Ahmedabad: મર્ડર કેસના આરોપીને ફાંસીની સજા બોમ્બ બ્લાસ્ટના દોષિતો બાદ પહેલો કેસ

અમદાવાદ શહેરમાં 2008માં થયેલા શ્રોણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સેશન્સ કોર્ટે દોષિતોને ફાંસીની સજા ફરમાવ્યા બાદ પહેલા કેસમાં મંગળવારે ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. શહેરના ઓઢવ બેલા પાર્કમાં રહેતી પરીણિતાના અનૈતિક સબંધમાં પ્રેમીએ પરિણિતાના પતિ, સાસુની કુહાડી માથામાં મારીને હત્યા કરીને લાશ કોથળામાં નાંખીને પુરાવાનો નાશ કરવાના મામલે પકડાયેલા બળદેવભાઈ બુધાજી ચૌહાણ (ઠાકોર)ને એડિશનલ સેશન્સ જજ બી.બી.જાદવે ગુનેગાર ઠરાવીને ફંસીની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપી બળદેવભાઈ બુધાજી ચૌહાણ (ઠાકોર) સામેનો કેસ રેરસ્ટ ઓફ ધી રેર ની કેટેગરીમાં છે. આરોપીએ અનૈતિક સંબંધોને લઈને બે નિર્દોષ વ્યકિતઓનું ખૂન કર્યુ છે. આરોપીનું કૃત્ય એટલુ બધુ ઘાતકી અને ઘ્રુણાસ્પદ છે કે, આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવે તો ન્યાયની અદાલત દ્વારા ચોક્કપણે કયાંકને કયાંક પોતાની કઠોર કરવાની શકિત ગુમાવવા સમાન બની જશે. હાલના આરોપીએ મૃતકની પત્ની સુજાતા સાથેના અનૈતિક સંબંધોને લઈને નિર્દયતાપૂર્વક કુહાડી વડે કંચનબેનના માથામાં પાંચ ઘા અને તેમના પુત્ર વિપુલભાઈના માથામાં ત્રણ ઘા મારીને મૃત્યુ નિપજાવ્યુ હતુ. આમ અત્યંત ઘાતકી પ્રકારનું કૃત્ય કહી શકાય જે કૃત્યમાં આરોપીની નિર્દયતા અને અમાનવીય તત્વ હોવાનું ફલિત થાય છે. આરોપીએ બન્ને જણાની હત્યા અત્યંત હિનતા પૂર્વક અને અમાનવીય રીતે કર્યુ છે. આરોપીનું કૃત્ય અપવાદમાં પણ અપવાદ રૂપ કિસ્સા (રેર ઓફ ધી રેર) હોવાનું કોર્ટનું માનવુ છે. આરોપી કિસ્સામાં આરોપીને મૃત્યુદંડની સજા કરવી ન્યાયોચિત જણાય છે અને આ સજા એક માત્ર યોગ્ય વિકલ્પ તરીકે જણાય આવે છે.કેસ શું હતો...? શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ બેલાપાર્કના મકાનમાં 6 જૂન 2021 7ના રોજ ખુબ જ દુર્ગંધ મારતી હતી. જેથી મકાન માલીક દિવ્યેશ મોદીએ ઘરમાં જઇ તપાસ કરતા ત્યાં બે સડી ગયેલી અને કીડા પડેલી લાશ મળી આવી હતી. ત્યારબાદ તપાસ કરતા તે લાશ ભાડુઆત વિપુલભાઇ અને કંચનબહેનની હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા વિપુલભાઇની પત્ની સુજાતાને બળદેવ બુધાજી ચૌહાણ(ઠાકોર) સાથે અનૈતિક સબંધ હોવાથી જાણ પતિ, સાસુને થતા તેને મહારાષ્ટ્ર પિયર મોકલી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ વાતને લઇ 3 જુન 2017ના રોજ બળદેવ ચૌહાણ વિપુલના ઘરે સાંજે પહોંચ્યો હતો. ત્યારે તેની માતા કંચનબહેન એકલા હતા. કંચનબહેન સાથે ઝઘડો કરી કુહાડીના ઘા મારી બળદેવે તેમની હત્યા કરી હતી. ત્યારબાદ લાશ સગેવગે કરતો હતો ત્યારે વિપુલ આવતા તેની પણ હત્યા કરી હતી. હત્યા બાદ રાત્રે બળદેવ ચૌહાણ ત્યાં જ સુઇ ગયો હતો અને પરોઢીયે ત્યાંથી પલાયન થઇ ગયો હતો. કેમ કોર્ટે ફાંસીની સજા ફટકારી જે કેસ ચાલતા સરકારી વકીલ રમેશ પટણીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, મૃતક વિપુલભાઇની પત્ની સુજાતા સાસુ કંચનબહેન સાથે દવા લેવા માટે શ્રીરામ હોસ્પિટલ ગઇ હતી. ત્યાં આરોપી કંપાઉન્ડર હતો અને બન્નેની ઓળખાણ થઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે આડા સબંધ હતા. આડા સબંધ અંગે જાણ થતા વિપુલ, સાસુએ સુજાતાને પિયર મોકલી આપી હતી. જેનો ગુસ્સો રાખી 3 જુન 2017ના રોજ આરોપી વિપુલના ઘરે આવ્યો હતો અને કંચનબહેન સાથે ઝઘડો કરી પહેલાં તેમની હત્યા કરી હતી. ત્યારબાદ વિપુલની પણ કુહાડી વડે હુમલો કરી હત્યા કરી હતી. લાશ ઓળખાય નહીં માટે પ્લાસ્ટિકના કોથળામાં ભરી, મકાનના બાથરૂમ પાસે બન્ને લાશ મુકી પલાયન થઇ ગયો હતો.

