Ahmedabad: મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેનો દાવો; દૂધની શુદ્ધતા ચકાસવા વપરાશ અને પશુઓની સંખ્યાની ગણતરી જરૂરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ ખાતે યોજાયેલા એક ખાનગી યુનિવર્સિટીના ખાસ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ કમિશનર (FDA) તુકારામ મુંઢેએ હાજરી આપી હતી. જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાના મુદ્દે પોતાના આકરા વલણ માટે જાણીતા તુકારામ મુંઢેએ કાર્યક્રમ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગની વર્તમાન સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પૂરતા પ્રમાણમાં વર્કફોર્સ (સ્ટાફ) ઓછી છે. જો વિભાગ પાસે પૂરતી વર્કફોર્સ હશે તો જ સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સ્વસ્થ ખોરાક સુનિશ્ચિત કરી શકાશે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે પૂરતી વર્કફોર્સ પૂરી પાડવા માટે સરકાર સ્તર પર કામગીરી ચાલી રહી છે.
મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેનો મોટો ધડાકો
બજારમાં મળતા દૂધની શુદ્ધતા અંગે ચિંતા વ્યક્ત કરતા મહારાષ્ટ્ર FDA કમિશનરે એક વિશિષ્ટ સૂચન રજૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માર્કેટમાં વેચાતું દૂધ ખરેખર પ્યોર છે કે નહીં તે ચકાસવા માટે એક ચોક્કસ ગણતરી થવી ખૂબ જરૂરી છે. દેશ કે રાજ્યમાં જેટલું દૂધ વપરાય છે તેની સામે તેટલા દૂધાળા પશુઓ ઉપલબ્ધ છે કે નહીં તેની વાસ્તવિક ગણતરી થવી જોઇએ. આ પ્રકારના સરવે અને ડેટા એનાલિસિસથી દૂધમાં થતી કૃત્રિમ ભેળસેળ અને બોગસ દૂધના કારોબાર પર મોટો અંકુશ મેળવી શકાશે.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં વર્કફોર્સ વધારવા પર મૂક્યો ભાર
શહેરી વિસ્તારોમાં વેચાતા સ્ટ્રીટ ફૂડ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, સામાન્ય નાગરિકોને આરોગ્યપ્રદ અને સુરક્ષિત સ્ટ્રીટ ફૂડ મળે તે માટે નક્કી કરાયેલી પોલિસીનું અક્ષરશઃ પાલન થવું જરૂરી છે. આ ઉપરાંત, ફૂડ લાઇસન્સ રિન્યૂ કરવામાં થતી ગેરરીતિઓ અંગે કડક વલણ અપનાવતા તેમણે ઉમેર્યું હતું કે, 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' હેઠળ વેપારીઓને ઝડપી ફૂડ લાઇસન્સ મળે તે જરૂરી છે, પરંતુ આ સરળ પ્રક્રિયાનો ઘણા લોકો દ્વારા ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવા મિસયૂઝ અને ગેરરીતિઓ અટકાવવા માટે દંડની રકમ વધુ રાખવી જોઇએ જેથી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લગામ કસી શકાય.
આ પણ વાંચો: Botad: રાણપુરના નાગનેશ ગામે ખનીજ માફિયાઓનો આતંક; ખનીજ ચોરી રોકનાર પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

