Ahmedabad: મતદારના ફોર્મ સ્વીકારવાના દિવસે પણ BLO સેન્ટર પર ફરક્યા નહીં !

Nov 18, 2025 - 00:30
Ahmedabad: મતદારના ફોર્મ સ્વીકારવાના દિવસે પણ BLO સેન્ટર પર ફરક્યા નહીં !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલ સમગ્ર ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ફોર્મ SIRની મતદાર યાદીની કામગીરી ચાલુ છે, જેમાં હાલ જે મતદાર છે તેની પાસેથી 2002 મુજબ મતદારની વિગતો ફોર્મમાં નીચે બીજા અને ત્રીજા ખાનામા ભરવાની હોય છે.

પરંતુ 80 ટકા મતદારોના 2002ની ઓનલાઈન યાદીમાં નામ ઉપલબ્ધ નથી અને વિગતો મળી રહી નથી. જેના કારણે તેઓની કામગીરી અટકી છે. બીજી તરફ અસારવા, ઓઢવથી લઈ નિકોલ, નારોલ, નરોડા સહિત પૂર્વના વિવિધ વિસ્તારોમાં બીએલઓ સ્થળ પર હાજર ન રહેવાની અને મતદારોને સહકાર ન આપતાં હોવાની ફરિયાદો મળી છે.

આ અંગે ફરિયાદ કરતાં અસારવામાં સ્થાનિકોએ જણાવ્યું કે, ચૂંટણીપંચ દ્વારા 15-16 અને 22-23 નવેમ્બર દરમિયાન સવારે 9 થી 1 વાગ્યા સુધી મતદાન ફોર્મ સ્વીકારવા માટે જેતે મતદાન મથક પર હાજર રહેવાની જાહેરાત કરી હતી. પરંતુ અસારવા ગામની ચાવડી ખાતે અને ઓઢવમાં ગુજરાતી શાળામાં આપવામાં આવેલા સેન્ટર પર BLO ફરક્યા નહીં અને પોતાની કામગીરીમાં મતદારોને યોગ્ય જવાબ આપ્યા ન હતા. જેના કારણે લોકોએ ધક્કા ખાઈને પાછા ફરવું પડયું હતું.એટલું જ નહીં બીએલઓ ને પણ ચુંટણી પંચ દ્વારાઆ ફોર્મ કેવી રીતે ભરવું અને તેમાં ક્યા જરૂરી પુરવા રાખવા તેની પુરતી ટ્રેનિંગ આપવામાં આવી નથી. જેના પરિણામે મોટા ભાગના મતદારો ફ્ક્ત જન્મતારીખ, આધારકાર્ડ વગેરેનું ખાનું ભરીને ફોર્મ બીએલઓને જમા કરાવી દે છે. ત્યારે આવા મતદારોના નામ નવી મતદાર યાદીમાંથી કમી ના થય જાય તે જોવાની જવાબદારી ચુંટણી પંચ અને બીએલઓની રહેશે તેમ છતાં યોગ્ય કામગીરી થઈ રહી નથી. આ માટે તાકીદે જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગણી રહેલી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0