Ahmedabad: મર્ડર કેસના આરોપીને ફાંસીની સજા બોમ્બ બ્લાસ્ટના દોષિતો બાદ પહેલો કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં 2008માં થયેલા શ્રોણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટના કેસમાં સેશન્સ કોર્ટે દોષિતોને ફાંસીની સજા ફરમાવ્યા બાદ પહેલા કેસમાં મંગળવારે ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. શહેરના ઓઢવ બેલા પાર્કમાં રહેતી પરીણિતાના અનૈતિક સબંધમાં પ્રેમીએ પરિણિતાના પતિ, સાસુની કુહાડી માથામાં મારીને હત્યા કરીને લાશ કોથળામાં નાંખીને પુરાવાનો નાશ કરવાના મામલે પકડાયેલા બળદેવભાઈ બુધાજી ચૌહાણ (ઠાકોર)ને એડિશનલ સેશન્સ જજ બી.બી.જાદવે ગુનેગાર ઠરાવીને ફંસીની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યુ હતુ કે, આરોપી બળદેવભાઈ બુધાજી ચૌહાણ (ઠાકોર) સામેનો કેસ રેરસ્ટ ઓફ ધી રેર ની કેટેગરીમાં છે. આરોપીએ અનૈતિક સંબંધોને લઈને બે નિર્દોષ વ્યકિતઓનું ખૂન કર્યુ છે. આરોપીનું કૃત્ય એટલુ બધુ ઘાતકી અને ઘ્રુણાસ્પદ છે કે, આરોપીને આજીવન કેદની સજા કરવામાં આવે તો ન્યાયની અદાલત દ્વારા ચોક્કપણે કયાંકને કયાંક પોતાની કઠોર કરવાની શકિત ગુમાવવા સમાન બની જશે. હાલના આરોપીએ મૃતકની પત્ની સુજાતા સાથેના અનૈતિક સંબંધોને લઈને નિર્દયતાપૂર્વક કુહાડી વડે કંચનબેનના માથામાં પાંચ ઘા અને તેમના પુત્ર વિપુલભાઈના માથામાં ત્રણ ઘા મારીને મૃત્યુ નિપજાવ્યુ હતુ. આમ અત્યંત ઘાતકી પ્રકારનું કૃત્ય કહી શકાય જે કૃત્યમાં આરોપીની નિર્દયતા અને અમાનવીય તત્વ હોવાનું ફલિત થાય છે. આરોપીએ બન્ને જણાની હત્યા અત્યંત હિનતા પૂર્વક અને અમાનવીય રીતે કર્યુ છે. આરોપીનું કૃત્ય અપવાદમાં પણ અપવાદ રૂપ કિસ્સા (રેર ઓફ ધી રેર) હોવાનું કોર્ટનું માનવુ છે. આરોપી કિસ્સામાં આરોપીને મૃત્યુદંડની સજા કરવી ન્યાયોચિત જણાય છે અને આ સજા એક માત્ર યોગ્ય વિકલ્પ તરીકે જણાય આવે છે.

