Bhavnagar: કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિની સહાય મેળવવામાં બાળકોને હાલાકી, E-KYC માટે લાંબી લાઈનો
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી યોજનાની સહાય માટે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં E-KYC કરાવવું ફરજિયાત છે અને વિદ્યાર્થીઓની સગવડતા માટે સરકારે આધારની સ્પેશિયલ કીટો પણ ફાળવી છે. જેથી કીટ શાળાએ લઈ જઈ વિદ્યાર્થીઓનું EKYC કરાવી શકાય. પરંતુ ભાવનગર શિક્ષણ ખાતાની બેદરકારીને કારણે શહેર કક્ષાની આધારકાર્ડ માટેની 4 કીટ છેલ્લા દોઢ બે વર્ષથી ધૂળ ખાઈ રહી છે. જેના કારણે બાળકોને આધાર અપડેશન માટે આધાર સેન્ટરોની લાંબી લાઈનોમાં હેરાનગતિ ભોગવવી પડે છે. શિષ્યવૃતિ માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં E-KYC ફરજિયાત છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં વિવિધ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી સહાય યોજનાઓ બહાર પાડે છે અને વિદ્યાર્થીઓએ તે યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડ વર્તમાન સ્થિતિએ અપડેટ હોવું જરૂરી છે. હાલમાં કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિની સહાય માટે કાર્યવાહી શરૂ છે. જેમાં એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળી શકે. સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં બાયોમેટ્રિક સહિત તમામ વિગતો સાથે બંને કાર્ડ લિંક હોવા પણ જરૂરી છે અને ત્યારબાદ સરકારની પીડીએસ પ્લસ એપ્લિકેશન દ્વારા એપ્રુવલ માટે કાર્યવાહી કરવાની રહે છે, ત્યારે હાલના સમયમાં રેશનકાર્ડ અને બાયોમેટ્રિકની વિગતો સરકારના પોર્ટલમાં અપડેટ કરવા છતાં ડેટા ફેચ નહીં થતાં બાળક સરકારી શિષ્યવૃતિ માટે લાભથી વંચિત રહી જાય છે અને ધક્કાઓ ખાવા મજબૂર બને છે. ભાવનગરમાં શહેર કક્ષાએ 4 કીટ અને ગ્રામ્ય કક્ષાએ 16 કીટ ફાળવાઈ વિદ્યાર્થીઓએ આ શિષ્યવૃત્તિ સહિતનો લાભ લેવા માટે ફરજિયાત રેશનકાર્ડ અને આધાર કાર્ડની પ્રક્રિયા કરવાની રહે છે. જેમાં રેશનકાર્ડ માટે તો મામલતદાર કચેરીએ જ જવુ પડે છે. પરંતુ આધાર કાર્ડ અપડેશન માટે સરકારે ઘર આંગણે સુવિધા આપવા છતાં આધાર સેન્ટરો પર ધક્કા ખાવા પડે છે. સરકારે શાળાએ જઈને આધાર અપડેટની કામગીરી કરી શકે તે માટે 5થી 15 વર્ષના બાળકો માટે આધાર કીટની સુવિધા પણ આપી છે. ભાવનગર શહેર કક્ષાએ આવી 4 કીટ અને ગ્રામ્ય કક્ષાએ 16 કીટ ફાળવવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ તો શાળાએ જઈને આધાર અપડેશન થઈ રહ્યા છે. પરંતુ શહેર કક્ષાએ ફાળવેલી કીટ છેલ્લા દોઢ બે વર્ષથી શિક્ષણ વિભાગમાં ધૂળ ખાઈ રહી હોવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી. જાણવા મુજબ ગાંધીનગરથી ઓર્ડર કરાયો પરંતુ એજન્સી નહીં હોવાના બહાના તળે કામ શરૂ કરતા નથી. આ કામગીરી માટે 3થી 4 એજન્સી ઈનવર્ડમાં પણ છે છતાં એજન્સીઓને વર્ક ઓર્ડર આપવામાં આવતો નથી. જેથી વિદ્યાર્થીઓ આધાર કાર્ડ અપડેશન માટે અભ્યાસ પાડીને આધાર સેન્ટરોની લાઈનોમાં ઊભા હોય છે. અનેક નાની મોટી ક્ષતિઓને કારણે કવેરી સોલ્વ થતી નથી આ અંગે શાસનાધિકારી મુંજાલ બડમલિયા (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગર) જણાવ્યું હતું કે સરકારી શાળાના શિક્ષકો દ્વારા EKYCની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની શિષ્યવૃતિનો લાભ મેળવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એસ.સી., એસ.ટી કેટેગરીના 1342 વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા EKYCની પ્રક્રિયા પૂર્ણ કરી એપ્રુવલ માટે મોકલવામાં આવે છે. હાલમાં માત્ર 432 બાળકો કે જેની કવેરી સોલ્વ નથી થઈ તે જ બાકી છે. જાગૃત વાલીઓ દ્વારા માયરેશન એપ્લિકેશન દ્વારા પણ પ્રક્રિયા કરે છે. કોર્પોરેશન દ્વારા પણ મદદરૂપ થઈને નિશ્ચિત શાળાએ એક સાથે તમામ બાળકોના આધાર અપડેટની કામગીરી કરવામાં આવે છે. જોકે હાલ પોર્ટલમાંથી ડેટા ફેચ ન થતા હોવાથી તેમજ અનેક નાની મોટી ક્ષતિઓને કારણે કવેરી સોલ્વ થતી નથી અને બાળકો અને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, આ અંગે અમે સરકારના સંબંધિત વિભાગમાં જાણ પણ કરેલી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી યોજનાની સહાય માટે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં E-KYC કરાવવું ફરજિયાત છે અને વિદ્યાર્થીઓની સગવડતા માટે સરકારે આધારની સ્પેશિયલ કીટો પણ ફાળવી છે.
