાજમાં એક નવો દાખલો ઉભો થયો છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલે માત્ર ફરજની આડમાં નહીં, પરંતુ દીકરી બનીને માતાના જીવનને નવી દિશા આપી છે. આ છે પ્રેરણાદાયક માનવતાની એક અનોખી વાત.વસ્ત્રાલમાં રહેતા માયાબેનને ત્યાં વૃદ્ધ મહિલા હંસા બેનની દીકરી બની આપ્યો ઘરે આશરો અત્યાર સુધીમાં પોલીસ કર્મીઓને તમે ચોરોને પકડતા અને માર મારતા કડક સ્વરૂપમાં જોયા હશે, પરંતુ આજે અમે તમને પોલીસનું એવું દ્રશ્ય બતાવવા જઈએ છે કે જે સાંભળીને તમને પણ જાણીને આ મહિલા કોન્સ્ટેબલને સલામ કરવાનું મન થઈ જશે. સમાજના પરિવારની વરવી વાસ્તવિકતામાંથી દીકરાએ પોતાની માતાને છોડી દીધી અને તેવા જ વડીલની દીકરી આજે આ મહિલા કોન્સ્ટેબલ બનીને સહારો બની છે. આ વાત એક એવી વૃદ્ધ માતાની છે, જે દીકરાના પરિત્યાગ પછી જીવનના અંતિમ દશકામાં ખૂબ જ એકલી રહી ગઈ હતી. પરંતુ, મહિલા કોન્સ્ટેબલે તેમને ન માત્ર આર્થિક સહારો પણ તેની સાથે માનસિક અને ભાવનાત્મક આશરો પણ આપ્યો છે. પરિવારથી દુર થયેલા વૃદ્ધ મહિલાને મળ્યો પોલીસ કોન્સ્ટેબલ માયાબેનનો સહારો આ હંસાબેનના જીવનમાંએ ક્ષણ આવી, જ્યારે દીકરાએ તેમને તેમની હાલત પર છોડી દીધા. ત્યારે આવી પરિસ્થિતિમાં તેમને સાથ મળ્યો મહિલા કોન્સ્ટેબલ માયાબેન પટેલનો. જેમણે દીકરી બનીને તેમની સંપૂર્ણ જવાબદારી ઉપાડી અને આજે દીકરીની જેમ ફરજ નિભાવી રહ્યા છે. જ્યાં દીકરાઓ તેમના પરિવારમાં નબળા સાબિત થાય છે, ત્યાં દીકરીઓ પોતાની હોય કે પારકી તે પોતાના માતા પિતા માટે મજબૂત સાબિત થાય છે. આ ઉમદા કામગીરી બદલ મહિલા કોન્સ્ટેબલ માયાબેન પટેલને સંદેશ ન્યુઝ પણ સલામ કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જ્યારે એક દીકરાએ પોતાની વૃદ્ધ માતાને છોડી દીધી, ત્યારે સમાજમાં એક નવો દાખલો ઉભો થયો છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલે માત્ર ફરજની આડમાં નહીં, પરંતુ દીકરી બનીને માતાના જીવનને નવી દિશા આપી છે. આ છે પ્રેરણાદાયક માનવતાની એક અનોખી વાત.
વસ્ત્રાલમાં રહેતા માયાબેનને ત્યાં વૃદ્ધ મહિલા હંસા બેનની દીકરી બની આપ્યો ઘરે આશરો
અત્યાર સુધીમાં પોલીસ કર્મીઓને તમે ચોરોને પકડતા અને માર મારતા કડક સ્વરૂપમાં જોયા હશે, પરંતુ આજે અમે તમને પોલીસનું એવું દ્રશ્ય બતાવવા જઈએ છે કે જે સાંભળીને તમને પણ જાણીને આ મહિલા કોન્સ્ટેબલને સલામ કરવાનું મન થઈ જશે. સમાજના પરિવારની વરવી વાસ્તવિકતામાંથી દીકરાએ પોતાની માતાને છોડી દીધી અને તેવા જ વડીલની દીકરી આજે આ મહિલા કોન્સ્ટેબલ બનીને સહારો બની છે. આ વાત એક એવી વૃદ્ધ માતાની છે, જે દીકરાના પરિત્યાગ પછી જીવનના અંતિમ દશકામાં ખૂબ જ એકલી રહી ગઈ હતી. પરંતુ, મહિલા કોન્સ્ટેબલે તેમને ન માત્ર આર્થિક સહારો પણ તેની સાથે માનસિક અને ભાવનાત્મક આશરો પણ આપ્યો છે.
પરિવારથી દુર થયેલા વૃદ્ધ મહિલાને મળ્યો પોલીસ કોન્સ્ટેબલ માયાબેનનો સહારો
આ હંસાબેનના જીવનમાંએ ક્ષણ આવી, જ્યારે દીકરાએ તેમને તેમની હાલત પર છોડી દીધા. ત્યારે આવી પરિસ્થિતિમાં તેમને સાથ મળ્યો મહિલા કોન્સ્ટેબલ માયાબેન પટેલનો. જેમણે દીકરી બનીને તેમની સંપૂર્ણ જવાબદારી ઉપાડી અને આજે દીકરીની જેમ ફરજ નિભાવી રહ્યા છે. જ્યાં દીકરાઓ તેમના પરિવારમાં નબળા સાબિત થાય છે, ત્યાં દીકરીઓ પોતાની હોય કે પારકી તે પોતાના માતા પિતા માટે મજબૂત સાબિત થાય છે. આ ઉમદા કામગીરી બદલ મહિલા કોન્સ્ટેબલ માયાબેન પટેલને સંદેશ ન્યુઝ પણ સલામ કરે છે.