કેસ શું હતો...?

શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલ બેલાપાર્કના મકાનમાં 6 જૂન 2021 7ના રોજ ખુબ જ દુર્ગંધ મારતી હતી. જેથી મકાન માલીક દિવ્યેશ મોદીએ ઘરમાં જઇ તપાસ કરતા ત્યાં બે સડી ગયેલી અને કીડા પડેલી લાશ મળી આવી હતી. ત્યારબાદ તપાસ કરતા તે લાશ ભાડુઆત વિપુલભાઇ અને કંચનબહેનની હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા વિપુલભાઇની પત્ની સુજાતાને બળદેવ બુધાજી ચૌહાણ(ઠાકોર) સાથે અનૈતિક સબંધ હોવાથી જાણ પતિ, સાસુને થતા તેને મહારાષ્ટ્ર પિયર મોકલી દેવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ વાતને લઇ 3 જુન 2017ના રોજ બળદેવ ચૌહાણ વિપુલના ઘરે સાંજે પહોંચ્યો હતો. ત્યારે તેની માતા કંચનબહેન એકલા હતા. કંચનબહેન સાથે ઝઘડો કરી કુહાડીના ઘા મારી બળદેવે તેમની હત્યા કરી હતી. ત્યારબાદ લાશ સગેવગે કરતો હતો ત્યારે વિપુલ આવતા તેની પણ હત્યા કરી હતી. હત્યા બાદ રાત્રે બળદેવ ચૌહાણ ત્યાં જ સુઇ ગયો હતો અને પરોઢીયે ત્યાંથી પલાયન થઇ ગયો હતો.

કેમ કોર્ટે ફાંસીની સજા ફટકારી

જે કેસ ચાલતા સરકારી વકીલ રમેશ પટણીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, મૃતક વિપુલભાઇની પત્ની સુજાતા સાસુ કંચનબહેન સાથે દવા લેવા માટે શ્રીરામ હોસ્પિટલ ગઇ હતી. ત્યાં આરોપી કંપાઉન્ડર હતો અને બન્નેની ઓળખાણ થઇ હતી. ત્યારબાદ બન્ને વચ્ચે આડા સબંધ હતા. આડા સબંધ અંગે જાણ થતા વિપુલ, સાસુએ સુજાતાને પિયર મોકલી આપી હતી. જેનો ગુસ્સો રાખી 3 જુન 2017ના રોજ આરોપી વિપુલના ઘરે આવ્યો હતો અને કંચનબહેન સાથે ઝઘડો કરી પહેલાં તેમની હત્યા કરી હતી. ત્યારબાદ વિપુલની પણ કુહાડી વડે હુમલો કરી હત્યા કરી હતી. લાશ ઓળખાય નહીં માટે પ્લાસ્ટિકના કોથળામાં ભરી, મકાનના બાથરૂમ પાસે બન્ને લાશ મુકી પલાયન થઇ ગયો હતો.