જેથી કીટ શાળાએ લઈ જઈ વિદ્યાર્થીઓનું EKYC કરાવી શકાય. પરંતુ ભાવનગર શિક્ષણ ખાતાની બેદરકારીને કારણે શહેર કક્ષાની આધારકાર્ડ માટેની 4 કીટ છેલ્લા દોઢ બે વર્ષથી ધૂળ ખાઈ રહી છે. જેના કારણે બાળકોને આધાર અપડેશન માટે આધાર સેન્ટરોની લાંબી લાઈનોમાં હેરાનગતિ ભોગવવી પડે છે.
શિષ્યવૃતિ માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં E-KYC ફરજિયાત છે
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળામાં વિવિધ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી સહાય યોજનાઓ બહાર પાડે છે અને વિદ્યાર્થીઓએ તે યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડ વર્તમાન સ્થિતિએ અપડેટ હોવું જરૂરી છે. હાલમાં કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિની સહાય માટે કાર્યવાહી શરૂ છે. જેમાં એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળી શકે.
સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં બાયોમેટ્રિક સહિત તમામ વિગતો સાથે બંને કાર્ડ લિંક હોવા પણ જરૂરી છે અને ત્યારબાદ સરકારની પીડીએસ પ્લસ એપ્લિકેશન દ્વારા એપ્રુવલ માટે કાર્યવાહી કરવાની રહે છે, ત્યારે હાલના સમયમાં રેશનકાર્ડ અને બાયોમેટ્રિકની વિગતો સરકારના પોર્ટલમાં અપડેટ કરવા છતાં ડેટા ફેચ નહીં થતાં બાળક સરકારી શિષ્યવૃતિ માટે લાભથી વંચિત રહી જાય છે અને ધક્કાઓ ખાવા મજબૂર બને છે.
ભાવનગરમાં શહેર કક્ષાએ 4 કીટ અને ગ્રામ્ય કક્ષાએ 16 કીટ ફાળવાઈ
વિદ્યાર્થીઓએ આ શિષ્યવૃત્તિ સહિતનો લાભ લેવા માટે ફરજિયાત રેશનકાર્ડ અને આધાર કાર્ડની પ્રક્રિયા કરવાની રહે છે. જેમાં રેશનકાર્ડ માટે તો મામલતદાર કચેરીએ જ જવુ પડે છે. પરંતુ આધાર કાર્ડ અપડેશન માટે સરકારે ઘર આંગણે સુવિધા આપવા છતાં આધાર સેન્ટરો પર ધક્કા ખાવા પડે છે. સરકારે શાળાએ જઈને આધાર અપડેટની કામગીરી કરી શકે તે માટે 5થી 15 વર્ષના બાળકો માટે આધાર કીટની સુવિધા પણ આપી છે. ભાવનગર શહેર કક્ષાએ આવી 4 કીટ અને ગ્રામ્ય કક્ષાએ 16 કીટ ફાળવવામાં આવી છે.
ગ્રામ્ય કક્ષાએ તો શાળાએ જઈને આધાર અપડેશન થઈ રહ્યા છે. પરંતુ શહેર કક્ષાએ ફાળવેલી કીટ છેલ્લા દોઢ બે વર્ષથી શિક્ષણ વિભાગમાં ધૂળ ખાઈ રહી હોવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી. જાણવા મુજબ ગાંધીનગરથી ઓર્ડર કરાયો પરંતુ એજન્સી નહીં હોવાના બહાના તળે કામ શરૂ કરતા નથી. આ કામગીરી માટે 3થી 4 એજન્સી ઈનવર્ડમાં પણ છે છતાં એજન્સીઓને વર્ક ઓર્ડર આપવામાં આવતો નથી. જેથી વિદ્યાર્થીઓ આધાર કાર્ડ અપડેશન માટે અભ્યાસ પાડીને આધાર સેન્ટરોની લાઈનોમાં ઊભા હોય છે.
અનેક નાની મોટી ક્ષતિઓને કારણે કવેરી સોલ્વ થતી નથી
આ અંગે શાસનાધિકારી મુંજાલ બડમલિયા (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગર) જણાવ્યું હતું કે સરકારી શાળાના શિક્ષકો દ્વારા EKYCની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની શિષ્યવૃતિનો લાભ મેળવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના એસ.સી., એસ.ટી કેટેગરીના 1342 વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા EKYCની પ્રક્રિયા પૂર્ણ કરી એપ્રુવલ માટે મોકલવામાં આવે છે. હાલમાં માત્ર 432 બાળકો કે જેની કવેરી સોલ્વ નથી થઈ તે જ બાકી છે.
જાગૃત વાલીઓ દ્વારા માયરેશન એપ્લિકેશન દ્વારા પણ પ્રક્રિયા કરે છે. કોર્પોરેશન દ્વારા પણ મદદરૂપ થઈને નિશ્ચિત શાળાએ એક સાથે તમામ બાળકોના આધાર અપડેટની કામગીરી કરવામાં આવે છે. જોકે હાલ પોર્ટલમાંથી ડેટા ફેચ ન થતા હોવાથી તેમજ અનેક નાની મોટી ક્ષતિઓને કારણે કવેરી સોલ્વ થતી નથી અને બાળકો અને વાલીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, આ અંગે અમે સરકારના સંબંધિત વિભાગમાં જાણ પણ કરેલી છે.