Ahmedabad : મકરબા નજીક ગાયક કિર્તીદાન ગઢવીના નવરાત્રિ આયોજનનો મોટો ડોમ ધરાશાયી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આગામી 11મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રિ મહોત્સવને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે અમદાવાદમાં એક મોટી હોનારત ટળી છે. અમદાવાદના સરખેજ વિસ્તાર નજીક યોજાનારા ગાયક કિર્તીદાન ગઢવીના પરંપરા નવરાત્રિ ગરબા આયોજન સ્થળે બનાવેલો એક તરફનો ડોમ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો મુજબ, 9મી ઓક્ટોબરના રોજ પરંપરા નવરાત્રિ માટે 1 મહિના પહેલાથી તૈયાર કરાઈ રહેલા ગરબા ગ્રાઉન્ડમાં અચાનક અંદાજિત 300 થી 400 સ્ક્વેર ફૂટનો ડોમનો એક ભાગ નીચે બેસી ગયો હતો. ઘટના સમયે ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ હાજર ન હોવાથી મોટી જાનહાનિ કે કોઈને ઈજા થઈ ન હતી, જેથી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. ડોમ તૂટી પડવાની જાણ થતાં જ સરખેજ પોલીસ સ્ટેશનની ટીમ અને ફાયરવિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યા મુજબ 300-400 સ્ક્વેર ફૂટનો ડોમ કયા કારણોસર તૂટી પડયો તે અંગે પાયાની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં જાણવા જોગ ફરિયાદ નોધવાની કાર્યવાહી ચાલુ છે તાજેતરમાં જ ફાયર વિભાગ દ્વારા કવર્ડ AC ડોમ અંગે કડક સુરક્ષા તપાસની સૂચના અપાઈ હોવા છતાં સર્જાયેલી આ ઘટનાથી ગરબા આયોજકોના સ્ટ્રક્ચરલ સેટઅપ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

